શિયાળાની સવાર નિબંધ | Winter Morning Essay in Gujarati [2024]

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો શિયાળાની સવાર વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Winter Morning Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

શું તમે ગુજરાતીમાં શિયાળાની સવાર વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો શિયાળાની સવાર વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Winter Morning Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

શિયાળાની સવાર વિષય પર નિબંધ

અહીં ગુજરાતી શિયાળાની સવાર વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ શિયાળાની સવાર વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

શિયાળાની સવાર વિષે નિબંધ ગુજરાતીમાં

  1. પ્રસ્તાવના 
  2. ગામડાનું વાતાવરણ 
  3. શહેરનું વાતાવરણ 
  4. લાભ 
  5. ગેરલાભ 
  6. ઉપસંહાર
કોઈ પણ ઋતુની સવાર રમણીય , શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. એમાંયે શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર અને એ વખતની ઠંડીય ગુલાબી હોય છે. 

શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. તેથી શિયાળામાં સૂર્યોદય મોડો થાય છે. ઘણા લોકો સવારે વહેલા ઊઠી જાય છે. વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. સવારનો ઠંડો પવન ઠંડીના પ્રમાણમાં ઑર વધારો કરે છે. ઝાડપાન અને પશુ-પક્ષી પણ ઠંડીથી ઠુંઠવાઈ જાય છે. ગામડામાં ખેડૂતો વહેલી સવારે ખેતરે જાય છે. તેમના બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાના રણકારથી વાતાવરણ જીવંત બની જાય છે. વલોણાના ઘેરા નાદથી તેમજ ઘંટીઓના મધુર અવાજથી ગામના વાતાવરણમાં સંગીત પ્રસરી જાય છે. કૂકડો ‘કૂકડે... કૂક’ એવો સાદ કરી જાણે કે પ્રભાતના આગમનની છડી પોકારે છે. ધીમે ધીમે આકાશ અને ધરતી પર સૂર્યોદયની લાલી પ્રસરવા લાગે છે. વૃક્ષો અને વેલીઓને સૂર્યનાં કોમળ કિરણોનો સ્પર્શ થવાથી તેમાં નવું ચેતન પ્રગટે છે. સૂર્યનાં કિરણો ઝાકળનાં બિંદુઓ પર પડતાં તે મોતીની જેમ ચમકવા લાગે છે. પંખીઓ ક્લશોર કરીને પ્રભાતનું સ્વાગત કરે છે. કેટલાક લોકો તાપણું કરીને તેમની ટાઢ ઉડાડે છે. 

શિયાળાની સવાર શહેરના જનજીવન પર પણ ગાઢ અસર કરે છે. કેટલાક લોકો ‘મૉર્નિંગ વૉક’ કરવા માટે નીકળી પડે છે. કેટલાક નવયુવાનો કસરત કરે છે. આ ઉપરાંત સવારના પહોરમાં છાપાના ફેરિયા, દૂધવાળા, વિદ્યાર્થીઓ , કારીગરો અને ધંધાદારીઓ દોડધામ કરતા જોવા મળે છે . જોકે ઘણા લોકોને હૂંફાળી પથારી છોડી દેવાનું ગમતું નથી . તેથી તેઓ મોડે સુધી પથારીમાં સૂઈ રહે છે અને સોના જેવો મૂલ્યવાન સમય ગુમાવે છે.

શિયાળાની સવારે વસાણું ખાવાની ખૂબ મજા પડે છે. શિયાળાની સવારનો વ્યાયામ અને વસાણું આપણને બારે મહિના સ્વસ્થ અને તાજામાજા રાખે છે.

શિયાળાની સવાર દમ અને શ્વાસના દરદીઓને માફક આવતી નથી. જેમની પાસે ઓઢવા - પાથ ૨ વાની પૂરતી સગવડ નથી હોતી , તેવા ગરીબો માટે પણ તે કપરી નીવડે છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબોને ધાબળાનું દાન કરે છે. 

સામાન્ય રીતે શિયાળાની સવાર આનંદદાયક, શક્તિદાયક અને સ્ફૂર્તિદાયક જ હોય છે.

Winter Morning Essay in Gujarati

શિયાળાની સવાર નિબંધ - 100 શબ્દો

શિયાળાની સવાર સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. કોઈ પણ ઋતુની સવાર આપણાં તન અને મનને તાજગી આપે છે. એમાંય શિયાળાની સવાર તો અનેરી હોય છે. 

શિયાળામાં સૂર્ય મોડો ઊગે છે પણ લોકો વહેલા ઊઠી જાય છે. તે વખતે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. સવારે દાંત કડકડ થાય એવી ઠંડી હોય છે, એટલે લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગે છે. ખેડૂતો ખેતરમાં જઈ ખેતીકામ કરે છે. ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને દોહે છે. ક્યાંક ઘમ્મરવલોણાંનો નાદ તો ક્યાંક ઘંટીના અવાજો સંભળાય છે. 

શહેરમાં છાપાના ફેરિયા, દૂધવાળા અને મિલના કામદારોની અવરજવર શરૂ થઈ જાય છે. કેટલાક લોકો રસ્તા પર ફરવા નીકળી પડે છે. કેટલાક યુવાનો દોડે છે અને કેટલાક બગીચામાં જઈ કસરત કરે છે. 

કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે. બાળકોને પથારીની મીઠી હૂંફ છોડવાનું મન થતું નથી, પણ નાહ્યા પછી તાજગી અનુભવાય છે અને ભગવાનીય બહુ મજા પડે છે. 

સવારે ઘાસ પર ઝાકળનાં ટીપાં જામેલાં દેખાય છે. સૂર્યનાં કિરણો વડે ઝાકળનાં ટીપાં ચમકી ઊઠે છે. 

પંખીઓનો કલરવ શરૂ થઈ જાય છે. શિયાળાની સવાર ખરેખર સુંદર હોય છે.

શિયાળાની સવાર નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Winter Morning Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

શિયાળાની સવાર નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી શિયાળાની સવાર નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શિયાળાની સવાર વિશે નિબંધ એટલે કે Winter Morning Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.