એક ખેડૂતની આત્મકથા નિબંધ | Farmer Essay in Gujarati [2024]

એક ખેડૂતની આત્મકથા નિબંધ | Farmer Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં એક ખેડૂતની આત્મકથા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો એક ખેડૂતની આત્મકથા વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Farmer Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

એક ખેડૂતની આત્મકથા વિષય પર નિબંધ

અહીં ગુજરાતી એક વૃદ્ધ ખેડૂત ની આત્મકથા વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ એક ખેડૂતની આત્મકથા વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

એક ખેડૂતની આત્મકથા વિશે ગુજરાતીમાં  નિબંધ 

  1. પ્રસ્થાવના 
  2. જન્મ રહેઠાણ અને અભ્યાસ 
  3. ખેડૂત તરીકેનું જીવન 
  4. આજની તેની સ્થિતિ 
  5. ઉપસંહાર
મારો જન્મ ગામડાના એક ખેડૂતકુટુંબમાં થયો હતો. અમારા ગામમાં મારા પિતાનું એક મોટું કાચું મકાન હતું. તેના એક ખૂણામાં કોઢ બનાવેલી હતી. તેમાં બળદો અને ભેંસો બાંધવામાં આવતી. મારા પિતાજી ખેતી અને પશુપાલન કરતા હતાં.

અમારા ગામમાં દસ ધોરણ સુધીની નિશાળ હતી. મેં એમાં દસ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું. હું મારા પિતાનો એકનો એક દીકરો. આથી તેમણે મને આગળ ભણવા માટે શહેરમાં મોકલ્યો નહિ. અને હું મારા પિતાજીની સાથે ખેતીના કામમાં જોડાઈ ગયો. ખેતીકામમાં મને શ્રમ કરવાની તથા પ્રકૃતિના ખોળામાં રહેવાની ખૂબ મજા પડતી.

એકવીસ વર્ષની ઉંમરે મારાં લગ્ન થયાં. મારા પિતાજીને દમની બીમારી હતી. મારાં લગ્ન બાદ તેમનું અવસાન થઈ ગયું. ત્યારપછી ખેતીકામની પૂરેપૂરી જવાબદારી મારે શિરે આવી પડી. હું દરરોજ સવારે ખેતરે જતો અને ખેતીકામ કરતો. પહેલાં અમે હળથી ખેતર ખેડતા હતા. હવે અમે એક ટ્રેક્ટર વસાવી લીધું છે. ખેતર ખેડવા માટે અમે ટ્રૅક્ટરનો ઉપયોગ કરીએ છીએ. 

મારાં બાળકો અને મારી પત્ની મને ખેતીના કામમાં મદદ કરે છે. મેં બે નોકરોને પણ મારી મદદ માટે રોકી લીધા છે. અમે બી વાવવાનું, ધરુ રોપવાનું, ક્યારા બનાવવાનું, ક્યારાઓમાં પાણી પાવાનું અને નીંદણનું કામ કરીએ છીએ. બપોરે મારી પત્ની અમારા માટે ભાતું લઈને આવે છે. હું બપોરે બળદોને ચારો આપ્યા પછી જમવા બેસું છું. બપોરે થોડો આરામ કર્યા પછી અમે ફરીથી ખેતીકામમાં લાગી જઈએ છીએ.

શ્રમ એ જ મારું જીવન છે. કડકડતી ઠંડી હોય, પ્રખર ગરમી હોય કે ધોધમાર વરસાદ વરસતો હોય, અમારું ખેતીકામ સતત ચાલતું જ રહે છે. ક્યારેક અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પણ થાય છે. એ વખતે ખેતરોમાં અનાજ પાકી શકતું નથી. ખેતરોમાં પશુપંખીઓ અને ચોરનો રંજાડ પણ રહે છે. અમારે આવી બધી મુશ્કેલીઓનો સામનો કરતાં રહેવું પડે છે.

આપણી સરકારે ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. હવે ખેડૂતોને સિંચાઈ, સારાં બિયારણો, રાસાયણિક ખાતર વગેરેની સગવડ મળવા લાગી છે. હવે અમારે શાહુકારોની પાસેથી કરજ લેવું પડતું નથી. ખેતીની નવી પદ્ધતિઓ અપનાવવાને લીધે અમે અનાજનું વધુ ઉત્પાદન કરી શકીએ છીએ. મેં ગામમાં પાકું અને મોટું મકાન બનાવી લીધું છે. મેં મારા ઘરમાં ટી.વી., ફ્રિજ, ટેપરેકર્ડર, પંખા વગેરે વસાવી લીધાં છે.

ખેડૂત અનાજ ઉત્પન્ન કરીને જગતનું પોષણ કરે છે. તેથી લોકો તેને ‘જગતનો તાત’ કહે છે. ખેતીકામમાં શ્રમ કરવાનો આનંદ મળે છે. જ્યારે મબલક પાક થાય અને એ પાકને વહેતા પવનમાં હું લહેરાતો જોઉં છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે. હવે હું વૃદ્ધ થયો છું, પરંતુ મને મારા શ્રમિક જીવન જીવ્યાનો સંતોષ અને આનંદ છે.

એક ખેડૂતની આત્મકથા નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Farmer Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

એક ખેડૂતની આત્મકથા નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી એક ખેડૂતની આત્મકથા ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં એક ખેડૂતની આત્મકથા વિશે નિબંધ એટલે કે Farmer Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.