એક નદીની આત્મકથા નિબંધ | Autobiography of a River Essay in Gujarati

એક નદીની આત્મકથા નિબંધ | Autobiography of a River Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં એક નદીની આત્મકથા વિશે નિબંધ શોધી રહ્યાં છો? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો એક નદીની આત્મકથા વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Autobiography of a River Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

એક નદીની આત્મકથા વિષય પર નિબંધ

અહીં ગુજરાતી એક નદીની આત્મકથા વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ એક નદીની આત્મકથા વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

એક નદીની આત્મકથા વિશે ગુજરાતીમાં નિબંધ 

  1. પ્રસ્તાવના 
  2. જન્મ-બાલ્યાવસ્થા 
  3. મેદાનઅવસ્થા 
  4. ઉપયોગિતા 
  5. સંહારક અસર 
  6. ઉપસંહાર
અરે ભાઈ ! તમે મારું સૌંદર્ય નિહાળીને કયા વિચારોમાં ખોવાઈ ગયા છો? મારું જીવન સુખ-દુઃખ તેમજ ચડતી-પડતીથી ભરેલું છે. મારી જીવનકથા રસપ્રદ છે. તમે મારી જીવનકથા સાંભળશો તો મને આનંદ થશે.

મારો જન્મ એક પર્વતના ઊંચા શિખર પર થયો હતો. ત્યાં હું એક નાના ઝરણા સ્વરૂપે જન્મી હતી. મારા પિતા પર્વતની ગોદમાં નાચતી-કૂદતી હું નીચે આવી અને પછી સપાટ મેદાનમાં વહેવા લાગી.

મેદાનમાં આવતાં મને મારી અનેક બહેનો મળી. આથી મારું સ્વરૂપ બદલાઈ ગયું. હું નદી સ્વરૂપે વહેવા લાગી. હું શાંત અને ધીરગંભીર બની ગઈ. હવે હું મારા પતિદેવ સાગરને મળવા અધીરી બની ગઈ હતી. આથી, હું વેગથી વહેતી વહેતી સાગરને મળી અને તેમાં ભળી ગઈ. આમ, મારું સ્વપ્ન સાકાર થઈ ગયું.

મેદાનમાં વહેતી વખતે હું લોકોના કલ્યાણનાં અનેક કામ કરું છું. મારા બંને કાંઠે ઘણા લોકો વસે છે. પ્રાચીન સંસ્કૃતિનો પ્રારંભ મારા કાંઠે જ થયો હતો. હું લોકોની ઘણી બધી જરૂરિયાતો પૂરી કરું છું. હવા પછીની તરતની જરૂરિયાત તે પાણી. લોકો મારું પાણી પીએ છે. તેમજ મારા પાણીનો ઉપયોગ કપડાં અને વાસણ ધોવામાં, ઢોરોને નવડાવવામાં અને સિંચાઈમાં કરે છે. આ રીતે હું લોકોને મા જેટલી જ ઉપયોગી થાઉં છું એટલે લોકોએ મારું નામ ‘લોકમાતા’ પાડ્યું છે. 

હું ચોમાસામાં મારા પ્રવાહ સાથે કાંપ ઘસડી લાવું છું અને તેને આજુબાજુનાં મેદાનોમાં પાથરું છું. આથી ત્યાંની જમીન અધિક ફળદ્રુપ બને છે. એને લીધે અનાજનું ઉત્પાદન વધે છે. આમ, હવા અને પાણી પછીની જરૂરિયાત ખોરાક, પૂરો પાડવામાંય મારો મોટો ફાળો છે.

સરકારે મારા પ્રવાહની આડે એક બંધ બંધાવ્યો છે. આથી મારો પ્રવાહ ધોધરૂપે પડે છે. તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી વડે ઘણાં ગામડાં અને શહેરો રાતે રોશનીથી ઝળહળી ઊઠે છે. બંધને લીધે એક સુંદર સરોવર બન્યું

Autobiography of a River Essay in Gujarati

એક નદીની આત્મકથા નિબંધ - 100 શબ્દો

એક નદીની આત્મકથા

મારો જન્મ હજારો વર્ષ પહેલાં એક પર્વતમાં થયો હતો. હું પર્વત પિતાના ખોળામાંથી ઊછળતીકૂદતી નીચે મેદાનમાં આવીને વહેવા લાગી હતી. આજુબાજુથી મારી અનેક સહેલીઓ આવીને મને મળી. તે બધી મારામાં ભળી ગઈ. હવે હું મોટી થઈ ગઈ હતી. મારો વેગ વધી ગયો હતો. હું વહેતી વહેતી સાગરને મળવા દોડી ગઈ.

મારા કાંઠે ઘણાં ગામડાં અને શહેરો વસેલાં છે. તેમને હું પીવાનું પાણી પૂરું પાડું છું. મારા પર બંધ બાંધી નહેરો કાઢવામાં આવી છે. એ પાણીથી હું ખેતરોમાં બારેમાસ અનાજ પકવું છું. મારા પાણીમાંથી વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે. મારા કિનારે કેટલાંક યાત્રાધામો પણ આવેલાં છે. યાત્રાળુઓ મારા પાણીને પવિત્ર માની તેમાં સ્નાન કરે છે.

કેટલાક લોકોને મારી કદર નથી. કેટલાક લોકો ઢોરોને મારા પાણીમાં નવડાવી તેને ગંદું કરી નાખે છે. કારખાનાં અને મિલોના માલિકો મારામાં અનેક પ્રકારનો કચરો ઠાલવી મારા પાણીને બગાડે છે. આથી મને ઘણું દુ:ખ થાય છે. ચોમાસામાં ક્યારેક હું મારું રૌદ્ર સ્વરૂપ પણ બતાવું છું. અતિશય વરસાદથી મારાં પાણી કાંઠાનાં ગામો અને ખેતરોમાં ફરી વળે છે. તેથી ખેતરોનો પાક ધોવાઈ જાય છે. લોકોની ઘરવખરી તણાઈ જાય છે. કેટલાંક ઢોર પણ મૃત્યુ પામે છે. પછી મને પસ્તાવો પણ થાય છે.

તમે મારા પાણીને પ્રદૂષિત થતું અટકાવવા કંઈ કરી શકો તો મને આનંદ થશે.

એક નદીની આત્મકથા નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Autobiography of a River Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

એક નદીની આત્મકથા નિબંધ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી એક નદીની આત્મકથા નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં એક નદીની આત્મકથા વિશે નિબંધ એટલે કે Autobiography of a River Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.