શું તમે ગુજરાતીમાં એક છત્રીની આત્મકથા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો એક છત્રીની આત્મકથા વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Ek Chhatri ni Atmakatha Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.એક છત્રીની આત્મકથા વિષય પર નિબંધ
અહીં ગુજરાતી એક છત્રીની આત્મકથા વિશે બે નિબંધ રજુ કાર્ય છે
જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં
શબ્દોમાં છે.
નીચે આપેલ એક છત્રીની આત્મકથા વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
એક છત્રીની આત્મકથા વિશે ગુજરાતીમાં નિબંધ
- પ્રસ્તાવના
- જન્મથી
- જીવનકથા
- ઉપસંહાર
અમદાવાદમાં એક કારીગરના હાથે મારો જન્મ થયો હતો. તેણે મારાં જુદાં જુદાં અંગો જોડીને મને છત્રીનું રૂપ આપ્યું હતું. મારું કપડું ચેન્નઈની એક મિલમાં બનેલું છે. મારા સળિયા મુંબઈના એક કારખાનામાં બનેલા છે અને મારો હાથો બૅંગલોરમાં બનેલો છે. એ કારીગરે મારા જેવી મારી અનેક બહેનોનું સર્જન કર્યું હતું. અમને બધાને એક દુકાનમાં સુંદર રીતે ગોઠવવામાં આવી હતી.
ચોમાસાના દિવસો હતા. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. એ વખતે એક બહેન એ દુકાનમાં આવ્યાં. તેમણે અમારી બધાંની બરાબર તપાસ કરીને મને પસંદ કરી. પછી દુકાનદારને મારી કિંમત ચૂકવીને એ મને તેમને ઘેર લઈ ગયાં.
બહેન શ્રીમંત હતાં. તેમનું આલિશાન મકાન જોઈને મને ખૂબ આનંદ થયો. તેમના પતિ અને તેમનાં બાળકો મને જોઈને ખુશ ખુશ થઈ ગયાં. બાળકો મારી સાથે રમવા લાગ્યાં.
હું એ બધાંને ઉપયોગી હતી. તેથી સૌની માનીતી થઈ ગઈ. એ બહેન જ્યાં જતાં, ત્યાં મને સાથે લઈ જતાં. આથી મને દ૨૨ોજ નવાં નવાં સ્થળો જોવા મળતાં હતાં. મેં શહેરનાં ઘણાં મંદિરો જોયાં છે. ઘણાં સિનેમાગૃહો અને નાટ્યગૃહો જોયાં છે. મેં નિશાળો અને દવાખાનાં પણ જોયાં છે. મેં કેટલાંક શહેરો અને ગામડાંની મુલાકાત લીધી છે. ઉનાળા અને ચોમાસામાં એ બહેન મારો ઉપયોગ કરતાં. પછી મને તે કાગળમાં લપેટીને તેમના ક્બાટમાં મૂકી દેતાં.
આમ, મારાં પાંચ વર્ષ સુખમાં પસાર થઈ ગયાં. એક દિવસ એ બહેન મને એક મંદિરના ઓટલે ભૂલી ગયાં. ત્યાંથી પસાર થયેલા એક ભિખારીએ મને ઉઠાવી લીધી. તે પણ ચોમાસામાં અને ઉનાળામાં મારો ઉપયોગ કરવા લાગ્યો. મને એ બહેનનો સાથ ગુમાવ્યાનું ઘણું દુ:ખ હતું પણ મને એક ગરીબ ભિખારીની સેવા કરવાની તક મળી હતી. તેથી મને આનંદ પણ હતો.
હવે તો હું ખૂબ જૂની થઈ ગઈ છું. મારો રંગ ફિક્કો પડી ગયો છે. મારું કપડું પણ એક-બે જગ્યાએથી ફાટી ગયું છે. મારા થોડાક સળિયા પણ છૂટા પડી ગયા છે. બિચારા ભિખારીની પાસે મારું સમારકામ કરાવવાના પૈસા નથી. આમ છતાં, હું તેની સેવા કરી રહી છું. જોકે મારામાં હવે પહેલાં જેવો આનંદ અને ઉત્સાહ રહ્યાં નથી. હું મારા અંતિમ દિવસની પ્રતીક્ષામાં મારા દુઃખના આ દિવસો પસાર કરી રહી છું.
Holi Essay in Gujarati
એક છત્રીની આત્મકથા નિબંધ - 100 શબ્દો
મારું જન્મસ્થળ અમદાવાદ છે. મારો હાથો બેંગલોરમાં બન્યો હતો. મારું કપડું જામનગરમાં બન્યું હતું. મારા સળિયા અમદાવાદમાં બન્યા હતા. અમદાવાદના એક કારીગરે બધા ભાગોને ભેગા કરીને મને છત્રીનું રૂપ આપ્યું હતું.મારી અનેક બહેનપણીઓ સાથે મને એક દુકાનમાં ગોઠવવામાં આવી હતી. ચોમાસું આવ્યું. પહેલા જ વરસાદે છત્રી અને રેઇનકોટની ખરીદી શરૂ થઈ ગઈ. એક દિવસ એક કાકા દુકાનમાં આવ્યા. તેમણે ભાવતાલ નક્કી કરી મને ખરીદી લીધી.
હું કાકા સાથે તેમને ઘેર આવી. તેઓ મને તેમની સાથે ઠેરઠેર ફેરવવા લાગ્યા. તેઓ મને મંદિરે, બગીચામાં, એમના મિત્રોને ઘેર, બહારગામ, ઑફિસમાં એમ વિવિધ સ્થળે લઈ જતા હતા. આથી મને જુદાં જુદાં સ્થળો જોવાની સરસ તક મળી. મારા હરખનો તો પાર નહોતો.
આમ બે વર્ષ સરસ રીતે પસાર થઈ ગયાં.
એક વાર ઉનાળાની રજાઓમાં કાકાનો એક નાનકડો પૌત્ર ઘેર આવ્યો હતો. તેણે મને એક ખૂણામાં ઊભેલી જોઈ. તરત જ તે મને લઈને રમવા લાગ્યો. મને ઉઘાડબંધ કરવામાં તેણે મારા બે-ચાર સળિયા તોડી નાખ્યા. એણે મારું કપડું પણ ફાડી નાખ્યું. તેના દાદાએ આ જોયું. તેમણે તેને ઠપકો આપ્યો. પછી કાકાએ મને તેમના નોકરને આપી દીધી. નોકરે મારું સમારકામ કરાવ્યું. હવે મારું અસલ રૂપ રહ્યું ન હતું. એ નોકર મને અહીં લઈને આવ્યો અને મને અહીં ભૂલીને જ જતો રહ્યો. ત્યારથી હું અહીં જ પડી રહી છું.
જો તમને હું ઉપયોગી થઈ શકું એમ લાગતું હોય તો સેવા માટે હું તૈયાર છું.
એક છત્રીની આત્મકથા નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Ek Chhatri ni Atmakatha Nibandh in
Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
એક છત્રીની આત્મકથા નિબંધ નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી એક છત્રીની આત્મકથા નિબંધ નો વિડીઓ
જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં એક છત્રીની આત્મકથા વિશે નિબંધ એટલે કે Ek Chhatri ni Atmakatha Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય
તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને
અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે.
તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :