દિવાળી નિબંધ ગુજરાતી | Diwali Essay in Gujarati [PDF]

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો દિવાળી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Diwali Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

શું તમે ગુજરાતીમાં દિવાળી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો દિવાળી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Diwali Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

દિવાળી વિષય પર નિબંધ

અહીં ગુજરાતી દિવાળી વિશે ત્રણ નિબંધ રજુ કર્યા છે જે 100, 200 અને 500 શબ્દોમાં છે.

નીચે આપેલ દિવાળી વિશે નિબંધ ગુજરાતીમાં 100, 200 અને 500 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

દિવાળી વિશે ગુજરાતીમાં  નિબંધ | Diwali Essay in Gujarati

  1. પ્રસ્તાવના
  2. દિવાળીની પૂર્વ તૈયારી 
  3. દિવાળીના મુખ્ય પાંચ દિવસોનું મહત્ત્વ 
  4. દિવાળીની ઉજવણી
  5. ઉપસંહાર
આપણે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીએ છીએ. દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે. તે ‘તહેવારોનો રાજા’ કહેવાય છે.

દિવાળી આસો મહિનામાં આવે છે. આસો માસ શરૂ થતાં લોકો દિવાળીની તૈયારી કરવા લાગે છે. લોકો તેમનાં ઘરોની સાફસફાઈ કરે છે, રંગરોગાન કરાવે હું દિવાળીના દિવસોમાં દુકાનો અને મકાનો પર રાતે રોશની કરવામાં આવે છે. લોકો નવાં કપડાં, ફટાકડા, મીઠાઈ વગેરેની ખરીદી કરવા માટે બજારમાં ઊમટી પડે છે.

દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છેઃ ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. કાળીચૌદસના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેની ખુશાલીમાં લોકો દીપમાળા પ્રગટાવે છે. કાળીચૌદસના દિવસે કાળીમાતાનું પૂજન કરવામાં આવે છે.

દિવાળીનો દિવસ વર્ષનો છેલ્લો દિવસ છે. વેપારીઓ ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજન કરે છે. કારતક સુદ એકમના દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે, મિત્રો અને સગાંવહાલાંને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. લોકો મિત્રો અને સગાંવહાલાંને નૂતન વર્ષાભિનંદન કાર્ડ મોકલે છે. ભાઈબીજને દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે. બહેન ભાઈને ભાવતાં ભોજન જમાડે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે.

સમાજના બધા લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી ઊજવે છે. સ્ત્રીઓ ધરના આંગણામાં ઘી-તેલના દીવા પ્રગટાવે છે. લોકો મિષ્ટાન્ન આરોગીને, નવાં વસ્ત્રો પહેરીને અને ફટાકડા ફોડીને આનંદ અને ઉલ્લાસથી દિવાળી ઊજવે છે.

આપણને કોઈ સાથે મનદુઃખ થયું હોય તો તે ભૂલી જઈને તેને નવા વર્ષે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. દિવાળીનો તહેવાર ‘માફ કરો અને ભૂલી જાઓ'ની ભાવના વિકસાવવાનો તહેવાર છે. તે અંતરનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો તહેવાર છે. આમ, દિવાળી દિલમાં દીવો પ્રગટાવવાનો તહેવાર છે.

નીચે આપેલ દિવાળી વિશે ગુજરાતીમાં 150  શબ્દોમાં નિબંધ ધોરણ 67 અને 8 માટે ઉપયોગી થશે.

દિવાળી નિબંધ: ધોરણ 6 થી 10 

‘દિવાળી આવી, દિવાળી આવી, 
નવા વરસની વધાઈ લાવી.’

દિવાળી એટલે સાફસફાઈ, આનંદઉલ્લાસ, ફટાકડા અને પ્રકાશનો તહેવાર. આસો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા માંડે છે. લોકો ઘરની સફાઈ કરે, દીવાલો અને બારીબારણાંને રંગરોગાન કરાવે છે. લોકો કપડાં, ફટાકડા, મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે. બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઊઠે છે.

દિવાળીનો તહેવાર પાંચ દિવસ ચાલે છે : ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. કાળીચૌદસના દિવસે કાલિકામાતાનું પૂજન થાય છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડાપૂજન કરે છે. બેસતા વર્ષના દિવસે લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે. પોતાનાં સગાંવહાલાં અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. ભાઇબીજના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે. બહેન ભાઈને પ્રેમથી જમાડે અને ભાઈ બહેનને ભેટ આપે છે.

દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે. તેઓ ફટાકડા ફોડીને અને નવાં કપડાં પહેરીને આનંદ માણે છે. લોકો દીવાઓ અને વીજળીનાં તોરણોથી ઘર શણેગારે છે. બહેનો આંગણામાં રંગોળી અને સાથિયા પૂર્વે છે.
‘દિવાળીના દિવસમાં, ઘરઘર દીવા થાય, 
ફટાકડા તો ફટફટ ફૂટે, બાળક સૌ હરખાય.’

દિવાળીમાં જેમ ઘરની સફાઈ થાય છે તેમ આપણે આપણા મનની સફાઈ પણ કરવી જોઈએ. કોઈની સાથે મનદુ:ખ થયું હોય તો આપણે તે ભૂલી જઈએ. ‘માફ કરો અને ભૂલી જાઓ'ની ભાવના વિકસાવવાનો અને અંતરના અંધકારને દૂર કરવાનો આ તહેવાર છે.

દિવાળી સૌને બહુ આનંદ આપે છે. તેથી તે ‘તહેવારોનો રાજા' છે.

નીચે આપેલ દિવાળી વિશે ગુજરાતીમાં 250  શબ્દોમાં નિબંધ ધોરણ 3, 4 અને 5 માટે ઉપયોગી થશે.

દિવાળી અથવા દીપોત્સવ પર્વ નિબંધ: ધોરણ 5 થી 10 

ભારત કૃષિપ્રધાન દેશ છે. એ તો ખરું છે જ, પરંતુ ઉત્સવપ્રધાન દેશ પણ છે. આ દેશમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એટલા મોટા પ્રમાણમાં અને મોટા પાયા પર થાય છે કે ભાગ્યે જ એવું કોઈ અઠવાડિયું જતું હશેકે જ્યારે અ દેશના કોઈ ને કોઈ ખૂણે, કોઈ તહેવાર ન ઉજવતો હોય! આ બધા તહેવારોમાં શિરોમણી સમાન કોઈ તહેવાર હોય તો તે છે દિવાળીના તહેવાર. ગરીબ હોય કે તવંગર, શેઠ હોય છે; જેને દીપોત્સવી પર્વનું ગૌરવવંતુ નામ અપાયું છે, કેમ કે આ પર્વ એક બે દિવસનું નહિ, એક સપ્તાહ જેટલું લાંબુ ચાલે છે. ધનતેરસથી લાભપાંચમ સુધીના દિવસો દીપોત્સવી પર્વના ગણાય છે.

આ પર્વ કોઈ એક કોમ કે વર્ણનું નથી રહ્યું સાર્વત્રિક બની ગયું છે કેમકે એમાં ધાર્મિક તત્વ નો ભળ્યું જ છે ઉપરાંત, સામાજિક તત્વ પણ સંકળાયું છે. ચૌદ વર્ષના વનવાસ વેઠીને જાનકી તથા લક્ષ્મણજી સાથે શ્રીરામ અયોધ્યામાં પુન: પ્રવેશ દિવાળીના દિવસે કર્યો હતો એવી માન્યતા તો હિંદીમાં ઘેર ઘેર પ્રચલિત છે જ સાથે સાથે વિક્રમ સંવતનો છેલ્લો વાર્ષિક દિન આસો વદ અમાસ ગણાય છે અને બીજા દિવસથી વિક્મ સંવતનું નૂતન વર્ષ આરંભાય છે એટલે દીપોત્સવી વીતેલા વર્ષના સુખદ-દુ:ખ સંસ્મરણોની યાદ મૂકીને પસાર થતી હોવાથી ઉલ્લાસભેર ઉજવાય છે.

દીપોત્સવી પર્વ ઉજવવા માટેની પૂર્વતૈયારીઓ તો, શરદપૂર્ણિમા બીજા જ દિવસથી શરૂ થઈ જાય છે. ખેડૂતો ચોમાસાના વાવેલો પાક લણી લઈને હવે ઘરભેગો કરવાની વેતરણમાં પડે છે નએ એ પાકનું વેચાણ થઈ જતા, હાથમાં આવતી રકમોથી જે આનંદ પ્રાપ્ત થાય હહે એની અભિવ્યકતિ દીપોત્સવની પર્વની ઉજવણી દ્વારા થાય છે. વેપારીઓ દુકાનના માલનો સ્ટોક લઈને વર્ષ દરમિયાન થયેલ નફાની તારવણી કાઢે છે. હિસાબો ચોખ્ખા કરે છે. નવા ચોપડા ખરીદે છે. ચોપડાપૂજન કરે છે. નોકરોને બોણીબોનસ આપે છે અને બધા ભેગા રંગેચંગે દિવાળી ઉજવે છે . ધનતેરસે લક્ષ્મીપૂજન થાય છે, કાળી ચૌદસ ભૈરવની હનુમાનની, ઘંટાકર્ણ મહાવેરની પૂજા થાય છે અને દિવાળી ચોપડાપૂજન થાય છે- શારદાપૂજન થાય છે. બેસતા વર્ષમા દિવસની ઉલ્લાસ તો કોઈ અનેરો જ હોય છે! જ્યારે ભાઈબીજના દિવસે ભાઈ, પોતાની બહેનના ત્યાં જમવા જાય છે અને બહેનને યથાશક્તિ ભેંટ આપે છે.

દીપોત્સવી પર્વની ઉજવણીના ત્રણ પ્રધાન તત્વો એટલે દારૂખાનું,રોશની મીઠાઈ આ ત્રણેય વાનાં વેચનાર વેપારીઓને તો ઘી કેળા! 

દીપોત્સવની પર્વ નિમિત્તે ભારતમાં કરોડો રૂપિયાનું દારૂખાનું ફૂટે છે. ઘેરઘેર દીપમાળા પ્રગટે છે, વીજળીના દીવાઓની આકર્ષક રોશની થાય છે. એક બીજાને ત્યાં નૂતન વર્ષાભિનંદન પાઠવવા જનારને મીઠાઈ તથા અન્ય વાનગીઓ ખવડાવવામાં આવે છે. આ પર્વ નિમિત્તે લોકો પોતાનું ઘર સાફસૂફ કરે છે, દુકાનો વાળીઝૂડીને સાફ કરે છે, ધોળવા રંગવાનું કામ પણ થાય છે. પરિણામે સમાજના કારીગર વર્ગને દિવાળી પૂર્વે સારું કામ મળી રહે છે. એમાં દરજી-મોચીને ત્યાં તો તડાકો પડે છે. આ પ્રવમાં સમાજના પ્રત્યેક વ્યક્તિ નવા કપડા, નવા ચંપલ-બૂટ ખરીદે છે કે સીવડાવે છે એટલે બજારમાં એટલી બધી ધરાકી નીકળે છે કે વેપારી મોં માંગ્યા ભાવ લઈને ધૂમ નફો કરે છે.

દીપોત્સવી પર્વ ઉજવવા સામે તો કોઈ વિરોધ હોઈ ન શકે પરંતુ અત્યારની ભીષણ મોંઘવારીના આ દિવસોમાં મધ્યમવર્ગના  મનાવીને જે વધારાનો ખર્ચ, દેખાદેખીથી કે આબરૂ ખાતર કરવો પડે છે. એના અર્થતંત્રને તોડી નાખે છે . આખું વર્ષ કાળી મજૂરી-મહેનત કરીને ભેગી કરેલી બચત ફટાકડામા ફૂટી જાય છે. મીઠાઈમાં ચવાઈ જાય છે, રોશનીમાં બળી જાય છે આનો કોઈ ઉપાય ખરો ?

દિવાળી ગુજરાતી નિબંધ PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Diwali Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

દિવાળી નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી દિવાળી ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં દિવાળી વિશે નિબંધ એટલે કે Diwali Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.