અતિવૃષ્ટિ નિબંધ | વર્ષાનું તાંડવ | Ativrushti Essay in Gujarati [2024]

અતિવૃષ્ટિ નિબંધ | વર્ષાનું તાંડવ | Ativrushti Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં અતિવૃષ્ટિ, વર્ષાનું તાંડવ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો અતિવૃષ્ટિ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Ativrushti Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

અતિવૃષ્ટિ | વર્ષાનું તાંડવ વિષય પર નિબંધ

અહીં ગુજરાતી અતિવૃષ્ટિ વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ અતિવૃષ્ટિ વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

અતિવૃષ્ટિ નો પ્રકોપ | વર્ષાનું તાંડવ | અતિવૃષ્ટિ :ભયંકર કુદરતી આફત | વર્ષાનું રૌદ્ર સ્વરૂપ વિષે ગુજરાતીમાં  નિબંધ 

  1. પ્રસ્તાવના
  2. અતિવૃષ્ટિનું વર્ણન
  3. અતિવૃષ્ટિની અસર
  4. રાહતકાર્યો 
  5. ઉપસંહાર
વર્ષાઋતુ એટલે વરસાદની ઋતુ. વરસાદ વરસે તેનાથી ખેતરોમાં અનાજ પાકે. વરસાદને લીધે જ ઘાસચારો થાય અને જળાશયોમાં પાણી ભરાય. પાણી, અનાજ અને ઘાસચારો સમગ્ર પ્રાણીસૃષ્ટિના જીવનનો આધાર હોવાથી વર્ષાઋતુને જીવનપોષક ઋતુ કહે છે.  

વર્ષાઋતુમાં ક્યારેક અતિવૃષ્ટિ થઈ જાય છે. અતિવૃષ્ટિ એટલે વર્ષાનું તાંડવ. આકાશ લાગલગાટ કાળાં વાદળાંથી છવાયેલું રહે છે. દિવસો સુધી મુશળધાર વરસાદ પડ્યા જ કરે છે, અટકવાનું નામ નથી લેતો. સૂર્યનારાયણનાં દર્શન પણ થતાં નથી. રાતે ચંદ્ર કે તારા પણ દેખાતા નથી. વર્ષાનું તાંડવ અતિશય વિનાશ સર્જે છે. 

અતિવૃષ્ટિથી નદીઓમાં ભારે પૂર આવે છે. પૂરનાં પાણી કાંઠે આવેલાં ગામોમાં અને ખેતરોમાં ફરી વળે છે . મકાનોમાં પાણી ભરાઈ જાય છે. કાચાં મકાનો પડી જાય છે. ઘરવખરી તણાઈ જાય છે. ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે. ઠેકઠેકાણે ઘણાં વૃક્ષો પડી જાય છે. લોકો જીવ બચાવવા માટે ધાબા ઉપર કે ઝાડ ઉપર ચડી જાય છે . કેટલાંક ઢોર પાણીમાં તણાઈ જાય છે. શહેરોમાં પણ આવી જ દશા થાય છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાઈ જાય છે. ઝૂંપડાં નાશ પામે છે. વાહનો ખોટકાઈ જાય છે. ગટરો ઊભરાય છે. ઠેરઠેર રસ્તા અને રેલમાર્ગો ધોવાઈ જાય છે. આથી વાહનવ્યવહાર ઠપ થઈ જાય છે. વીજળીના થાંભલા તૂટી પડતાં વીજળી ખોરવાઈ જાય છે. 

સરકાર અને સામાજિક સંસ્થાઓ પૂરપીડિતોની મદદે દોડી આવે છે. હેલિકૉપ્ટર અને હોડીઓની મદદથી રાહતકાર્ય અને બચાવકાર્ય શરૂ થાય છે. પૂરમાં ફસાઈ ગયેલા લોકોને ફૂડપેકેટ્સ પહોંચાડવામાં આવે છે. પૂરપીડિતોને અનાજ, કપડાં અને ઘરવખરીની વસ્તુઓની મદદ પહોંચાડવામાં આવે છે. મૃતદેહો અને કાદવકીચડને દૂર કરવા માટે સરકારી તંત્રને કામે લગાડવામાં આવે છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. આમ છતાં, રોગચાળો ફાટી નીકળે છે. સેવાભાવી ડૉક્ટરો મદદ માટે દોડી આવે છે.

વર્ષાનું તાંડવ કુદરતી પ્રકોપ સામે માનવીની લાચારીનું ભાન કરાવે છે અને માનવતાની કસોટી પણ કરે છે .

Ativrushti - Flood Essay in Gujarati

અતિવૃષ્ટિ નિબંધ | વર્ષાનું તાંડવ નિબંધ - 100 શબ્દો

અતિવૃષ્ટિ ચોમાસું વરસાદની ઋતુ છે. ચોમાસામાં ઘણી વાર અતિશય વરસાદ પડે છે. પરિણામે નદીનાળાં, કૂવાતળાવ વગેરે જળાશયો ઊભરાઈ જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે. 

ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે. નદીઓનાં પૂરનાં પાણી ઘણો વિનાશ સર્જે છે. કાચાં મકાનો પડી જાય છે. ઘરવખરી અને ઢોર-ઢાંખર તણાઈ જાય છે. કેટલાંક મૃત્યુ પણ પામે છે. રસ્તાઓ ધોવાઈ જાય છે. રેલવેના પાટા ઊખડી જાય છે. કેટલાંય વૃક્ષો પડી જાય છે. તેથી વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે. વીજળીના થાંભલા પડી જાય છે. પરિણામે અંધારપટ છવાઈ જાય છે. વળી તાર અને ટેલિફોન સેવા પણ ખોરવાઈ જાય છે. અનેક લોકો નિરાધાર થઈ જાય છે. 

સરકાર અને સેવાભાવી સંસ્થાઓ પૂરપીડિતોની મદદે દોડી જાય છે. પાણીમાં ફસાયેલાં લોકોને બચાવવામાં કેટલીક વાર લશ્કરની મદદ પણ લેવામાં આવે છે. હૅલિકોપ્ટર દ્વારા ફૂડપૅકેટ્સ ફેકી લોકોને ખાવાનું પહોંચાડવામાં આવે છે. 

નિરાધાર બની ગયેલાં લોકોને સરકારી મકાનો, ગામની ધર્મશાળા કે નિશાળોમાં આશ્રય આપવામાં આવે છે. પૂરનાં પાણી ઓસરી જતાં મૃતદેહોનો નિકાલ કરવામાં આવે છે. રોગચાળો અટકાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. છતાં ક્યારેક રોગચાળો ફાટી નીકળે છે. દાક્તરો મદદ માટે દોડી જાય છે. નિરાધાર લોકોને અનાજ અને કપડાંની મદદ પહોંચાડવામાં આવે છે. સરકાર તેમને ઘર બનાવવા માટે નાણાંની મદદ પણ આપે છે. 

અતિવૃષ્ટિ કુદરતી આફત છે. તેને ‘લીલો દુકાળ' પણ કહેવાય છે.

અતિવૃષ્ટિ | વર્ષાનું તાંડવ નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Uttarayan Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

અતિવૃષ્ટિ નિબંધ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી અતિવૃષ્ટિ નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં અતિવૃષ્ટિ વિશે નિબંધ એટલે કે Ativrushti Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join