શું તમે ગુજરાતીમાં યોગેશ્વર ભગવાનની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં યોગેશ્વર ભગવાનની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Yogeshvar Bhagvan ni Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.
યોગેશ્વર ભગવાનની આરતી | Yogeshvar Bhagvan ni Aarti in Gujarati
॥ યોગેશ્વર ભગવાનની આરતી ॥
દુઃખહર્તા ભયત્રાતા, આનંદના દાતા, પ્રભુ !
આવ્યો છું તવ દ્વારે (૨)
કરુણા કરનારા; જય યોગેશ્વર ભગવાન !
તું છે પરમ કૃપાળુ, મંગળ કરનારા, પ્રભુ !
ભટકી ભટકી આવ્યો (૨)
શરણે હું તારા; જય યોગેશ્વર ભગવાન !
બુદ્ધિમંદ ઘણો છું (ને વળી), શૂન્ય કર્મ મારાં, પ્રભુ !
ભાવતણો હું ભિખારી (૨)
મા સમ તું દાતા; જય યોગેશ્વર ભગવાન !
દોડું વિશ્વમહીં તવ કાજે, શક્તિના દાતા, પ્રભુ !
થાક્યા પ્રાણ વિશે પણ (૨)
ચેતન ભરનારા; જય યોગેશ્વર ભગવાન !
વિશ્વે તુજ સંતાનો સઘળાં, ભૂલી ફરે તુજને, પ્રભુ !
ભાવ-ભક્તિ દે સૌને (૨)
લાવું તવ ચરણે; જય યોગેશ્વર ભગવાન !
વેદ-સ્મૃતિ વિસરાયાં ને, મા સંસ્કૃતિ રડતી, પ્રભુ !
આંસુ લૂછવા કાજે (૨)
બલ દેજે મુજને; જય યોગેશ્વર ભગવાન !
નાનો ખૂબ છતાં હું તારો, તવ શક્તિ અભિમાન, પ્રભુ !
એકલ તારા કાજે (૨)
અર્પી દેવા પ્રાણ; જય યોગેશ્વર ભગવાન !
સ્વાર્થી વિશ્વ સકલ આ, તું જ સખા સાચો, પ્રભુ !
તવ વિશ્વાસે રમતો (૨)
વિશ્વે ભૂલી ભાન; જય યોગેશ્વર ભગવાન !
અદ્વૈતે આનંદ દીસે એ, વેદ ખરે વદતા, પ્રભુ !
દ્વૈતે મિલન મધૂરું (૨)
માણું હું ઘનશ્યામ; જય યોગેશ્વર ભગવાન !
યોગેશ્વર ભગવાનની આરતી વિશે ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Yogeshvar Bhagvan ni Aarti in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
યોગેશ્વર ભગવાનની આરતી ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી યોગેશ્વર ભગવાનની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં યોગેશ્વર ભગવાનની આરતી અને PDF એટલે કે Yogeshvar Bhagvan ni Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ પોસ્ટ પણ વાંચી શકો છો :
- સધી માં ની આરતી
- મોમાઈ માં ની આરતી
- ચામુંડા માં ની આરતી
- મોગલ માં ની આરતી
- હરસિધ્ધિ માં ની આરતી
- આનંદ મંગલ કરું આરતી
- સત્યનારાયણ ભગવાનની આરતી
- માતાજીની આરતી
- દુર્ગા માં ની આરતી
- જલારામ બાપાની આરતી
- તુલસી માતાની આરતી
- સ્વામી સમર્થ આરતી
- સાંવરિયા શેઠ ની આરતી
- યમુનાજી ની આરતી
- ગણેશજી ની આરતી
- રામદેવપીર ની આરતી | અલખધણી ની આરતી
- મેલડી માતાની આરતી
- અંબેમા ની આરતી
- બહુચર માં ની આરતી
- નર્મદા મૈયા મહા આરતી
