વિશ્વ એક કુટુંબ છે - 'વસુધૈવ કુટુંબકમ્' વિષય પર ગુજરાતી નિબંધ
નીચે આપેલ વિશ્વ એક કુટુંબ છે - 'વસુધૈવ કુટુંબકમ્' વિશે નિબંધ ગુજરાતીમાં 300 શબ્દોમાં છે જે ધોરણ 6 થી 12 માટે ઉપયોગી થશે.
વિશ્વ એક કુટુંબ છે - 'વસુધૈવ કુટુંબકમ્'
સંસ્કૃત ભાષામાં “अयं निज: परो वेति गणना लघुचेतसाम् उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ||” આ સુભાષિતમાં વસુધૈવ કુટુંબકમનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. નાના માણસો ફક્ત પોતાના વિશે વિચારે છે જ્યારે મોટા માણસો સમગ્ર માનવજાતની ચિંતા કરતા હોય છે. ઉદાર મનનો માનવી પોતાની જાતને સમગ્ર માનવજાતથી અલગ નથી માનતો. તે વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંત મુજબ સમગ્ર માનવજાતને પોતાનો પરિવાર સમજે છે.
'વિશ્વ એક કુટુંબ છે' આ વિચાર ભારતની દેન છે. આ સિદ્ધાંત આપણને વિશ્વ બંધુત્વની ભાવના સમજાવે છે. આજના સાંપ્રત સમયમાં જ્યારે દેશો-દેશો વચ્ચે યુદ્ધ, વૈમનસ્ય, વેરઝેર, લડાઇ-ઝગડા, અને આતંકવાદની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે વસુધૈવ કુટુંબકમની ભાવના જ આ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધથી બચાવી શકે તેમ છે.
વસુધૈવ કુટુંબકમનો વિચાર ઘણા દેશોએ સ્વીકાર્યો છે. આ વિચાર આપણને એક થવાની પ્રેરણા આપે છે. આ ભાવનાથી આપણે બધા સાથે મળીને વિશ્વની કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવી શકીએ છીએ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ. વસુધૈવ કુટુમ્બકમ્ મુજબ આપણે બધા એકબીજાના ભાઈ-બહેન છીએ. આપણી વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. આપણે બધાએ એકબીજાને સમજવા જોઈએ અને એકબીજાનું સન્માન કરવું જોઈએ.
આપણા માટે ગર્વની વાત એ કહી શકાય કે G-20 સમિટ, 2023ની યજમાની અને પ્રમુખપદ ભારતને મળ્યું હતું. તેનું સૂત્ર અને થીમ હતી, "वसुधैव कुटुम्बकम् - એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય."
-- લિ. જયદીપસિંહ ઠાકોર --
નોધ: આ નિબંધ માત્ર એક ઉદાહરણ છે. તમે તમારી પોતાની કલ્પના અને શબ્દોનો ઉપયોગ કરીને એક અનોખો અને અર્થપૂર્ણ નિબંધ લખી શકો છો.
વિશ્વ એક કુટુંબ છે - 'વસુધૈવ કુટુંબકમ્' નિબંધ ગુજરાતી PDF Download :
અહીં નીચે બટન પર ક્લિક કરી Vasudhaiva Kutumbakam Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
વિશ્વ એક કુટુંબ છે - 'વસુધૈવ કુટુંબકમ્' નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી વિશ્વ એક કુટુંબ છે - 'વસુધૈવ કુટુંબકમ્' નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વિશ્વ એક કુટુંબ છે - 'વસુધૈવ કુટુંબકમ્' વિશે નિબંધ એટલે કે Vasudhaiva Kutumbakam Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
