વર્ષાઋતુ નિબંધ ગુજરાતી | Varsha Ritu Nibandh In Gujarati [2024]

વર્ષાઋતુ નિબંધ ગુજરાતી | Varsha Ritu Nibandh In Gujarati

શું તમે ગુજરાતીમાં વર્ષાઋતુ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો વર્ષાઋતુ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Varsha Ritu Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

વર્ષાઋતુ વિષય પર નિબંધ

અહીં ગુજરાતી વર્ષાઋતુ નિબંધ વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 200 શબ્દોમાં અને 350 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ વર્ષાઋતુ વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

વર્ષાઋતુ વિષે નિબંધ ગુજરાતીમાં


વર્ષાઋતુ ઉનાળો પૂરો થાય એટલે તરત જ વર્ષાઋતુ આવે છે.

વર્ષાઋતુ એટલે કે વરસાદનો ઋતુ. વર્ષાઋતુમાં આકાશમાં કાળા કાળા વાદળો છવાઇ જાય છે અને વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા અને પવનના સૂસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે.

વર્ષાઋતુમાં મુશળધાર વરસાદ આવે છે અને ચારે બાજુ પાણી પાણી થઇ જાય છે જ્યારે ગામના બધા જ લોકો ખુશખુશાલ થઈ જાય છે અને બાળકો પાણીમાં કાગળની હોડીઓ બનાવીને આનંદ લે છે અને સાથે સાથે પાણીમાં છબછબિયા કરીને આનંદ માણે છે.

વર્ષાઋતુમાં કુદરતી નજારો જ કંઈક અલગ જોવા મળે છે. અને મોર કળા કરે છે અને આજુબાજુમાં દેડકાઓ “ડ્રાઉ… ડ્રાઉ… ડ્રાઉ…” નો અવાજ કરે છે. ચારે બાજુ ભીની માટીની સુગંધ પ્રસરી જાય છે અને કેટલાક લોકો છત્રીઓ કે રેઇનકોટ પહેરીને ફરવા પણ નીકળી જાય છે. વર્ષાઋતુમાં વાતાવરણને નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે.

વર્ષાઋતુ શરૂ થતાં ખેડૂતો રાજીના રેડ થઈ જાય છે અને તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. થોડા દિવસો પછી એક ખેતરમાં આજ ઉગે છે અને ચારેતરફ લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે, તેનાથી ધરતી માતાએ એવું લાગે કે લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. ખેતરમાં કૂવા તળાવ નદી અને નાણામાં વરસાદની નવું પાણી વહેવા લાગે છે.

જો વર્ષાઋતુમાં વરસાદની જેટલી જરૂર હોય કે તેનાથી વધુ વરસાદ પડે તો તેમને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે. અને આ અતિવૃષ્ટિમાં નાળા છલકાઈ જાય છે અને ખેતરોના ભાગ ધોવાઈ જાય છે ઠેરઠેર કાચા મકાનો પડી જાય છે અને ઘર કે બહાર રોડ ઠાકર પાણીમાં તણાઈ જાય છે અને જાનમાલની નુકસાની થાય છે. તેને લીલો દુકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે વરસાદ ઓછો પડે તો તેમને અનાજ પાકતું નથી. વરસાદ સાવ ઓછો પડે તથા અનાજનું પાકતું ન હોય અથવા ઘાસ ઊગે નહીં તેમને “અનાવૃષ્ટિ” કહેવામાં આવે છે.

વર્ષાઋતુએ પ્રાણીમાત્રના જીવનનો આધાર છે. જેથી બધા જ લોકોને એના ગુણગાન ગાય છે અને વર્ષા ઋતુનો તહેવારનો આનંદ માણે છે. આમ વર્ષાઋતુ એ મારો ઋતુ પ્રિય છે.

 Varsha Ritu Essay in Gujarati

વર્ષાઋતુ નિબંધ - 200 શબ્દો

ભારત દેશ માં ત્રણ ઋતુઓ નો અનુભવ થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઉનાળા ની આકરી ગરમી પછી ચોમાસું આવે છે. ચોમાસા માં વરસાદ આવે છે તેથી તેને "વર્ષાઋતુ" કહે છે. ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચાર મહિના વર્ષાઋતુ રહે છે.

બધી ઋતુઓ માં વર્ષાઋતુ ઘણી ઉપયોગી છે. વર્ષાઋતુ માં આકાશ માં કાળાં કાળાં વાદળો છવાઈ જાય છે. વાદળો ના ગડગડાટ, વીજળી ના ચમકારા અને પવન ના સુસવાટા સાથે મૂશળધાર વરસાદ તૂટી પડે છે. વરસાદ નું આગમન થતાં જ લોકો ખુશ ખુશ થઇ જાય છે. વરસાદ નું આગમન થતાં ચારે બાજુ ભીની માટી ની સુગંધ આવે છે.

વરસાદ ના આગમન થી મોર કળા કરી ને નાચે છે. દેડકા ડ્રાઉં..ડ્રાઉં… કરે છે. વરસાદ માં બાળકો પાણી માં છબછબિયાં કરે છે. બાળકો કાગળ ની હોડી બનાવી ને પાણી માં તરતી મૂકે છે. બાળકો વરસાદ માં ગીતો પણ ગાય છે. બાળકો ને વરસાદ માં નાહવા ની ખૂબ જ મજા આવે છે.

વરસાદ માં ઘણી વાર આકાશ માં સપ્તરંગી મેઘધનુષ દેખાય છે. બાળકો મેઘધનુષ જોઈ ને આનંદ માં આવી જાય છે. લોકો વરસાદ માં ગરમ ગરમ ભજીયા અને દાળવડા ખાઈ ને વરસાદ ની મજા લે છે. લોકો વરસાદ માં છત્રી અને રેઇનકોટ નો ઉપયોગ કરે છે. પવન ના સુસવાટા સાથે વરસાદ હોય ત્યારે છત્રી ને કાગડો બનતી જોવા ની પણ મજા આવે છે.

ખેડૂતો ની પ્રિય ઋતુ વર્ષાઋતુ છે. ખેડૂતો વર્ષાઋતુ ની આતુરતા થી રાહ જુએ છે કારણકે વરસાદ થી જ ખેતરો માં સારો પાક થાય છે. વરસાદ નું આગમન થતાં જ ખેડૂતો આનંદ માં આવી જાય છે. ખેડૂતો ખેતર ખેડી ને વાવણી કરે છે. વરસાદ આવવા થી ખેતરો માં લીલોછમ પાક લહેરાવા લાગે છે.

વર્ષાઋતુ એટલે અવનવાં તહેવારો ની ઋતુ. રક્ષાબંધન, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ ચતુર્થી અને નવરાત્રી જેવા તહેવારો પણ વર્ષાઋતુ માં જ આવે છે. આ બધા તહેવારો લોકો આનંદ અને ઉલ્લાસ થી ઉજવે છે. વર્ષાઋતુ માં નદી, તળાવો, કૂવા, સરોવર, જળાશયો વગેરે નવાં પાણી થી છલકાઈ જાય છે.

ક્યારેક વધારે વરસાદ પડવા થી "અતિવૃષ્ટિ" જેવી સ્થિતિ સર્જાય છે. અતિવૃષ્ટિ થાય ત્યારે ઘણું નુકસાન થાય છે. અતિવૃષ્ટિ થી નદી, નાળા, જળાશયો પાણી ગામડાઓ ડૂબી જાય છે કે છલકાઈ જાય છે. મકાનો પડી જાય છે. લોકો નું જન જીવન ઠપ થઇ જાય છે. ખેતરો ના પાક ધોવાઈ જવા થી પાક નાશ પામે છે. અને ખેડૂતો ને મોટું નુકસાન થાય છે. તેને “લીલો દુકાળ” પણ કહે છે.

જો વરસાદ ઓછો પડે તો "અનાવૃષ્ટિ" જેવી સ્થિતિ સર્જાય છે. અનાવૃષ્ટિ એટલે અનાજ પાકતું નથી અને ઘાસ ઊગતું નથી. નદી, નાળા, જળાશયો પાણી વગર સૂકવવા લાગે છે. તેને “સૂકો દુકાળ” પણ કહે છે. ખેડૂતો ને અનાવૃષ્ટિ થી ખુબ જ નુકસાન થાય છે. ખેતરો માં અનાજ, શાકભાજી, ફળો ના પાક માં નુકસાન થવા થી જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ માં મોંઘવારી વધતી જાય છે.

ધંધા રોજગાર માં ભારે નુકસાન થાય છે. આમ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તો જનજીવન છિન્ન ભિન્ન થઇ જાય છે. વર્ષાઋતુ માં કાદવ કીચડ અને ગંદકી ના કારણે ઘણી વાર માખી અને મચ્છર નો ઉપદ્રવ વધી જાય છે. તેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, મરડો વગેરે જેવા રોગો ફેલાય છે.

વર્ષાઋતુ માનવ જીવન માટે ખુબ જ ઉપયોગી ઋતુ છે. વરસાદ થી જ આપણ ને અનાજ અને પાણી મળે છે. આપણા જીવન નો મુખ્ય આધાર જ અનાજ અને પાણી છે. આમ, વર્ષાઋતુ સૌના જીવન નો મુખ્ય આધાર છે. વર્ષાઋતુ ને “અન્નપૂર્ણા” પણ કહે છે. અને કવિઓ એ વર્ષાઋતુ ને "ઋતુઓ ની રાણી" પણ કહી છે.

વર્ષાઋતુ નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Varsha Ritu Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

વર્ષાઋતુ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી વર્ષાઋતુ નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વર્ષાઋતુ વિશે નિબંધ એટલે કે Varsha Ritu Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.