શું તમે ગુજરાતીમાં માં વિશે સુવિચાર, શાયરી, કહેવતો, કવિતા, પંક્તિ અને બે
શબ્દો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ ગુજરાતીમા માં વિશે સુવિચાર, શાયરી, કહેવતો, કવિતા, પંક્તિ અને બે શબ્દો રજુ કરી છે અને છેલ્લે Mother Quotes, Suvichar, Shayari, Kahevat, and Kavita in
Gujarati ની PDF પણ Download કરી શકશો.
માં વિશે સુવિચાર, શાયરી, કહેવતો, કવિતા, પંક્તિ અને બે શબ્દો
અહીં ગુજરાતીમા માં વિશે સુવિચાર, શાયરી, કહેવતો, કવિતા, પંક્તિ અને બે શબ્દો
રજુ કરી છે જે નીચે આપેલ શબ્દોમાં છે.
માં વિશે સુવિચાર [Mother Suvichar Quotes Gujarati]
મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત તો નસીબ લખવાનો હક મારી ‘મા’ને હોત
———🌷🍀🌷———
મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે તે પણ મારી માં જેવા જ જશે
———✨🌸✨———
મારવા માટે ઘણા રસ્તા છે પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે ‘મા’
———🌷🍀🌷———
મા દુનિયાની એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તેમને બાળકો હોવાનો અહેસાસ કરાવે છે.
———✨🌸✨———
સદા આપે હુફને સાતા એનુ નામ જ જન્મદાતા
———🌷🍀🌷———
જેની ગોદમાં દિકરાને શાંતિ મળે એ ‘મા’ ,
જેના મિલનથી ‘મા’ની અશાંતિ ટળે એ દિકરો
———✨🌸✨———
અવકાશમાં જેનો કોઇ અંત નથી તેને સૌ આકાશ કહે છે
અને ૫ૃથ્વી ૫ર જેના વાત્સલ્યનો ભંડાર કદી ખૂટતો નથી તેને આ૫ણે ‘મા’ કહીએ છીએ.
———🌷🍀🌷———
ભગવાનને જયારે માનવીના ઘરમાં આવવાનું મન થયુ ત્યારે ‘મા’ બનીને આવ્યા
———✨🌸✨———
માતાના હૈયા આર્શીવાદ એ જ સંતાનની સાચી મુડી છે.
———🌷🍀🌷———
મા વિના સૂનો સંસાર, નમાયા નો શો અવતાર
———✨🌸✨———
- આખો સાગર નાનો લાગે જ્યારે, ‘મ’ ને કાનો લાગે.
- માઁ એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સબંધ !!
- વહેલી સવારે ફક્ત ત્રણ જ વ્યક્તિ ઉઠે છે. માં, મહેનત, અને જવાબદારી
- જેના પ્રેમ ને ક્યારેય પાખંડ ના નડે તેનું નામ “માં”
- મારા નસીબ માં એક પણ દુઃખ ના હોત, જો નસીબ લખવાનો હક મારી “માં” ને હોત.
- મેં કદી ભગવાન ને જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી મા જેવા જ હશે.
- ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી માટે તેણે માતા નું સર્જન કર્યું છે.
- મા એ ભગવાન દ્વારા મનુષ્ય ને આપેલ એક અમૂલ્ય ઉપહાર છે.
- માંગ લું યહી મન્નત કે ફિર યહી જહાં મિલે ફિર વહી ગોદ ઓર ફિર વહી મા મિલે માતૃ દિવસ (Mother’s Day)
- દવા કામ ન આવી તો નજર ઉતારે છે, “મા” છે સાહેબ હાર ક્યાં માને છે.
- જનની અને જન્મભૂમિ સ્વર્ગ થી પણ મહાન છે.
- મારી મા આજે પણ અભણ છે એક રોટલી માંગુ તો બે આપે છે.
- ગમે તેવી પરિસ્થિતિ બદલાય પણ જેનો પ્રેમ ના બદલાય એ “મા”
- ઇશ્વર તો સુખ અને દુ:ખ બંને આપે છે, જ્યારે મા બાપ તો સુખ અને સુખ જ આપે છે.
- મરવા માટે ઘણાં રસ્તા હોય છે. પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો તે ‘મા’.
માં વિશે શાયરી [Mother Shayari in Gujarati]
અહીં ગુજરાતીમા માં વિશે શાયરી રજુ કરી છે જે નીચે આપેલ શબ્દોમાં
છે.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી નહી જડે રે લોલ
———🌷🍀🌷———
જજબાત અલગ છે ૫ણ વાત તો એક જ છે ને
તેને મા કહુ કે ભગવાન વાત તો એક જ છે ને
—-✨🌸✨—-
આ લાખ રૂપિયા ૫ણ ઘુળ સમાન છે
એ એક રૂપિયા સામે
જે ‘મા’ આ૫ણને સ્કુલ જતી વખતે આ૫તી હતી
—-🌷🍀🌷—-
ભગવાન દરેક જગ્યાએ ૫હોચી નથી શકતો
એટલે તેને ‘મા’ ને બનાવી હશે.
—-✨🌸✨—-
એક ‘મા’ જ એવી વ્યકિત છે જે કયારેય નારાજ નથી થતી
—-🌷🍀🌷—-
રુકે તો ચાંદ જૈસી હૈૈ, ચલે તો હવાઓ જૈસી હૈ
વહ માં હી હૈ, જો ઘુ૫ ભી છાંવ જેસી હૈ
—-✨🌸✨—-
મા એક એવી બેંક છે જયાં તમે બઘા દૂ:ખ જમા કરાવી શકો છો.
—-🌷🍀🌷—-
ઉંમર તો ‘માં’ની કુુુુુખમાં વઘે છે.
જન્મ લીઘા ૫છી તો બસ ઘટે છે.
—-✨🌸✨—-
કશુ બોલ્યા વગર ૫ણ આ૫ણા દૂ:ખને ઓળખી લે એ ‘મા’
—-🌷🍀🌷—-
એ માઁ જ છે સાહેબ… જેમના રહેતા જીવનમાં કોઈ દુઃખ નથી હોતું,
દુનિયા સાથ આપે કે ના આપે પણ માઁનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો.
દુનિયામાં આવ્યા પછી સૌથી પહેલા મને,
વહાલ અને પ્રેમ કરનારી વ્યક્તિ એટલે "માઁ" …
કોણ કહે છે બાળપણ પાછું નથી મળતું,
ક્યારેક "મા"ના ખોળામાં માથું મૂકીને સુઈ જુઓ.
માતા એ બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે.
જે માંગુ એ આપીયા કર એ જિંદગી,
તું પણ મારી ‘મા’ જેવી બની જાને.
શબ્દકોષમાં તો ‘મા’ નો માત્ર શબ્દાર્થ મળશે,
‘મા’ નો ભાવાર્થ તો માત્ર હૃદયકોષમાં મળશે.
મુજે ઇતની "ફુરસત" કહાં થી કી મેં તકદીર કા લિખા દેખતા-ફિરતા,
મેતો બસ અપની માઁ કી "મુસ્કુરાહટ" દેખ કે સમજ જાતા કી,
મેરી "તકદીર" તો બુલંદ હૈ.
"મા" એ… ધરતી પર ઈશ્વરે વહાવેલું નિ:સ્વાર્થ પ્રેમનું સતત વહેતુ ઝરણું છે.
યાદ આવે છે "મા" નો આજે પણ એ પ્રેમ,
જયારે વહેલી સવારે ઉઠીને જવ છું ઓફિસે.
ઘણા જોયા છે મેં ઈશ્કમાં જાન લૂંટાવવા વાળા,
પણ સાહેબ… કોઈ એ માઁ ને પણ જઈને પૂછો કે,
કેટલી શિદ્દત થી પાલન કર્યું છે તેમણે રાતો માં જાગી-જાગી ને.
હજી પણ પાતળા કપડા થી સુરજ ને એ હંફાવે છે,
મારી "મા" પાલવ એટલો દમદાર રાખે છે.
"માઁ" સારી રોનક દેખલી જમાને કી મગર,
જો સુકુન તેરે "પહલુ" મેં હૈ વો કહી ભી નહિ.
એ "મા" જ હોય છે, જે દુનિયા કરતા આપણે 9 મહિના વધુ જાણે છે.
જીવન માં મળવા માટે તો લાખો લોકો મળી જાય છે,
પણ "માઁ" જેવું ફરી કોઈ નથી મળતું.
આંખે ખુલી જબ પહલી દફા તેરા હી ચેહરા દિખા,
જિંદગી કા હર લમ્હા જીના તુજસે હી સીખા "મા".
માં વિશે કવિતા અને પંક્તિ [Mother Poem in Gujarati]
અહીં ગુજરાતીમા માં વિશે કવિતા પંક્તિ અને રજુ કરી છે જે નીચે
આપેલ શબ્દોમાં છે.
બોટાદકર ની કવિતા જનની ની જોડ
મીઠા મધુ ને મીઠા મેહુલા રે
લોલ એથી
મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ
પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ
એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ
એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં
દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની
આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ
એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ
ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે
ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે
ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી
રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે
લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
ઝવેરચંદ મેઘાણી ની કવિતા મા મને કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ,
મા મને
કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ ?
મા મને કોઈ દી સાંભરે
નૈ.
કોક કોક વાર વળી રમ્મત વચાળે
મારા કાનમાં ગણગણ થાય,
હુતુતુતુની
હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય,
મા જાણે હીંચકોરતી વઈ ગઈ.
હાલાંના
સૂર થોડા વેરતી ગઈ….
નટવરલાલ પંડયા ની કવિતા આવી એક ક્ષણ હોય
આવી જ
એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય,
ફણગો ફૂટે અડકતાં જ
ભીની-ભીની
પવન હોય,
બોલાવે ઘેર સાંજે
બાના સમું સ્વજન હોય.
હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું
કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા
તું
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો
તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
લઈ
છાતી સાથે બચી કોણ લેતું
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા
મુખે ગીત ગાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
પડું કે ખડું તો ખમા આણી
વાણી
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતાતણું દૂધ પાતું
મહા
હેતવાળી દયાળી જ મા તું
મા ની યાદ
શૈશવ ના અતીતના દ્રશ્યો ની યાદી છે "મા"
અખ્ખલિત વહેતા પ્રેમ નું ઝરણું છે "મા"
જીવન ની સુરીલા સ્વરોની સરવાણી છે "મા"
જીવન નાં સોનેરી શમણાં ઑ ને સંવારે છે "મા"
પવિત્ર કોમલ નિર્મોહ સંબંધો નું સાનિધ્ય છે "મા"
સમજણ સમપર્ણ માનવતા ની મહેક છે " મા "
મા માટે ઈશ્વરને ઘણા કોડ છે,
જન્મ લેવા માટે જાણે હોડ છે,
મા તો મા છે એની ન કોઈ જોડ છે .
એના પ્રેમ ના કોઈ તોલ છે,
મમતાના કયા કોઈ મોલ છે ?
મા તો મા છે એ સૌથી અનમોલ છે.
બોટાદકર ના બોલ અનમોલ છે,
ઈન્દુલાલ ગાંધીની કૃતિ અનમોલ છે,
મા તૌ મા છે એના આશિષ અનમોલ છે.
તમારા હાસ્ય ને એ જાણે છે,
તમારા મૌન ને એ પીછાણે છે,
મા તો મા છે એ વણકહ્યું પણ જાણે છે.
નીજ સંતાન માટે એ જીવે છે,
એના આંસુ પણ એ પીવે છે,
મા તો મા છે સંતાન માટે ઘણું જીરવે છે. .
બાળ માટે મા નું મોટું કરજ જ છે,
મારુ સ્વર્ગ તો એની ચરણરજ છે,
એની સલામતી ની પ્રભુ અરજ જ છે.
મા તો મા છે એની બીજી ન કોઈ મૂરત છે - Jagu kaila
માં વિશે કહેવતો [Ma Vishe Kahevto Gujarati]
અહીં ગુજરાતીમા માં વિશે કહેવતો રજુ કરી છે જે નીચે આપેલ શબ્દોમાં
છે.
- માં તે માં બીજા બધા વગડાના વા
- એક મા સો શિક્ષકની ગરજ સારે છે
- મા તે મા
- માની ગરજ કોઈથી ના સરે
- મા કહેતા મોઢું ભરાય
- ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર
- જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે
- જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે
- આખો સાગર નાનો લાગે છે જ્યારે ‘મ’ને કાનો લાગે
- માં એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ
- ‘મા’ ની મમતાથી મોટુ આ દુનિયામાં કંઇ જ નથી
- વહેલી સવાર ફક્ત ત્રણ જ વ્યક્તિ ઊઠે છે માં, મહેનત અને જવાબદારી
- જના પ્રેમને ક્યારેય પાખંડ નડે તેનું નામ માં
- માની મમતાનું એક બિંદુ અમૃતના ભરેલા સમુદ્ર કરતા પણ મીઠું હોય છે.
- માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.
- ‘મા’ એ એવી ઋતુ છે જેની કદી પાનખર નથી હોતી
- ત્રણ જગતનો નાથ ‘મા’ વગર અનાથ
- મા એ ઇશ્વરની અમુલ્ય ભેટ છે.
- મા વગરનું બાળક એટલે સાંકળ વગરનો દરવાજો
'મા' વિશે મહાપુરૂષોના મહાવાક્યો
- માતૃદેવો ભવ - માતા ને દેવ સમાન માનો. - ઋગવેદ
- નાસ્તિ માતૃસમો ગુરૂ - માતા સમાન કોઈ ગુરૂ નથી. - ઉપનિષદ
- જેનાથી માતા પ્રસન્ન થાય છે તેનાથી આખી પૃથ્વી પ્રસન્ન થાય છે. - મહાભારત
- માતાની પૂજા વગર તમામ પૂજા વ્યર્થ છે. - યાજ્ઞાવલ્કય
- માતા માનવ જીવનનું ગંગાજળ છે. - ચાણક્યનીતિ
- જનની અને જન્મભૂમિ સ્વર્ગથી ય ચડિયાતાં છે. - રામાયણ
- પુત્ર કુપુત્ર થાય છે પણ માતા કદીય કુમાતા થતી નથી. - શંકરાચાર્ય
- તાર સ્વર્ગ તારી માતાનાં ચરણોમાં છે. - મહંમદ પયગંબર
- જગતભરમાં જે સહુથી વધુ બોલાય છે તે શબ્દ છે મા. - સ્વામિ નિજાનંદ
- જેણે માતાને જાણી તેણે ભગવાનને જાણ્યા. - સંત વેમન
- મા-ની પ્રદક્ષિણા કરો એટલે આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ. - ગણેશ પુરાણ
- પિતા આક્ષવૃક્ષ છે, માતા મંજરી છે, બાળકો બે ફળો છે. - ઈગર સોલ
- મા તે મા - બીજા બધા વગડાના વા. - ગુજરાતી કહેવત
- પૈસાથી બધું ખરીદી શકાય છે પણ મા ખરીદી શકાતી નથી. - લોકોકિત
- ઘર વગરની મા અને મા વગરનું ઘર કદીય ના થશો. - અજ્ઞાાત
- જે સદાચાર-સેવા થી માબાપને પ્રસન્ન કરે છે તે જ પુત્ર છે. - ભતૃહરિ
- પિતાનો પ્રેમ સૂર્ય જેવો છે, માતાનો પ્રેમ ચંદ્ર જેવો છે. - સુરેશ દલાલ
- મા દુનિયાના સર્વ ધર્મગ્રંથોથી ય મહાન ધર્મગ્રંથ છે. - મોરારિ બાપુ
- મા એ તો પ્રેમની યુનિવર્સિટી છે. - ફેક લેખક
- જે સંતાનથી માબાપ ના ઠર્યા તે ક્યારેય સુખી થતાં નથી - ભીખુદાન ગઢવી
- હાલરડું એટલે મા નામના પ્રદેશનું રાષ્ટ્રગીત - અજ્ઞાાત
- ભગવાનનું બીજું નામ જ મા છે.
- તારાઓ આકાશની કવિતા છે, મા પૃથ્વી ઉપરની કવિતા છે. - હારગ્રેવ
- મા સ્વર્યં એક તીર્થ છે, તીર્થત્તમ છે.
- મા મમતાની મૂર્તિ છે તો પિતા વાત્સ્યલની મૂર્તિ છે. - વિનોદ પંડયા
- આ દુનિયામાં મા નું સ્થાન કોઈ લઈ શકતું નથી - ડોે. રશ્મિ મયૂર
- માતાનું ઋણ ચૂકવવા જાય તો ભગવાન પણ દેવાળિયો થઈ જાય. - ઉમાશંકર જોષી
- માતાની ગોદમાં બેઠેલું શિશુ એ સમગ્ર વિશ્વનું શ્રેષ્ઠ ચિત્ર છે. - જે. જે. મેયર
- મા શબ્દનો અર્થ સમજાવવાનો નથી, મા ને સમજવાની છે.
- દીકરો માને તરછોડે ને દીકરી ઘર છોડે ત્યારે માવતર ખૂબ રડે.
- મા એ તો માનવતા અને સંસ્કારનું મહાવિદ્યાલય છે. - ક્રેડરિક હેસ્ટન
- માતાનું હૃદય એ જ બાળકની પાઠશાળા-મહાશાળા છે. - એચ.ડબલ્યુ.
- એક સંસ્કારી માતા એક હજાર શિક્ષક બરાબર છે. - જહોન હર્બર
- માનવતાનો પહેેલો પાઠ માતાનું ચુંબન છે. - મેઝિની
- મા-નો અર્થ દુનિયાની બધી ભાષામાં મા જ થાય છે. - રવીન્દ્રનાથ ટાગોર
- મા- એ એવી ઋતુ છે જ્યાં કદી પાનખર ઋતુ આવતી નથી. - રમેશ જોશી
- ભગવાન બધે પહોંચી ના વળ્યા એટલે માનું સર્જન કર્યું - યહૂદી કહેવત
- બોલું હું તો પહેલો અક્ષર બા બા બા . - બાળપોથી
- ઝંઝાવાત પણ ઘડીભર જ્યાં થંભી જાય છે તે છે મા.
- બાળપણમાં જેણે તને ગોદ આપી તેને તું દગો ના દેતો. - રમેશ જોશી
માં વિશે સુવિચાર, શાયરી, કહેવતો, કવિતા, પંક્તિ અને બે શબ્દો ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Mother Quotes, Suvichar, Shayari, Kahevat,
and Kavita in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
માં વિશે સુવિચાર, શાયરી, કહેવતો, કવિતા, પંક્તિ અને બે શબ્દો ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી માં વિશે સુવિચાર, શાયરી, કહેવતો,
કવિતા, પંક્તિ અને બે શબ્દો નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં માં વિશે સુવિચાર, શાયરી, કહેવતો, કવિતા, પંક્તિ અને બે
શબ્દો એટલે કે Mother Quotes, Suvichar, Shayari, Kahevat, and Kavita in
Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ
હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે
તમને અમારું કામ ગમ્યું હશે.
અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ
ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો
જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો
છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.