શું તમે ગુજરાતીમાં લોક કહેવતો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ લોક કહેવતો ગુજરાતીમાં રજુ કરી છે અને છેલ્લે Lok Kahevto Gujarati ની PDF પણ Download કરી શકશો.
લોક કહેવતો ગુજરાતી
લોક ગુજરાતીમાં કહેવતો
- છોરું કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય - સંતાન કદાચ માબાપ પ્રત્યેની પોતાની ફરજ ભૂલી જાય, પણ માબાપ ક્યરેય પોતાની ફરજ ભૂલતાં નથી.
- પારકી આશા સદા નિરાશા - પારકા ઉપર આધાર રાખનારને અંતે સહન જ કરવું પડે છે. કોઈ કામ અન્ય વ્યક્તિ કરી આપશે એવી આશા મોટેભાગે નિરાશા જ પ્રગટાવે છે.
- આપ સમાન બલ નહિ, મેઘ સમાન જલ નહિ - આવડત, પુરુષાર્થ, ખંત, ધીરજ, કુનેહ - જેવા ગુણો એ આપણું આપબળ છે. આપબળ દ્વારા દરેક કાર્ય સારી રીતે સંપન્ન કરી શકીએ પરંતુ જો અન્ય એ કાર્ય કરે તો એ કામ સારી રીતે પાર પડતું નથી.
- વાડ થઈને ચીભડાં ગળે - રક્ષક જ ભક્ષક બને.
- મોરનાં ઈંડાને ચીતરવાં ન પડે - હોશિયાર માતાપિતાના સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય.
- ઉતાવળે આંબા ન પાકે - ઉતાવળથી સારું કામ થાય નહિ.
- સંપ ત્યાં જંપ - સંપ રાખવાથી સુખ શાંતિ મળે.
- અધૂરો ઘડો છલકાય ઘણો - જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે.
- કૂવામાં હોય તો હવાડામાં આવે - મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વગર રહે નહિ. -
- સાપને ઘેર પરોણો સાપ - સમાન ગુણસ્વભાવ હોય તો એકબીજા સાથેના વ્યવહારમાં અનુકૂળતા રહે.
- ઝાઝા હાથ રળિયામણા - ઘણાં માણસો સાથે મળીને કામ કરે તો એ કામ ઝડપી અને સારું થાય.
- એક સાંધે ત્યાં તેર તૂટે - એક કામ કરવા જતાં બીજાં દસ કામ બગડે.
- પારકી મા જ કાન વીંધે - લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે.
- ગરજવાનને અક્કલ ન હોય - સ્વાર્થી માણસ પોતાનો સ્વાર્થ સાધવા સારાનરસાનો વિચાર ન કરે.
- નાચવું નહી ને આંગણું વાંકું - કામ ન આવડતુ હોય કે કામમાંથી છટકવું હોય ત્યારે બહાના કાઢવામાં આવે.
- ખાલી ચણો વાગે ઘણો - જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ (ડોળ) કરે.
- સાપ ગયાને લિસોટા રહ્યાં - સમય ગયો, પણ રૂઢિરિવાજ એમ જ રહ્યા.
- ઘ૨ ફૂટ્યું ઘર જાય - ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.
- ગજા વગરનું ગધેડું ને વીરમગામનું ભ! - તાકાત બદ્ધારનું કોઈ કામ કરવું.
- ધરમ કરતા ધાડ પડી - સારું કરવા જતાં નુકસાન થયું.
- નવી ગિલ્લી નવો દાવ - નિરાશા ખંખેરી ફરીથી ઉદ્યમ કરવા તૈયાર થવું./ નવી શરૂઆત કરવી.
- વાવે તેવું લણે - માણસ જેવું વાવે છે તેવું ફળ પ્રાપ્ત કરે છે.
- ઠગ વિદ્યા ઠાઠે નહિ - ડ્રગની વિદ્યા ટકે નહિ કે સફળ ન થાય.
- કરે તેવું પામે - માણસ જેવું કામ કરે છે તેવું ફળ મેળવે છે.
- બાડો ખોદે તે પડે - ખોટા કાર્યો કરનારને તેનું ખોટું ફળ બદારૂપે મળે છે,
- પાણીમાં રહેવું ને મગર સાથે વેર રાખવું - જેના હાથ નીચે રહેતા હોઈ તેની સાથે વેર બાંધવું ઠીક નહિ.
- ચમડી ટૂટે પણ દમડી ના છૂટે - અત્યંત લોભી હોય તેવી વ્યક્તિ પોતાને ગમે તેટલું નુક્સાન થાય તોપણ પૈસા ખર્ચવા તૈયાર થતી નથી.
- વખણાયેલી ખીચડી દાંતે વળગે - ઘણી વાર વખાણીએ તે જ વસ્તુ કે વ્યક્તિ ખરાબ નીવડે.
- મા તે મા બીજા વગડાના વા - માની સરખામણી અન્ય સાથે થઈ ન શકે.
- બોલે તેના બોર વેચાય - કહ્યા વિના કોઈ કામ થાય નહીં.
- મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે - વખત આવ્યે ખરેખર શું છે તેની ખબર પડી જવી.
- દશેરાએ ઘોડ નો દોડવું - ખરે સમયે ઉપયોગમાં ન લાગવું.
- ખાયા સો ખાયા, ખિલાયા સો પાયા - ખાધું તે ખાધું, ખવરાવ્યું તે પામ્યા - પ્રાપ્ત કર્યું (જાત ઉપયોગ ન કરતાં બીજાને ખવરાવીને રાજી થવા માટેનો બહુ સરળ પ્રયોગ.)
- પાકે ઘડે કાંઠા ન ચડે - જે કામ કરવાનું હોય એ યોગ્ય સમયે ન કરતાં સમય વીતી ગયા પછી કરવામાં આવે તો એ પ્રયત્ન વ્યર્થ નીવડે.
- જનસેવામાં જ પ્રભુસેવા - માનવીની સેવા એ જ સાચી પ્રભુભક્તિ
- દરદ કરતાં દવા વધુ અનિષ્ટ - રોગ કે પીડા કરતાં તેનું ઔષધિ કે તેનો ઉપચાર વધારે કષ્ટદાયક હોય,
- હૈયે તેવું હોઠે - મનમાં હોય તે બહાર આવવું.
- અન્ન અને દાંતને વેર - ખાવાના સાંસા હોવા.
- તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે ? - સંકટ આવી પડે ત્યારે ઉપાય શોધવાથી શું વળે ?
- ભસતાં કૂતરાં કરડે નહીં - જે કૂતરાં ભસતાં હોય તે કરડતા નથી.
- પિયરમાં પેઠેલી છોકરી ને ડુંગરે ચઢેલો ભીલ કદીય કોઈનું ન માને - પોતાના માતાપિતાને ત્યાં ગયેલી છોકરી સર્વરીતે સ્વતંત્ર વાતાવરણમાં વસે છે. કોઈની અયોગ્ય વાત સાંખી શકતી નથી. એવી જ રીતે ભીલને માટે ડુંગર
- પર રખડપટ્ટી કરવી રમત વાત હોય છે. તે ડુંગર પર ચઢે તો સંપૂર્ણ રીતે આઝાદ હોય તેમ વર્તે છે.
- ડુંગરા રૂઠયા ત્યાં શરણું કોનું શોધે ? - ડુંગરા રૂઠે, ઉજ્જડ થઈ જાય તો કોઈ પણ પ્રાણી, પશુ, પક્ષી, માનવો- બધાંને હાનિ પહોંચે. સૌ
- આભ ફાટયા પછી થીંગડાં કયાં છે ? - ચારે તરફથી આફતો આવી હોય ત્યારે તેને નિવારવાના ઉપાયો વ્યર્થ જ જાય છે. નિરાધાર થઈ જાય.
- ભાવતુ હતું ને વૈદ્યે કહ્યું - મનમાં ઈચ્છા હોય તેવું મળી જાય.
- સો આંધળામાં કાણો રાજા - સાવ ન હોય તેના કરતાં થોડું હોવુ પણ સારું
- અત્તરના છાટણા હોય, એના વારા ન હોય - જે તે ચીજ જરૂરી જેટલી જ વાપરવી
- વાઢ કાન ને આવ્ય સાન - અનુભવે બધું સમજાય.
- કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ - સાવ ઉજ્જડ, જ્યાં ઝાડપાન જોવા ન મળે.
- આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે - થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે.
વિરોધી અર્થ આપતી કહેવતો :
- ઉતાવળે આંબા ન પાકે - શ્વાસ લઈને સો ગાઉ જવાય.
- દુઃખનું ઓસડ દહાડા - દુઃખ અને દુશ્મન ઊગતા ડામવા.
- ઘીરજના ફળ મીઠાં - કલ કરો સો આજ કરો, આજ કરો સો અબ
- એક હાથે તાળી ના પડે - ઝાઝી સુયાણીએ વેતર વંઠે.
- નમે તે સૌને ગમે - નીચી બોરડી સૌ ખંખેરે.
- વસુ વિના નર પશુ - પૈસાને કૂતરાંય સૂઘતાં નથી.
- વાડ વિના વેલો ન ચડે - આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. -
- માગ્યા કરતાં મરવું ભલું - માગ્યા વિના મા પણ ન પીરસે
- હોય સાન તો જગમાં માન - સત્તા આગળ સાન નકામી.
- વિશ્વાસે વહાન્ન ચાલે - વિશ્વાસ સગા બાપનોય નહિ,
- ટીપે ટીપે સરોવર ભરાય - ટીપે ટીપે સરોવર ખાલી પણ થાય
- આશા અમર છે - પારકી આશા સદા નિરાશા.
- કડવું ઓસડ મા જ પાય - પારકી મા જ કાન વીંધે.
- ઝાઝી કીડીઓ સાપ તાણે - ઝાઝાં ગૂમડે ઝાઝી પીડા
- પારકે ભાણે મોટો લાડુ - પારકી આશા સદા નિરાશ
- જર ચાહ્ય સો કર - ધાર્યું ધણીનું થાય
- ચેતતો નર સદા સુખી - બહુ ડાયા બહુ ખરડાય
- ખાધું ખભે આવે - ભૂખ્યુ એને કાઈ ન દુખ્યું
- અણી ચૂકયો સો વર્ષ જીવે - દોરી સાહેબના હાથમાં
- ખુનનો બદલો ફાંસી - બદલો લેવો ઈશ્વરનું કામ
- ઓળખાણ મોટી ખાણ - ઓળખીતો સિપાઈ હેડમાં પૂરે
- અક્કર્મીનો પડિયો કાણો - ભાગ્યશાળીને ભૂત રળે
- બાપ એવા બેટા, વડ એવા ટેટા - દીવા નીચે અંધારુ
- દયા ધર્મનું મૂળ છે - દયા ડાકણને ખાય.
- હોય સાન તો જગમાં માન - સતા આગળ સાન નકામી
- રાખે શરમ એનું ફૂટે કરમ - જેણે મૂકી લાજુ એને નાનુ સરખું રાજ.
- બુદ્ધિ આગળ બળ પાણી ભરે - બળિયાના બે ભાગ, મારે તેની તલવાર.
- ઝાઝા હાથ રળિયામણા - ઝાઝા મળ્યા ને ખાવામાંથી ટળ્યાં, ઝાઝાં ગૂમડે ઝાઝી વેદના.
- ફરે તે ચરે બાંધ્યુ ભૂખે મરે - દેશ ફરો, પરદેશ ફરો ભાગ્ય વિનાનો કૂદકો ભરો.
લોક કહેવતો ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Lok Kahevto in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
લોક કહેવતો ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી લોક કહેવતોનો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં લોક કહેવતો એટલે કે Lok Kahevto in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે.
અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
Getting Info...