નવરાત્રી નિબંધ ગુજરાતી | નવરાત્રી નું મહત્વ | Navratri Essay in Gujarati

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો નવરાત્રી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Navratri Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

શું તમે ગુજરાતીમાં નવરાત્રી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો નવરાત્રી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Navratri Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

નવરાત્રી વિષય પર નિબંધ

અહીં ગુજરાતી નવરાત્રી વિશે એક નિબંધ રજુ કાર્ય છે જે 200 અથવા 500 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ નવરાત્રી વિશે નિબંધ ગુજરાતીમાં 200 અથવા 500 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

નવરાત્રી વિષે ગુજરાતીમાં  નિબંધ | Navratri Essay in Gujarati

પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે.

જેમ બંગાળમાં "દુર્ગાપૂજા" ના દિવસોનું ભારે મહત્વ છે તેમ ગુજરાતમાં "અંબા બહુચરા-કાળકા" જેવી મહાશક્તિશાળી દેવીઓઅની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ-ગરબા ગાવાનું ઘણું માહાત્મય છે. વળી કોઈ કોઈ સ્થળે તો નવને બદલે દસમો દશેરાનો દિવસ અને પછી પંદરમો શરદપૂર્ણિમાનો દિવસ પણ આ મહોત્સવમાં વણી લેવામાં આવે છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં શક્તિપુજા અતિ ઘણુ મહત્વ પરાપૂર્વથી ચાલ્યું આવે છે. અંબા,બહુચરા, મહાકાળી, ભદ્રકાળી, જક્ષણી,ખોડિયાર રનાદે, આશાપુરી, એવા અનેક નામે ગરબા ગવાય છે. પરંતુ એમાં પ્રધાસર તો શક્તિપૂજાનો જ છે. 

નવરાત્રિના આ નવ દિવસોમાં ગામડે-ગામડે પોતપોતાની કુળદેવી મંદિરે 'કુંભસ્થાપન' કર ઈ નવેઉ દિવસ એની પૂજા-આરતી થાય છે. નવરાત્રિના અને પૂજામાં બેસનાર નવ દિવસ ઉપવાસ કરે છે. કયાંક ફરાળી ઉપવાસ થતા હોય છે તો કયાંક નકોરડા ! આઠમના દિવસે હવન થયા અને પછી નવ નૈવેદ્ય માતાજીને ધરાવીને પારણાં કરવામાં આવે છે.

નવરાત્રિ મહોત્સવનું આગવું મહત્વ રાને જોવા મળે છે હવે તો શહેરોમાં જ નહિં ગામડાઓમાં પણ માંડવી અને સમૂહગરબાના જંગી કાર્યક્રમો હાથ ધરાય છે. ભવ્ય રોશનીથી રાતને રંગીન બનાવી દેવામાં આવે છે. માઈક લાઉડસ્પીકર દ્વાર બુલંદ અવાજે સુરીલા કંથમાંથી ગરબાની સુરવલિ પ્રસરે છે અને માત્ર સ્ત્રીઓ જ નહિ પુરૂષો પણ હાથમાં ડાંડિયા લઈને તાલબદ્ધ રીત રાસ રમે છે! સંગીતનો સાથ હોય, ઢોલત્રાંસાનો નાદ હોય, ગવદાવનારાના કંઠમાં પ્રાણ હોય અને હજારો પ્રેક્ષકોના ટોળાં આ દૃશ્ય જોનાર હોય પછી ઝીલનારાંને પોરસ ચડે એમાં શી નવાઈ ?

શહેરોમાં તો હવે નવારાત્રિ મહોત્વસને માઝા મુકી દીધી છે એમ કહીએ તો એમાં ખોટું નથી . શક્તિપૂજા એક આડંબર બની ગઈ છે અને ગરબા કેવળમનોરજનનું સાધન ! કોલિજિયન યુવકો અને યુવતીઓ ડેચોક ડિસ્કો ડંસ કરી નવરાત્રિના દિવસોમાં દુનિયાને નચાવી રહ્યા છે ત્યારે એમ થાય છે કે આપણે આપણા તહેવારોમાં આં પડેલી આ બધી વિકૃતિઓ સમે મેં આંખમીચામણા જ કરવાના?

શહેરમાં નવરાત્રિ મહોત્સવના બહાને ખેટકપનો અને ડ્રો નું એક મોટું કૌભાંડ શરૂ થાય છે તો બીજી બાજુ ગભ કે પાવાગઢની પ્રતિકૃતિરૂપ બનાવટી ડુંગરોની રચના કરી એને વીજળીથી રોશનીથી કલાત્મક આકર્ષકતા બક્ષી એનું કોઈ મિનિસ્ટરના હાથે ઉદઘાટન કરાવી, નવ દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશ ટિકિટ ખર્ચીને એ જોવા આવવા લલચાવવામાં આવે છે અને આ રીત હજારો રૂપિયાની આવક ઉભી કરી લેવામાં આવે છે.

વળી માતાજીની આરતી નામે ઉછામણી બોલાય છે અને સૌથી વધુ રકમ બોલી નામના મેળવવા ઈચ્છનાર પાસે જ આરતી ઉતરાવાય છે. એ પણ એક નાટક જ ખેલાય છે ને?

જેમને શેરીઓઅમાં કે પાળોમાં ગરબા ગાવાની મઝા નથી અવાતે તેઓ ગરબા કલલો સ્થાપીને હવે સ્ટેજ પર ગરબા ગાવા જાય છે ને મોંઘીદાટ ટિકિટો ખર્ચીને શ્રીમંતો આવા ગરબાના શો જોવા થિયેટરોમાં, ટાઉનહોલ જાય છે વાહ રે ! ભાઈભક્તો ! ધન્ય છે તમારી માતૃભક્તિને અને સિનેમાના ઢાળમાં માતાજીના ગરબા રચી દેવાની શીઘ્ર સર્જનશક્તિને ! પેલો આ માથે કાણાવાળો માટીનો ગરબો કે જેમાં સળગતો દીવો સતની જ્યોત જેવો ઝગમગતી રહેતા હતો તે ક્યાં થયો ગયો એ જોવા માટે કોઈ ગુજરાતી ફિલ્મ જોવા ઘુસી જવું પડે એવી હાલત છે કેમ ખરું ને!

નવરાત્રી ગુજરાતી નિબંધ PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Dhuleti Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

નવરાત્રી નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી નવરાત્રી ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં નવરાત્રી વિશે નિબંધ એટલે કે Navratri Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join