શું તમે ગુજરાતીમાં માતૃપ્રેમ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો માતૃપ્રેમ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Matruprem Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
માતૃપ્રેમ વિષય પર નિબંધ
અહીં ગુજરાતી માતૃપ્રેમ નિબંધ વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 200 શબ્દોમાં અને 350 શબ્દોમાં શબ્દોમાં છે.નીચે આપેલ માતૃપ્રેમ વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
માતૃપ્રેમ વિષે નિબંધ ગુજરાતીમાં
દરેક બાળક માટે, તેની માતા તેના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે તે પ્રથમ વ્યક્તિ છે જે બાળક તેના જન્મ પછી જુએ છે. આ જ કારણ છે કે બાળક અને માતા વચ્ચે ખાસ લાગણી હોય છે. પરંતુ બધા લોકો ઘણા કારણોસર તેમના જીવનમાં માતાનો પ્રેમ મેળવવા માટે એટલા ભાગ્યશાળી નથી હોતા. જેમની સાથે તેમની માતા હોય તેઓએ તેમને પ્રેમ અને આદર આપવો જોઈએ.
માતા એ બાળક માટે ભગવાનની સૌથી મોટી ભેટ છે. તે માતા છે જે તેના બાળકો પાસેથી બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના હંમેશા પ્રેમ કરે છે અને બધી વસ્તુ ભૂલી જાય છે. સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ સારી માતા હોય છે. એમ કહેવું ખોટું નહીં હોય, પરંતુ તેઓ માતા બને ત્યારે માતૃપ્રેમની શક્તિનો અહેસાસ થાય છે. માતા તેના બાળકને બચાવવા અને રક્ષણ કરવા માટે કંઈપણ કરી શકે છે, અને તે બાળકનો પહેલો આધાર છે. તે માત્ર નૈતિક રીતે બાળકને ટેકો આપે છે પરંતુ તેના બાળકને જીવનમાં વધુ સારી વ્યક્તિ બનવા માટે પણ તૈયાર કરે છે.
માતા માત્ર એક શબ્દ નથી, તે આપણા માટે વિશ્વ છે. કારણ કે, માતા બનવું સરળ નથી. માતા બાળકના જન્મ પહેલા 9 મહિના સુધી બાળકને પોતાના ગર્ભમાં રાખે છે અને આટલી પીડા પછી તે બાળકને જન્મ આપે છે. આપણે કહી શકીએ કે જ્યારે માતા બાળકને જન્મ આપે છે ત્યારે તે પોતે પણ બીજો જન્મ લે છે. કારણ કે, બાળકના જન્મ સમયે થતી પીડા મૃત્યુની નજીક હોય છે. પરંતુ માતા હજી પણ તેજસ્વી સ્મિત સાથે તે પીડાદાયક પરિસ્થિતિમાંથી બચી જાય છે. તે આપણા જીવનની એકમાત્ર ક્ષણ છે જ્યારે આપણે રડીએ છીએ અને આપણી માતા આપણને જોઈને સ્મિત કરે છે. એમાં કોઈ શંકા નથી કે માતા જ સાચી યોદ્ધા છે. તે આપણા માટે ઘણું બલિદાન આપે છે.

માં ફક્ત આપણી જાતને ખુશ કરવા માટે આપણા માટે બધું જ કરે છે. તેના પ્રેમની કોઈ સીમા નથી. તે હંમેશા અમને બિનશરતી પ્રેમ કરે છે. તેણીએ બદલામાં ક્યારેય પાસું કર્યું નથી. તે આપણા જીવનની દરેક પરિસ્થિતિમાં અમને સાથ આપે છે. જીવનમાં ભલે આપણે પરિપક્વ અને જવાબદાર બનીએ છીએ છતાં તેની નજરમાં આપણે બાળકો છીએ. તે હંમેશા અમને એ જ રીતે પ્રેમ કરે છે.
એક માતા તેના બાળકના જીવનમાં તેના બાળકના પ્રથમ મિત્ર બનવાથી લઈને એક માર્ગદર્શક સુધીની ઘણી ભૂમિકાઓ ભજવે છે જે તેને/તેણીને હંમેશા સારું માર્ગદર્શન આપે છે, અને તે આ બધી ભૂમિકાઓ ફરિયાદ કે સંકોચ કર્યા વિના સમર્પિતપણે ભજવે છે.

Matruprem Essay in Gujarati
માતૃપ્રેમ નિબંધ - 200 શબ્દો
- પ્રસ્તાવના
- માતા અને બાળક
- મહાપુરુષોની માતા
- સંસ્કાર ઘડતર
- પ્રાણીઓમાં માતૃપ્રેમ
- માતૃપ્રેમની શ્રેષ્ઠતા
- ઉપસંહાર
વેદમંત્રોમાં માતા, પિતા, ગુરુ અને અતિથિને દેવ ગણવામાં આવ્યાં છે. એમાં પણ સૌપ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવ્યો છે. તેને અનુસરીને આજે પણ આપણે ‘માતૃદ્ધેવો ભવ' એ સૂત્રને ભૂલી શકતા નથી. આ સંસારમાં આપણાં સો સગાં હશે, પણ એમાંનું એક પણ સગું માતાની તોલે આવી શકે નહિ .
માતા અનેક કષ્ટો વેઠીને બાળકને જન્મ આપે છે. ત્યારપછી એથીય અનેક ગણાં વધુ કષ્ટો વેઠીને તેને ઉછેરે છે. માતા પોતાના બાળકની સતત કાળજી રાખે છે. બાળક પથારી ભીની કરે છે ત્યારે તેને સૂકામાં સુવડાવે છે અને પોતે ભીનામાં સૂઈ રહે છે. આમ, મા બાળકના જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે. બાળકના અભ્યાસમાં મા જ સૌથી વધારે ધ્યાન આપે છે. બાળક માંદું થાય ત્યારે મા ઉજાગરા વેઠીને તેની સેવાચાકરી કરે છે. બાળક મોટું અને સમજણું થાય તોપણ એને રેઢું મૂકતાં માનો જીવ ચાલતો નથી.
મા બાળકને બગીચામાં ફરવા લઈ જાય છે; મંદિરે દર્શન કરવા લઈ જાય છે અને પિયરમાં જાય, ત્યારે પણ બાળકને પોતાની સાથે જ લઈ જાય છે. વળી, મા બાળકને રામાયણ - મહાભારતની, રાજારાણીની, પરીઓની અને પશુપક્ષીઓની વાર્તાઓ કહે છે. આમ, બાળકને માટે માતા કેવળ જન્મદાત્રી જ નથી; પરંતુ સંસ્કારોનું સિંચન કરનાર શિક્ષક પણ છે. આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે. વનરાજને ગુણસુંદરીએ, શિવાજીને જીજાબાઈએ અને ગાંધીજીને પૂતળીબાઈએ યોગ્ય સંસ્કારો આપીને તેમનું જીવન ઉન્નત બનાવ્યું હતું.
માતાને એક સંતાન હોય કે આઠ, પરંતુ માનો પ્રેમ બધાં માટે સરખો જ રહે છે. વળી, બાળક અંધ - અપંગ હોય, કે બહેરું - મૂંગું હોય, મંદબુદ્ધિનું હોય કે તેજસ્વી હોય, પરંતુ માતાના પ્રેમમાં કંઈ જ ફરક પડતો નથી. વળી, માતૃપ્રેમ માત્ર મનુષ્યજાતિમાં જ જોવા મળે છે એવું નથી. પક્ષીઓ અને પ્રાણીઓ પણ પોતાનાં બચ્ચાંને ચાહે છે. ગાય એનાં વાછરડાંને પોતાના જીવની જેમ જાળવે છે. વાંદરી પોતાના બચ્ચાને શરીરે વળગાડીને જ ફરે છે. પક્ષીઓ ચણ લાવીને પોતાનાં બચ્ચાંની ચાંચમાં મૂકીને ખવડાવે છે. આથી જ બોટાદકરે ગાયું છે કે,
ઘરમાં મા ન હોય તો બાળકને પણ ઘરમાં રહેવું ગમતું નથી. બાપનું અવસાન થાય તો માતા પોતાના પેટે પાટા બાંધીને પણ બાળકને ઉછેરે છે અને તેનું સારી રીતે જતન, ઘડતર કરે છે. જ્યારે માતાનું અવસાન થતાં બાળક સાવ નિરાધાર થઈ જાય છે. આવા સમયે બાપ પોતાના બાળકને માની જેમ પ્રેમ આપીને તેનું ઘડતર કરી શકતો નથી. આથી જ એમ કહેવાય છે કે, ‘ધોડે ચડનાર બાપ મરજો, પણ દળણાં દળનાર મા ન મરજો' .પ્રેમાનંદે ગાયું છે કે "ગૉળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર."
અનેક કષ્ટો વેઠીને બાળકના જીવનનું ઘડતર કરનાર માને પોતાના બાળક પાસેથી કોઈ અપેક્ષા હોતી નથી. તેને તો એક જ ઇચ્છા હોય છે : ‘મારું બાળક સુખી થાય. 'આવી માને ઘડપણમાં જ્યારે પુત્ર તરફથી માનને બદલે અપમાન અને પ્રેમને બદલે તિરસ્કાર મળે છે ત્યારે તેનું હૈયું કેવી વેદના અનુભવતું હશે ? માનું ઋણ આપણે ક્યારેય ભરપાઈ કરી શકીએ તેમ નથી . આથી જ કવિ મલબારીએ ગાયું છે :
ખરેખર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે :
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

"જનનીની જોડ સખી, નહિ જડે રે લોલ"

"અર્પી દઉં સો જનમ એવડું મા તુજ લહેણું.''
ખરેખર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે :
માતૃપ્રેમ નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Matruprem Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
માતૃપ્રેમ નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી માતૃપ્રેમ નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં માતૃપ્રેમ વિશે નિબંધ એટલે કે Matruprem Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.