નિપાત ગુજરાતી વ્યાકરણ | Nipat Gujarati Vyakaran [PDF]








આ આર્ટીકલમા અમે નિપાત ગુજરાતી વ્યાકરણ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. નિપાત એટલે શુંનિપાતના પ્રકારો કેટલા નિપાતના પ્રકારો ક્યાં ક્યાં ? તે ઉપરાંત દરેક પ્રકારના નિપાત ના ઉદાહરણો પણ અલગ અલગ લિસ્ટ આપ્યું છે.

આર્ટીકલના અંતે તમે Nipat Gujarati Grammar ની pdf પણ Download કરી શકશો.

નિપાત નો અર્થ શું ? નિપાત meaning ? નિપાત શબ્દનો અર્થ શું ? 

ગુજરાતી ભાષાનાં વાક્યોમાં એવાં કેટલાંક ઘટકો આવે છે જે વિશેષણ, સંજ્ઞા, ક્રિયાવિશેષણ કે ક્રિયાપદની સાથે એમનાં અનુગ કે નામયોગીનાં રૂપ સાથે - આવે છે અને ભાર, આગ્રહ, વિનંતી, વિનય, આદર જેવી કેટલીક વિશિષ્ટ અર્થછાયાઓ દર્શાવે છે, આવાં ઘટકોને ' નિપાત ' કહે છે.

આ બ્લોગ માં અમે નિપાત વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, જે નીચે મુજબ છે.

નિપાતો નીચે પ્રમાણે છે :

ગુજરાતી વ્યાકરણ નિપાત

[1] 'જ' :
આ નિપાત ભારપૂર્વક કથન માટે વપરાય છે અને વાક્યના જે પદ સાથે આવે છે તેનું ભારપૂર્વક કથન થાય છે.

દા.ત.
  • વિશાળ જગવિસ્તારે નથી એક જ માનવી.
  • તમે જ કહો ને !
  • બેઉ બહેનો મારા જ ઓરડામાં રમતમાં પડી.
  • જીવનમાં પહેલી જ વાર તેણે આંસુ જોયાં.
  • ફળિયું એટલે લગભગ બધું જ.
 
[2] 'તો' :
આ નિપાત પણ ભારપૂર્વક કથન માટે વપરાય છે. ‘બીજું નહિ તોપણ આ’ - એવા અર્થમાં વપરાય છે.

દા. ત.,
  • દસ બજે તો ટિકટું લીધી.
  • પીઠી ભરી તો લાડલી રુએ.
  • વહોરવું હોય તો વહોરી લેજો.
  • આપણે તો બડભાગી , ખમીરનું આજ ગવાય રે ગાન.
  • છાયા દેખાવડી ન હતી એમ તો ન હતું.
 
[3] ‘ને’ :
આ નિપાત આગ્રહ કે ખાતરી કરવાનો અર્થ - દઢીકરણનો - દર્શાવે છે.

દા. ત.,
  • રજા પડે તંઈ ચા પીવા આવશો ને ?
  • રમઝ મીર શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહિ ને ?
  • ડામેશ કરશે, એમ ના ? (‘ને'ના અર્થમાં ‘ના’)
  • આજ તો ‘ફીવર' નથી ના ? (‘ને'ના અર્થમાં ‘ના’)
  • તમે જ કહો ને ?

[4] 'ય' , 'પણ' , 'સુધ્ધાં' :
આ નિપાતો અંતર્ભાવ (અન્ય સાથે આનો પણ સમાવેશ થવાનો અર્થ) નો અર્થ દર્શાવે છે.

દા. ત. ,
  • બને, તોયે કો’નાં ઉર - ઉપવનો ધ્વસ્ત કરવાં.
  • કદીયે કો ટાણે, મુજ થકી કશુંયે નવ બને.
  • શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે ?
  • જુગનો તે જુગ એમાં વીત્યો,  (અહીં 'તે' , 'ય'નો અર્થમાં છે, તેની નોંધ લેવી.)
  • એણે ખાધું સુદ્ધાં નહિ,
  • માજી વળી થોડી વાર જોઈ રહ્યાં,(‘વળી', ‘પણ' ના અર્થમાં છે.)
 
[5] 'જી' :
આ નિપાત આદર કે વિનયવાચક છે.

દા. ત. ,
  • સિધાવો જી રણવાટ ,
  • હે જી અમે રંગોની રચનાય દઈએ !
  • એ છે ભૂલ સચિવજી ! મુજ તણી , ના તે સુધારી શકું.
  • બોલો , કીર્તિદવજી ! શું કામ છે ?
  • તેમાં મુંશીજી આવે છે.

[6] “ ખરું ' :
‘ખર’ નાં રૂપો (ખરો, ખરી , ખરાં, ખરું). અવધારણાવાચક નિપાત છે.

દા. ત. ,
  • એ નિમંત્રણનો દોરવાયો હું મળવા જાઉં પણ ખરો .
  • તમારો સસરો રોજ આમ કરે છે ખરા.
 
[7] ફક્ત , માત્ર , કેવળ , છેક :
સીમાવાચક કે અન્ય વ્યાવર્તકતા (આ સિવાય બીજું નહિ) નો અર્થ દર્શાવે છે.

દા. ત. ,
  • તે સર્વના પરાક્રમની કૂંચી માત્ર એક જ હતી.
  • અભણ રમઝ ડોસા પાસે શબ્દો નહોતા કેવળ સૂર હતા .
  • માત્ર પરગામથી ગગો પરણાવવા આવેલાંને આ વાતની જાણ નહોતી.
  • પહેલાં તે માત્ર શરમથી મોટું સંતાડતો.
  • માયાને તૈયાર થતાં ફક્ત દસ મિનિટ લાગે છે.
  • ગાડું છેક નજીક આવ્યું.
 
[8] હોં :
અનુમતિદર્શક નિપાત છે.

દા. ત.,
  • અને ટાઇપ મેં કરી આપ્યું છે, હોં રાઘવન !
આપણે ભારવાચક, ખાતરી કે આગ્રહવાચક, અંતર્ભાવવાચક, આદર કે વિનયવાચક, અવધારણાવાચક , સીમાવાચક (અન્યથાવર્તતા વાચક),  અનુમતિવાચક એવા નિપાતોના પ્રકારો પણ પાડી શકીએ.

Nipat Gujarati Vyakaran PDF Download

નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે  Nipat Gujarati Grammar ની PDF પણ Download કરી શકશો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી નિપાત વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.