એક ફૂલની આત્મકથા ગુજરાતી નિબંધ | એક કરમાયેલા ફૂલની આત્મકથા નિબંધ

એક ફૂલની આત્મકથા ગુજરાતી નિબંધ | એક કરમાયેલા ફૂલની આત્મકથા નિબંધ
એક ફૂલની આત્મકથા ગુજરાતી નિબંધ

અમે આ આર્ટીકલમાં એક ફૂલની આત્મકથા અને એક કરમાયેલા ફૂલની આત્મકથા વિશે એક સરસ ગુજરાતીમાં  નિબંધ પ્રસ્તુત કર્યો છે જે તમને ગમશે.
  • એક ફૂલની આત્મકથા,
  • એક કરમાયેલા ફૂલની આત્મકથા,
  • એક કરમાયેલા ફૂલની આત્મકથા નિબંધ,
  • એક ફૂલની આત્મકથા નિબંધ ગુજરાતી,
  • એક ફૂલની આત્મકથા વિશે નિબંધ,
  • એક કરમાયેલા ફૂલની આત્મકથા નિબંધ ગુજરાતી,
  • એક કરમાયેલા ફૂલની આત્મકથા વિષે નિબંધ ગુજરાતી,
  • Ek Phool ni Atamkatha Nibandh Gujarati
  • Ek Phool ni Atamkatha Essay in Gujarati

નીચે આપેલ એક કરમાયેલા ફૂલની આત્મકથા વિશે ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.

એક કરમાયેલા ફૂલની આત્મકથા :

એક કરમાયેલા ફૂલની આત્મકથા મુદ્દાઓ, 
  1. પ્રસ્તાવના 
  2. જન્મ અને પ્રારંભિક જીવન 
  3. જીવન સંઘર્ષ 
  4. જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ
  5. અંતિમ અભિલાષા 
છાતી કાઢીને , આકાશ તરફ જોઈને ચાલવાને બદલે જરા ધરતીની ધૂળ તરફ પણ નજર નાખો. જુઓ ! તમે કચડો છો મને ! મારી વેદનાના સ્વરો તરફ તમે ધ્યાન પણ આપ્યું નહિ ! હા, એ તરફ તમારું ધ્યાન કેવી રીતે જઈ શકે ? હું તો નકામું ગણી, ફેંકી દેવાયેલું એક કરમાયેલું ફૂલ છું. થોડી વારમાં તો હું માટીમાં મળી ગયું હોઈશ !

તમે ક્યાંક જવાની ઉતાવળમાં હશો, પણ જતાં પહેલાં મારી વાત જરા સાંભળતા જાઓ. ત્રણ દિવસ પહેલાં જ એક છોડની ટોચે ઊગેલી કળીના રૂપમાં મારો જન્મ થયો હતો. મારી સાથે બીજી અનેક કળીઓ પણ એ છોડ પર ઊગી હતી. એ સમયે આખા બગીચામાં સુગંધનું સામ્રાજ્ય છવાયું હતું. ભમરાનું એક ઝુંડ મધુર સ્વરે ગુંજારવ કરતું કરતું ચારે તરફ ઘૂમી રહ્યું હતું. પવનની મંદ મંદ શીતળ લહેરોથી હું આમતેમ ડોલી રહ્યું હતું. ઊગતા સૂર્યનાં સોનેરી કિરણો મારામાં નવી ચેતનાનો સંચાર કરી રહ્યાં હતાં. બગીચાના એક વૃક્ષની ડાળી પર બેઠેલી બુલબુલ મધુર ગીતો ગાઈ રહી હતી. હું આસમાન સાથે વાતો કરતું હતું.

ધીરે ધીરે મારી પાંખડીઓ ખીલવા લાગી અને જોતજોતામાં હું એક સુંદર પુષ્પ બની ગયું. મારા મધુર સ્મિતથી આકર્ષાયેલાં પતંગિયાં આનંદવિભોર બનીને મારી આસપાસ ઘૂમવા લાગ્યાં. ભમરા પણ મારી આસપાસ ગુંજારવ કરવા લાગ્યા.

વહેલી સવારે ફરવા નીકળેલા લોકો અમારા સામે તરસી નજરે જોવા લાગ્યા, પણ માળીની હાજરીને કારણે અમને સ્પર્શવાની તેમનામાં હિંમત ન હતી.

શીતળ હવાની લહેરોમાં ઝૂમતાં ઝૂમતાં હું ચારે તરફ મારી સુગંધ ફેલાવી રહ્યું હતું . એટલામાં માળી મારી પાસે આવ્યો. તેનો નિર્દય ચહેરો જોઈને મને ધ્રુજારી આવી ગઈ. પણ શું કરું ? હું લાચાર હતું. તેણે અમારી આજીજીઓ પર ધ્યાન આપ્યા વિના ડાળીઓ પરથી તોડીને અમને એક છાબડીમાં એકઠાં કર્યાં. આટલેથી જ અમારી યાતનાઓનો અંત આવ્યો નહિ. એ માળીએ એક અણીદાર સોય વડે અમારાં હ્રદયવીંધી અમને દોરામાં પરોવી દીધાં. એ વખતે અસહ્ય વેદનાને લીધે મને મૂર્છા આવી ગઈ. જ્યારે ભાન આવ્યું ત્યારે મેં જોયું તો એક સુંદર હારમાં મારી શોભા અનેક ગણી વધી ગઈ હતી.

હારમાં સ્થાન મળવાથી મને ખૂબ આનંદ થયો. એક સભામાં પ્રમુખસ્થાન શોભાવવા માટે પધારેલા નેતાજીને એ હાર પહેરાવવામાં આવ્યો. એમણે તરત જ ગળામાંથી હાર ઉતારીને પોતાની સાથે આવેલા પટાવાળાને સોંપી દીધો. પટાવાળાએ એ હાર બાજુ પર મૂક્યો. અંતે એ હાર એક છોકરાએ ત્યાંથી ઉપાડી લીધો. સમય જતાં હારમાં ગૂંથેલાં લગભગ બધાં ફૂલો કરમાવા લાગ્યાં. સદ્નસીબે હું હજુ થોડું તાજું રહ્યું હતું. પેલા છોકરાએ હળવેકથી મને હારમાંથી અલગ કર્યું અને હારને કચરાપેટીમાં નાખી દીધો. થોડી વાર સુધી છોકરો મને સૂંઘતો રહ્યો. છેવટે તેણે પણ મને જમીન પર ફેંકી દીધું. ધીમે ધીમે હું કરમાવા લાગ્યું. થોડી વાર પહેલાં જે લોકો મને અહોભાવથી જોઈ રહ્યા હતા, એ જ લોકો હવે મને પગ નીચે કચડીને જઈ રહ્યા છે !

મેં મારા અલ્પકાળમાં જીવનનાં અનેક રૂપો જોયાં છે. મને લાગે છે કે જીવનમાં ભલે સંઘર્ષ આવે એવી સ્થિતિમાં પણ વ્યક્તિએ શાંત અને સ્વસ્થ રહેવું જોઈએ. સુખ અને દુઃખ તો આવતાં - જતાં રહેવાનાં જ.

મને બિલકુલ અસોસ નથી. ઊગે તે આથમે એવા તત્ત્વજ્ઞાનમાં મને રસ નથી. મારું લક્ષ્ય હતું – પૂર્ણપણે વિકસવું . એ સિદ્ધ કરીને આનંદની પ્રાપ્તિ મેં માણી લીધી. રૂપ - રંગ બીજાને માટે ધરી દીધાં.

મારા જીવનની સાર્થકતા જ અન્યના જીવનને પણ ધન્યતા આપી રહેશે.

નીચે આપેલ એક કરમાયેલા ફૂલની આત્મકથા વિશે ગુજરાતીમાં 150  શબ્દોમાં નિબંધ ધોરણ 6, 7 અને 8 માટે ઉપયોગી થશે.

એક ફૂલની આત્મકથા નિબંધ : ધોરણ 6 થી 8

  1. પ્રસ્તાવના 
  2. જન્મ 
  3. જીવન સંઘર્ષ 
  4. જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ
  5. અંતિમ અભિલાષા
  6. ઉપસંહાર
' ઊગે તે આથમે , ખીલે તે કરમાય. ’

હું ગુલાબનું ફૂલ છું. મારો જન્મ ગાંધીનગરમાં ‘ રોઝગાર્ડન’માં એક ગુલાબના છોડ પર થયો હતો. એ બગીચામાં મારા જેવાં બીજાં અનેક ફૂલો હતાં. અમે શરૂઆતમાં કળીના રૂપમાં હતાં. જ્યારે અમે ખીલ્યાં ત્યારે એમ લાગ્યું કે જાણે આખો બગીચો અમારી સાથે ખીલી ઊઠ્યો. અમારાં બધાંની મહેક ચારે બાજુએ પ્રસરવા લાગી. બગીચામાં ફરવા આવતા લોકો અમારાં રૂપરંગ અને મહેકથી પ્રસન્ન થતા. પતંગિયાં અને ભમરા અમારા રૂપરંગ અને સુગંધથી આકર્ષાઈને અમારી ઉપર ઊડ્યા કરતાં. કેટલીક બાળાઓ તો અમને ચૂંટી લેવા લલચાતી હતી પણ માળીની કડક દેખરેખને લીધે તેઓ તેમ કરી શકતી નહિ.

જે માળી અમારું રક્ષણ કરતો હતો તેણે જ નિર્દય થઈને એક દિવસ અમને છોડ પરથી ચૂંટી લીધાં અને એક વેપારીને વેચી દીધાં, વેપારી અમને બજારમાં લઈ ગયો. તેને એક વરરાજા માટે ફૂલોનો હાર બનાવવાનો હતો. તેણે અમને સૌને એક દોરામાં ગૂંથીને વરરાજા માટે ફ્લોનો સુંદર હાર બનાવ્યો.

પછી અમે વરરાજાના ગળાની શોભા બની ગયાં. વરરાજાને એક ખુલ્લી બગીમાં બેસાડીને વરઘોડો કાઢવામાં આવ્યો. સુંદર પોશાકમાં સજ્જ થયેલા જુવાનિયાઓ બૅન્ડના મધુર ધ્વનિના તાલે નાચતા હતા. વરરાજાના ફોટા પાડવામાં આવ્યા. અવારનવાર કૅમેરાનો ઝબકારો જોવાની અમને મજા આવી ગઈ. વરઘોડામાં આવેલા તમામ લોકો ટીકીટીકીને અમને જ જોઈ રહ્યા હતા. અમારા આનંદનો પાર ન હતો.

લગ્નવિધિ પૂરી થઈ. વરરાજા ઘેર આવ્યા. તેમણે ફૂલોનો હાર ગળામાંથી કાઢી એક ખીંટી પર લટકાવી દીધો. તેમની નાની બહેને મને ફૂલોના હારમાંથી કાઢી લીધું અને તેના માથાના વાળમાં ખોસી દીધું . એ છોકરી મારી સુંદરતા અને સુગંધથી રાજી રાજી થઈ ગઈ હતી. તે થોડી થોડી વારે મને તેના વાળમાં સરખું કરતી હતી. મને તેની સાથે રહેવાની ઘણી મજા પડી. મારા પાલક પિતા માળીએ મને બગીચામાંથી દૂર કર્યું, પણ ત્યારપછીની મારી જિંદગી આનંદ અને ઉલ્લાસમાં પસાર થઈ.

રાત પડી ત્યારે વરરાજાની બહેન ઊંઘી ગઈ. હું તેના વાળમાંથી છૂટું પડી ગયું અને ધીરે ધીરે કરમાવા લાગ્યું. મારી સુગંધ પણ ઓછી થતી ગઈ.

સવાર પડી. એક નોકર ઘરની સફાઈ કરવા લાગ્યો. તેણે મને કરમાયેલી સ્થિતિમાં જોયું એટલે ઉપાડીને કચરાપેટીમાં નાખી દીધું. બસ, ત્યારથી હું અહીં કચરાના ઢગલામાં પડ્યું રહીને મારા અંતિમ ક્ષણની રાહ જોઉં છું.

નીચે આપેલ એક કરમાયેલા ફૂલની આત્મકથા વિશે ગુજરાતીમાં 150  શબ્દોમાં નિબંધ ધોરણ 3 થી 5 માટે ઉપયોગી થશે.

એક ફૂલની આત્મકથા નિબંધ : ધોરણ 3 થી 5 

એક ફૂલની આત્મકથા મારો જન્મ એક બગીચામાં થયો હતો. ત્યાં મારી સાથે મારા અ સાથીઓ હતા. બધાંનાં અલગ - અલગ રૂપરંગ હતાં. પ્રથમ કળીના રૂપમાં મારું હતું. જન્મ થયો હતો. જ્યારે મારો વિકાસ થયો ત્યારે લોકો મને તરીકે ઓળખવા લાગ્યા. પવનની લહેર આવતી ત્યારે ડાળીની સાથે હીંચકા ખાવાનું મને બહુ ગમતું . અમારે લીધે બાગની શોભા ઘણી વધી ગઇ હતી . બાગમાં ફરવા આવતા લોકો મારાં રૂપરંગ અને સુગંધથી આકર્ષાતા . કેટલાક લોકો મને ચૂંટી લેવા તલપાપડ થતા , પણ માળીના ડરને લીધે કોઈ ચૂંટવાની હિંમત કરતું નહિ.

એક સવારે માળીએ જ મને અને મારા સાથીઓને ચૂંટીને એક વેપારીને વેચી દીધાં. વેપારી અમને બજારમાં લઈ ગયો. એવામાં એક ભાઈ આવ્યા. તે બીજાં ફૂલો સાથે મને પણ ખરીદીને લઈ ગયા. એક સમારંભમાં શાળાની બાળાએ મારા વડે મહેમાનનું સ્વાગત કર્યું. તેથી મને આનંદ થયો.

મને એક બાળાના હાથમાં મૂકીને મહેમાનશ્રી વિદાય થયા. બાળા મને જોઈને ખુશ થઈ ગઈ. તેણે મને તેના વાળમાં ખોસી દીધું. મને ઘણો આનંદ થયો. પણ મારો આનંદ લાંબો સમય ટક્યો નહિ. ધીરે ધીરે મારી પાંખડીઓ કરમાવા લાગી. મારું રૂપ ઓસરવા લાગ્યું. મારી સુવાસ પણ ઘટવા લાગી. રાતે તે બાળાએ મને તેના વાળમાંથી કાઢીને કચરાપેટીમાં ફેંકી દીધું.

મારી ભવ્યતા તો મેં ગુમાવી દીધી છે. પણ એનાં મીઠાં સંભારણાં મને સુખ આપી રહ્યાં છે. ફરી હું માટીમાં મળી જઈશ ને માટીમાંથી વળી ક્યારેક ફૂલ બનીશ.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.