એક ભિખારીની આત્મકથા નિબંધ | Ek Bhikharini Atmakatha Gujarati nibandh

એક ભિખારીની આત્મકથા નિબંધ | Ek Bhikharini Atmakatha Gujarati nibandh

શું તમે ગુજરાતીમાં એક ભિખારીની આત્મકથા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો એક ભિખારીની આત્મકથા વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Ek Bhikharini Atmakatha Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

એક ભિખારીની આત્મકથા વિષય પર નિબંધ

અહીં ગુજરાતી એક ભિખારીની આત્મકથા વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ એક ભિખારીની આત્મકથા વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

એક ભિખારીની આત્મકથા વિષે ગુજરાતીમાં નિબંધ 

  1. પ્રસ્તાવના
  2. જીવનકથની
  3. ઉપસંહાર
‘એક્સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.’

અરે ભાઈ, વિધિની વિચિત્રતા તો જુઓ. એક સમયે હું મારી વર્ષગાંઠના દિવસે ભિખારીઓને મીઠાઈ વહેંચતો હતો. આજે હું પોતે જ ભિખારી બની ગયો છું. આપ મારા જીવનની કરુણ કથની સાંભળશો તો મને કંઈક રાહત થશે.

નદીકિનારાના એક ગામમાં મારો જન્મ થયો હતો. મારા પિતાજી દરજીકામ કરતા હતા. તેમની આવક સારી હતી. અમે ત્રણ ભાઈબહેન હતાં. અમારાં માતાપિતા અમને ખૂબ લાડકોડથી ઉછેરી રહ્યાં હતાં. અમે સારામાં સારી શાળામાં ભણતાં હતાં. અમે રજાઓમાં બહાર ફરવા જતાં હતાં. અમારી વર્ષગાંઠના દિવસે ભિખારીઓને મીઠાઈ વહેંચવામાં આવતી. આમ, અમારો પરિવાર એક સુખી પરિવાર હતો.

ચોમાસાના દિવસો હતા. હું મારાં ફોઈને ઘેર ગયો હતો. એક દિવસ ધોધમાર વરસાદ વરસ્યો. રાતના સમયે નદીમાં ભારે પૂર આવ્યું. અમારું ઘર નીચાણવાળા વિસ્તારમાં હતું. તેમાં નદીનું પાણી ધસી આવ્યું. તેથી અમારું ઘર પડી ગયું. તેમાં મારાં માતાપિતા અને ભાઈબહેન ટાઈ ગયાં. હું મારાં ફોઈને ઘેર હોવાથી બચી ગયો હતો. ફોઈએ મને ઉછેરીને મોટો કર્યો. તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. એટલે તે મને આગળ ભણાવી શક્યાં નહિ. તેમણે મને શહેરના એક કારખાનામાં નોકરી અપાવી દીધી. હું ત્રણ-ચાર વર્ષમાં કુશળ કારીગર થઈ ગયો.

મારાં ફોઈને એક દીકરી હતી. તે પરણીને સાસરે જતી રહી. એક દિવસ મારાં ફોઈનું અવસાન થઈ ગયું. પછી મેં લગ્ન કર્યાં. એક નાનું મકાન ભાડે રાખીને તેમાં હું અને મારી પત્ની સંતોષપૂર્વક રહેવા લાગ્યાં.

મારા સુખી સંસારને કોઈની નજર લાગી ગઈ. એક દિવસ કારખાનામાં કામ કરતી વખતે મારી આંખોમાં લોખંડની કણીઓ પડી ગઈ. તેનાથી મેં મારી આંખોનું તેજ ગુમાવી દીધું. હવે હું કારખાનામાં કામ કરવાને લાયક રહ્યો ન હતો. મારી પાસે આવકનું કોઈ સાધન રહ્યું નહિ. મારી આર્થિક સ્થિતિ કથળી ગઈ. મારી અવદશા થયા પછી મારી પત્ની પણ મને છોડીને ક્યાંક જતી રહી. હવે હું સાવ નિરાધાર થઈ ગયો. હું છેલ્લા છ મહિનાથી મારા ઘરનું ભાડું ચૂકવી શક્યો ન હતો. મેં મારો રહ્યોસહ્યો સામાન વેચીને એના પૈસામાંથી મારા મકાનમાલિકને ઘરભાડું ચૂકવ્યું. પછી એ ઘરને રામરામ કરી હું ચાલી નીકળ્યો.

બસ, ત્યારથી એક હાથમાં કટોરો અને બીજા હાથમાં લાકડી લઈને હું ભીખ માગવા ઠેર ઠેર ફર્યા કરું છું. મારા પર દયા કરીને લોકો મને પાઈ-પૈસો અને ખાવાનું આપે છે. કોઈ મારી ઉપેક્ષા પણ કરે છે. હું મારી આ અવદશા માટે મારા ભાગ્ય સિવાય કોઈને દોષ દેતો નથી. હવે તો મને મારા વર્તમાન જીવનથી ખૂબ કંટાળો આવી રહ્યો છે. હું ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરું છું કે તે મારા આ દુઃખભર્યા દિવસોનો જલદીથી અંત આણે. મારી પાસે ભલે આંખો નથી, પણ હાથ-પગ તો છે. હું કરી શકું એવું કશુંક કામ મને મળી રહે એટલે બસ, હું સુખી સુખી થઈ જઈશ.

Ek Bhikharini Atmakatha Essay in Gujarati

એક ભિખારીની આત્મકથા નિબંધ - 100 શબ્દો

મારો જન્મ ગોધરા પાસેના એક નાનકડા ગામમાં થયો હતો. મારા પિતા લુહાર હતા. તે ગામમાં લુહારીકામ કરતા. અમારું કુટુંબ સુખી હતું. હું પાંચ વર્ષનો થયો ત્યારે શાળામાં ભણવા જવા લાગ્યો. એવામાં મારા પિતાને ક્ષય રોગ લાગુ પડ્યો. તે જીવલેણ નીવડ્યો. એક દિવસ તેમનું અવસાન થઈ ગયું. મારી માને મારા પિતાના અવસાનનો ભારે આઘાત લાગ્યો હતો. તેથી થોડા સમય પછી તે પણ અવસાન પામી.

હવે હું સાવ નિરાધાર થઈ ગયો. પણ મારા શિક્ષકે અને શાળાએ મને મદદ કરી. છાત્રાલયમાં રહીને મેં અભ્યાસ કર્યો. હું એસ. એસ. સી.માં 60% ગુણ મેળવી ઉત્તીર્ણ થયો.

ગોધરાના એક કારખાનામાં મને નોકરી મળી ગઈ. એક દિવસ કારખાનામ અકસ્માત થઈ ગયો. મારી આંખોમાં કાચ પેસી ગયા. તેથી હું આંધળો થઈ ગયો. મને એક પગે ખૂબ ઈજા થઈ હતી. તેથી હું અપંગ પણ થઈ ગયો હતો. આથી કારખાનાના માલિકે મને નોકરીમાંથી છૂટો કર્યો. રોજીરોટીનું સાધન ચાલ્યા જવાથી હું નિરાધાર અને હતાશ થઈ ગયો.

હવે મારી દેખરેખ રાખનાર માત્ર ભગવાન છે. એટલે હું આ મંદિરની બહાર બેસી ભીખ માગીને ગુજારો કરું છું અને બાકી રહેલા જીવનના દિવસો પસાર કરી રહ્યો છું. મને ભીખ માગવી જરા પણ ગમતી નથી. પરંતુ આ તો મારા નસીબની બલિહારી છે. હું તેને માટે કોઈને દોષ આપતો નથી. આવી અપંગ અવસ્થામાંય હું કરી શકું એવું કોઈ કામ મળે એવી આશા રાખું છું.

એક ભિખારીની આત્મકથા નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Ek Bhikharini Atmakatha Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

એક ભિખારીની આત્મકથા નિબંધ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી એક ભિખારીની આત્મકથા નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં એક ભિખારીની આત્મકથા વિશે નિબંધ એટલે કે Ek Bhikharini Atmakatha Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join