પરિશ્રમ એ જ પારસમણિ / જીવનમાં શ્રમનું મહત્તવ નિબંધ |
- પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ,
- પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ ગુજરાતી,
- પરિશ્રમ એ જ પારસમણિ વિશે નિબંધ,
- જીવનમાં શ્રમનું મહત્તવ
- જીવનમાં શ્રમનું મહત્તવ વિશે નિબંધ ગુજરાતીમાં,
- Prishram Ej Parasmani Nibandh Gujarati
- Prishram Ej Parasmani Essay in Gujarati
નીચે આપેલ એક કરમાયેલા ફૂલની આત્મકથા વિશે ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
પરિશ્રમ એ જ પારસમણિ / જીવનમાં શ્રમનું મહત્તવ નિબંધ :
- પ્રસ્તાવના
- પરિશ્રમ
- મજૂરી નહીં જાતમહેનત
- જીવનમાં શ્રમનું મહત્તવ
- શરીર અને શ્રમ
- ઉપસંહાર
શ્રમ એ સફળતાની ચાવી છે. જીવનમાં ડગલે ને પગલે શ્રમના ગૌરવનાં દર્શન થાય છે.
જગતના તમામ ધર્મોએ શ્રમનો ઉપદેશ આપ્યો છે. બાઇબલ કહે છે : " તું તારો
પસીનો રેડીને તારી રોટી ખાજે. " કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના રોજી મેળવી સમાજ
માટે બોજારૂપ બનનાર માનવીને ગીતામાં ‘ ચોર ' કહ્યો છે.
પરિશ્રમનો અર્થ મજૂરી કે વૈતરું નહીં, પરંતુ જાતમહેનત છે. માણસે જીવનમાં
એશઆરામને મર્યાદિત સ્થાન આપી પોતાનાં શક્ય એટલાં કાર્યો જાતે કરવાં જોઈએ. કોઈ
પણ પ્રકારના કામ પ્રત્યે શરમ, ઉપેક્ષા કે ઘૃણાની દૃષ્ટિએ ન જોવામાં શ્રમની
ખુમારી રહેલી છે. કમનસીબે આપણો શિક્ષિત સમાજ શ્રમથી દૂર ભાગતો જાય છે. લોકો
કડિયા, સુથાર, દરજી કે ખેડૂત જેવા શ્રમજીવીઓ પ્રત્યે ઘૃણાની નજરે જોવા લાગ્યા
છે. ઑફિસોમાં કારકુનો અને અન્ય અધિકારીઓ ખુરશીમાં બેઠા બેઠા મોટા ભાગનાં કાર્યો
બીજા પાસે કરાવવામાં પોતાની મહત્તા માને છે. શ્રીમંતો તો બધું કામ નોકરો મારફત
કરાવવામાં ગૌરવ અને આનંદ અનુભવે છે. શારીરિક શ્રમ પ્રત્યેની આ સૂગ આપણા દેશનું
એક વ્યાપક દૂષણ છે.
ધર્મોમાં શ્રમને તપ ગણવામાં આવ્યું છે. જગતના મહાપુરુષોની મહત્તાનાં મૂળ
શ્રમમાં રહેલાં છે. આપણા રાષ્ટ્રપિતાનું જીવન શ્રમના મહાકાવ્ય જેવું હતું .
તેમના આશ્રમમાં સૌને જાતે કામ કરવું પડતું. " આરામ હરામ હૈ " નું સૂત્ર આપનાર
નેહરુજી શ્રમના અનન્ય ઉપાસક હતા. પશ્ચિમના દેશોમાં ભણેલાઓ કે શ્રીમંતો પોતાનાં
કામ જાતે કરતાં શરમાતા નથી. જાપાન અને જર્મની જેવા દેશોની પ્રજાએ શ્રમ અને
સ્વાશ્રયથી થોડાં જ વર્ષોમાં અદ્ભુત પ્રગતિ સાધી છે.
શ્રમથી મનુષ્યનું શરીર ઘડાય છે અને મન પ્રફુલ્લિત રહે છે. શ્રમથી વ્યવસ્થાશક્તિ
ખીલે છે અને મનોબળ દૃઢ બને છે. શ્રમ કરનાર માણસ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક અને
સમયસર કરી શકે છે. એને કદી " પારકી આશ સદા નિરાશ '' નો કડવો અનુભવ થતો નથી.
વળી, શ્રમથી પ્રાપ્ત કરેલી વસ્તુ વધુ પ્રિય લાગે છે. જાતે શ્રમ કરવાથી માણસ
કરકસર કરી શકે છે અને બહોળો અનુભવ મેળવે છે. શ્રમ કરનાર માણસનું ઘરમાં,
કુટુંબમાં અને સમાજમાં ઊંચું મૂલ્ય અંકાય છે. " જેણે કામ કર્યું , તેણે કામણ
કર્યું. " એ કહેવત કેટલી સાચી છે. સખત પરિશ્રમ કરનાર માનવી જ ઉજ્વળ અને નિશ્ચિત
ભાવિનું ઘડતર કરી શકે છે . જે દેશના લોકો પરિશ્રમનું ગૌરવ કરે છે, તે દેશ જ
ઝડપી પ્રગતિ સાધી શકે છે. પરિશ્રમરૂપી પારસમણિ દુ:ખને સુખમાં, નિરાશાને આશામાં
અને નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખે છે. પ્રચંડ પરિશ્રમ અને પ્રબળ પુરુષાર્થના
બળે જ મનુષ્ય વિકાસની પરિસીમાએ પહોંચી શક્યો છે.
ધીમે ધીમે ભારતના લોકોને શ્રમનું મહત્વ સમજાવા લાગ્યું છે . આપણા નેતાઓ અને
મહાપુરુષો શ્રમ ઉપર ભાર મૂકે છે. આપણી હાલની શિક્ષણપદ્ધતિમાં પણ શ્રમ પર ભાર
મૂકવાના પ્રયાસો થઈ રહ્યા છે. એક કવિએ ખરું જ ગાયું છે, " સિદ્ધિ તેને જઈ વરે
જે પરસેવે ન્હાય. " ખરેખર, નૂતન ભારતનું નિર્માણ શ્રમના સાધકો દ્વારા જ થઈ
શકશે.
નીચે આપેલ પરિશ્રમ એ જ પારસમણિ વિશે ગુજરાતીમાં 150 શબ્દોમાં નિબંધ ધોરણ 6, 7 અને 8 માટે ઉપયોગી થશે.
શ્રમનું ગૌરવ / પરિશ્રમ એ જ પારસમિણ નિબંધ : ધોરણ 6 થી 10
- પ્રસ્તાવના
- શ્રમના પ્રકાર
- શ્રમ પ્રત્યે લોકોનું વલણ
- શ્રમના લાભ
- નિષ્ફળતા વખતે પણ શ્રમ જરૂરી
- શિક્ષિત સમાજનું વલણ
- ઉપસંહાર
પુરુષાર્થ રેતીના કણને પર્વત અને બિંદુને નદી બનાવી શકે છે. –
કોન્ફ્યુશિયસ
માનવીને જીવનમાં સફળતા અપાવનાર કોઈ ચાવી હોય તો તે શ્રમ છે. શ્રમની ચાવી વડે
ખૂલી ન શકે એવું તાળું ભાગ્યે જ જોવા મળશે.
જીવનના દરેક ક્ષેત્રમાં શ્રમનું ઘણું મહત્ત્વ છે. શ્રમના બે પ્રકાર છેઃ શારીરિક
અને માનસિક. મજૂર, કડિયા , સુથાર , લુહાર, ખેડૂત વગેરે શારીરિક શ્રમ કરે છે.
વિદ્યાર્થીઓ, શિક્ષકો, દાક્તરો, વકીલો વગેરે માનસિક શ્રમ કરે છે.
કેટલાક લોકો શ્રમથી દૂર નથી દર ભાગે છે. તેઓ શ્રમ કર્યા વિના સિદ્ધિ મેળવવા
ઇચ્છે છે. કેટલાક લોકો અમુક પ્રકારનું કામ મળે તો જ કામ કરવા તૈયાર થાય છે.
તેથી તેઓ જિંદગીનાં મહામૂલાં વર્ષો આળસમાં અને ભટકવામાં ગાળે છે.
શ્રમ વિના સિદ્ધિ નથી. વિદ્યાર્થીના જીવનનો યશ તેના શ્રમમાં રહેલો છે. શ્રમ
જેવો કોઈ મિત્ર નથી. કોઈ પણ વ્યક્તિ શ્રમ વડે પોતાના જીવનને ઉન્નત બનાવી શકે
શ્રમ કરનાર વ્યક્તિ પોતાના કુટુંબને પણ સુખી કરે છે. દરેક વ્યક્તિએ પોતાને
અનુકૂળ હોય તેવો શારીરિક કે માનસિક શ્રમ કરવો જોઈએ. વૃદ્ધો ધાર્મિક પુસ્તકોનું
વાંચન, મનન અને ધર્મધ્યાન જેવી પ્રવૃત્તિઓથી પોતાનું જીવન ઉન્નત બનાવી શકે
છે.
કેટલીક વખત મહેનત કરવા છતાં આપણને નિષ્ફળતા સાંપડે છે. તેનું કારણ આપણી
મહેનતમાં રહેલી કચાશ હોઈ શકે છે. આવા પ્રસંગે આપણે કરોળિયાનું ઉદાહરણ નજર સમક્ષ
રાખીને પરિશ્રમ કરવો જોઈએ . આપણી ચાશ શોધીને તેને કરવી જોઈએ . ત્યારપછી આપણને
સફળતા મળ્યા વિના રહેશે નહીં . એક કવિએ ખરું જ કહ્યું છે -
" મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કંઈક જિંદગીમાં. "
કમનસીબે આજનો શિક્ષિત સમાજ શ્રમથી દૂર ભાગતો જાય છે. લોકો કડિયા, સુથાર, લુહાર, દરજી અને મજૂરને ઘૃણાની નજરે જુએ છે. શારીરિક શ્રમને તેઓ વૈતરું સમજે છે. આપણે શ્રમનું ગૌરવ કરવું જોઈએ.
પરિશ્રમ એ જ પારસમણિ છે. પરિશ્રમથી મનુષ્યનું તન અને મન ઘડાય છે. તેનું શરીર
સ્ફૂર્તિવાળું અને મન પ્રફુલ્લિત રહે છે . પરિશ્રમ કરનાર પારકી આશા રાખતો નથી
એટલે તેને નિરાશ થવાનો વખત આવતો નથી.
એક કવિએ સાચું જ કહ્યું છે કે - " કામ કરે એ જીતે રે મનવા, કામ કરે એ જીતે. "
નીચે આપેલ પરિશ્રમ એ જ પારસમણિ વિશે ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 3, 4 અને 5 માટે ઉપયોગી થશે.
પરિશ્રમ એ જ પારસમિણ નિબંધ : ધોરણ 3 થી 5
પરિશ્રમ એ જ પારસમિણ કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે પરિશ્રમ કરવો જરૂરી છે.
કેટલાક લોકો નસીબને ભરોસે બેસી રહે છે. નસીબને ભરોસે બેસી રહેનારને જીવનમાં કદી
સફળતા મળતી નથી. જંગલના રાજા ગણાતા સિંહને પણ પોતાનો ખોરાક મેળવવા માટે જાતે
શિકાર કરવા જવું પડે છે. કોઈ પણ પશુ પોતાની મેળે તેના મોમાં આવીને પડતું
નથી.
વિદ્યાર્થી નસીબને ભરોસે બેસી રહે અને અભ્યાસ ન કરે તો તે નાપાસ જ થાય. વેપારી દુકાને ન જાય અને ઘેર જ બેસી રહે તો એનો વેપાર જ ન ચાલે. સુથાર સુથારીકામ ન કરે તો તેને કંઈ ન મળે. ખેડૂત ખેતરમાં જઈને કામ ન કરે તો અનાજ ન પાકે. મજૂર મજૂરી ન કરે તો તેને કોઈ મહેનતાણું ન આપે. એટલે જ કહેવાય છે કે ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે.
વિદ્યાર્થી નસીબને ભરોસે બેસી રહે અને અભ્યાસ ન કરે તો તે નાપાસ જ થાય. વેપારી દુકાને ન જાય અને ઘેર જ બેસી રહે તો એનો વેપાર જ ન ચાલે. સુથાર સુથારીકામ ન કરે તો તેને કંઈ ન મળે. ખેડૂત ખેતરમાં જઈને કામ ન કરે તો અનાજ ન પાકે. મજૂર મજૂરી ન કરે તો તેને કોઈ મહેનતાણું ન આપે. એટલે જ કહેવાય છે કે ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે.
જે વ્યક્તિ પરિશ્રમ કરે છે તેને તેના જીવનમાં અવશ્ય સફળતા મળે છે. મહેનત કરનારી
વ્યક્તિને નસીબ પણ યારી આપે છે. ક્યારેક મહેનત કરવા છતાં આપણને ધારી સફળતા મળતી
નથી. તેનું કારણ આપણી મહેનતમાં રહેલી કચાશ હોઈ શકે. તેવે વખતે આપણે આપણામાં
રહેલી કચાશ શોધી કાઢવી જોઈએ અને કરી ઉત્સાહથી બેવડો પ્રયત્ન કરવો જોઈએ. ઉદ્યમી
કરોળિયાનું ઉદાહરણ આપણે આપણી નજર સામે રાખવું જોઈએ. આપણે સતત પરિશ્રમ કરતા
રહીશું તો આપણને સફળતા અવશ્ય મળશે.
પરિશ્રમ કરવાથી જ ભાગ્ય ખૂલે છે. તેથી પરિશ્રમ એ જ પારસમણિ છે.