શું તમે ગુજરાતીમાં એક ઘડિયાળની આત્મકથા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો એક ઘડિયાળની આત્મકથા વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Ek Ghadiyal ni Atmakatha Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.એક ઘડિયાળની આત્મકથા વિષય પર નિબંધ
અહીં ગુજરાતી એક ઘડિયાળની આત્મકથા વિશે બે નિબંધ રજુ કાર્ય છે
જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં
શબ્દોમાં છે.
નીચે આપેલ એક ઘડિયાળની આત્મકથા વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
એક ઘડિયાળની આત્મકથા વિશે ગુજરાતીમાં નિબંધ
- પ્રસ્તાવના
- જન્મ
- વેપારીની દુકાનમાં
- વિદ્યાર્થીના ઘરમાં કાર્ય
- નુકસાન
- ઉપસંહાર
એક દિવસ એક વેપારી અમારા કારખાનામાં આવ્યો. તેણે અમારાં રૂપરંગ અને આકાર જોઈને અમારી ખરીદી કરી. અમારા માલિકે અમને કાળજીપૂર્વક પેં કરાવીને એ વેપારીની દુકાને મોકલી આપી. બસમાંની આ અમારી પહેલી મુસાફરી હતી. મને બસમાં મુસાફરી કરવાની ખરેખર ઘણી મજા પડી.
વેપારીએ તેની દુકાનમાં અમને આકર્ષક રીતે ગોઠવી દીધી. અમારી હાજરીથી તેની દુકાનની શોભા વધી ગઈ. આ દુકાનમાં ઘણા ગ્રાહકો ઘડિયાળ ખરીદવા આવતા હતા. તે બધાને જોતી. તેઓ અમારામાંથી કોઈ પણ એકને ખરીદીને લઈ જતા. મારી કિંમત જરા વધારે હોવાથી તેઓ મને ખરીદતા નહિ.
એક દિવસ એક વિદ્યાર્થી તેના પિતાજી સાથે આ દુકાનમાં આવ્યો. મારા પર તેની નજર પડતાં જ હું તેને ગમી ગઈ. આથી મારી કિંમત વધુ હોવા છતાં તે મને ખરીદીને પોતાની સાથે લઈ ગયો. તેણે મને તેના અભ્યાસખંડની દીવાલ પર લટકાવી લીધી.
તે મને જોઈજોઈને ઘણો ખુશ થતો. તેણે તેના અભ્યાસ અને બીજી પ્રવૃત્તિઓ માટેનું સમયપત્રક બનાવ્યું હતું. મારા આગમનથી તેની દરેક પ્રવૃત્તિમાં તે નિયમિત થઈ ગયો. હું પણ તેને ઘણી વફાદાર હતી. હું હંમેશાં તેને સાચો સમય જ બતાવતી. સમયની બાબતમાં હું પૂરેપૂરી ચોક્સાઈ રાખતી. આથી તેના ઘરના બધા લોકો મારા પર પૂરેપૂરો વિશ્વાસ રાખતા. તેમના ઘરમાં મારી બીજી બહેનો પણ હતી. એ બધાનો સમય મારા સમય મુજબ મેળવવામાં આવતો.
આમ, સુખ-સાહેબીમાં દસ વર્ષ જોતજોતામાં પસાર થઈ ગયાં. મને મારાં રૂપરંગ અને વફાદારીનું અભિમાન હતું. પરંતુ મારું એ અભિમાન લાંબો સમય ટક્યું નહિ.
એક દિવસ એ ઘ૨માં મહેમાન આવ્યા હતા. તેમનાં બે નાનાં બાળકોને દડો રમવાનો ઘણો શોખ હતો. તેઓ ઘરમાં દડો રમવા લાગ્યાં. રમતાં રમતાં તે મારા ઓરડામાં આવ્યાં. એક છોકરાએ ઉછાળેલો દડો મારી સાથે અથડાયો. હું ભીંત ઉપરથી નીચે પડી ગઈ. મારો કાચ અને કાંટા તૂટીને અલગ પડી ગયા. મારા પડવાનો અવાજ થતાં ઘરનાં બધાં માણસો ત્યાં દોડી આવ્યાં. મારી અવદશા જોઈને એ સૌને ઘણું દુ:ખ થયું. પરંતુ બાળકોને ઠપકો આપવાનો હવે કશો અર્થ ન હતો.
મારું સમારકામ કરાવવામાં આવ્યું. પરંતુ હવે હું પહેલાંની જેમ સાચો સમય બતાવી
શકતી ન હતી. વળી મારો ચળકાટ પણ ઓછો થઈ ગયો હતો. આથી મને ઓરડામાંથી દૂર
કરવામાં આવી. અત્યારે હું ભંગારમાં પડી છું. પરંતુ મને તેનો જરાયે અફસોસ નથી,
કારણ કે ઘરનાં બાળકો મને ઘણી વાર અહીંથી ઉપાડી જાય છે અને મારી સાથે મોજથી
રમે છે.
હું આજે પણ નાનાં બાળકોને ખુશ કરી શકું છું. તેનો મને ખૂબ જ આનંદ છે.
હું આજે પણ નાનાં બાળકોને ખુશ કરી શકું છું. તેનો મને ખૂબ જ આનંદ છે.
Ek Ghadiyal ni Atmakatha Essay in Gujarati
એક ઘડિયાળની આત્મકથા નિબંધ - 100 શબ્દો
મારો જન્મ મોરબીના એક નાનકડા કારખાનામાં થયો હતો. મારી સાથે મારી અનેક બહેનપણીઓ હતી. એક દિવસ અમારા માલિકે અમને એક વેપારીને વેચી દીધી.હવે અમે શહેરની દુકાનમાં આવ્યાં. અહીં દીવાલ પર મારી અનેક બહેનોને ગોઠવી હતી. અમારાથી જાણે વેપારીની દુકાન શોભતી હતી. મને પણ મારી બહેનપણીઓ સાથે ખૂબ ગમતું હતું.
એક દિવસે એક વિદ્યાર્થી તેના પિતા સાથે દુકાનમાં આવ્યો. તેણે દુકાનમાં રહેલી બધી ઘડિયાળો જોઈ. મને જોતાં જ હું તેને ગમી ગઈ. તેણે મને ખરીદી લીધી. હવે હું એ વિદ્યાર્થીના અભ્યાસના ઓરડામાં ગોઠવાઈ ગઈ.
વિદ્યાર્થી મારાથી ઘણો ખુશ હતો. તેણે અભ્યાસનું સમયપત્રક બનાવ્યું. હવે તેનાં બધાં કામ મારા સમય પ્રમાણે થવા લાગ્યાં. હું બૅટરી સેલથી ચાલતી હતી. વળી સમય પણ સાચો બતાવતી હતી.
એક દિવસ વિદ્યાર્થીને ઘેર મહેમાન આવ્યા. તેમાં એક નાનો છોકરો પણ હતો. તે દડાથી રમવા લાગ્યો. દડો મારી સાથે અથડાયો. હું નીચે પડી ગઈ. મારો કાચ અને કાંટા તૂટી ગયા. હું ચાલતી બંધ થઈ ગઈ.
પેલા વિદ્યાર્થીને ઘણું દુ:ખ થયું. તેણે મને સમરાવીને પાછી તેના ઓરડામાં મૂકી. ત્યારથી મારામાં થોડી અનિયમિતતા આવી ગઈ છે. હવે હું સાચો સમય બતાવી શકતી ન હતી. તેથી કંટાળીને એ વિદ્યાર્થી નવી ઘડિયાળ ખરીદી લાવ્યો. હવે તેણે મને દીવાલ પરથી ઉતારી લીધી. ત્યારથી નકામી બની ગયેલી હું નાનાં બાળકો માટેનું જાણે રમકડું બની ગઈ છું.
હવે હું સમય બતાવી શકતી નથી. પણ મને જોઈને બાળકો રાજી થાય છે. બાળકોની વચ્ચે હુંય ખુશખુશાલ રહું છું.
એક ઘડિયાળની આત્મકથા નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Ek Ghadiyal ni Atmakatha Nibandh in
Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
એક ઘડિયાળની આત્મકથા નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી એક ઘડિયાળની આત્મકથા નિબંધ નો વિડીઓ
જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં એક ઘડિયાળની આત્મકથા વિશે નિબંધ એટલે કે Ek Ghadiyal ni Atmakatha Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય
તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને
અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે.
તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :