જો હું સૈનિક હોઉં તો નિબંધ | એક સૈનિકની આત્મકથા નિબંધ | સૈનિક વિશે નિબંધ

જો હું સૈનિક હોઉં તો નિબંધ | એક સૈનિકની આત્મકથા નિબંધ | સૈનિક વિશે નિબંધ | Ek Sainik Ni Atmakatha PDF

શું તમે ગુજરાતીમાં જો હું સૈનિક હોઉં તો નિબંધ અથવા એક સૈનિકની આત્મકથા નિબંધ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો જો હું સૈનિક હોઉં તો વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Ek Sainik Ni Atmakatha Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

જો હું સૈનિક હોઉં તો | એક સૈનિકની આત્મકથા વિષય પર નિબંધ

અહીં ગુજરાતી એક સૈનિકની આત્મકથા વિશે બે નિબંધ રજુ કર્યા છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ જો હું સૈનિક હોઉં તો વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

એક સૈનિકની આત્મકથા વિશે ગુજરાતીમાં નિબંધ 

  1. પ્રસ્તાવના
  2. બાળપણ અને તાલીમ 
  3. સૈનિક તરીકેની કામગીરી 
  4. અકસ્માત 
  5. ઉપસંહાર
હિમાલયના પહાડી વિસ્તારમાં મારો જન્મ થયો હતો. અમારું જીવન હાડમારીઓથી ભરેલું હતું. મારા પિતાજી સૈનિક હતા. હું તેમની પાસેથી ઘણી વાર યુદ્ધની રોમાંચક વાતો સાંભળતો. ક્યારેક મને પણ સૈનિક થવાની અદમ્ય ઇચ્છા થઈ જતી. એ દિવસોમાં નાનાં બાળકોમાં આ ગીત ખૂબ પ્રિય હતું

"નન્હા મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હૂં, બોલો મેરે સંગ, જયહિંદ... જયહિંદ... જયહિંદ .."

સૈનિક બનવાની મારી ઇચ્છા જાણીને મારા પિતાજીએ મને દહેરાદૂનની સૈનિકશાળામાં દાખલ કર્યો. અહીં મને સૈનિક શિક્ષણ આપવામાં આવ્યું. મેં રાયલ, મશીનગન, તોપ વગેરે ચલાવવાની તાલીમ મેળવી લીધી. અમને ફાયરિંગની, બૉમ્બનો ઉપયોગ કરવાની અને યુદ્ધમાં સતર્કતા રાખવાની સઘન તાલીમ આપવામાં આવી. આ ઉપરાંત અમને કપરી પરિસ્થિતિનો સામનો કરવાની તાલીમ પણ આપવામાં આવી. હવે, હું કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરવા માટે તૈયાર થઈ ગયો હતો.


એ દિવસોમાં પાકિસ્તાને કશ્મીર પર હુમલો કર્યો. અમારી બટાલિયન કશ્મીરની સરહદે પાકિસ્તાન સામે મોરચો સંભાળવા માટે પહોંચી ગઈ. અમે યુદ્ધમોરચે સુંદર કામગીરી કરી દુશ્મનોને મારી હટાવ્યા. મેં જીવના જોખમે આપણી લશ્કરી ચોકીઓની રક્ષા કરી હતી, તેથી મારી કામગીરીની કદર રૂપે લશ્કરમાં મને
ઉચ્ચ હોદ્દો આપવામાં આવ્યો. મેં અસંખ્ય પાકિસ્તાની સૈનિકોને મારીને તેમનાં હથિયારો જપ્ત કર્યાં હતાં. યુદ્ધ પૂરું થયા પછી મને ‘વીરચક્ર'નો ખિતાબ આપવામાં આવ્યો. યુદ્ધ પૂરું થયા પછી હું મારે ઘેર આવ્યો. ગામલોકોએ મારું ભારે સન્માન કર્યું. આથી મને અત્યંત આનંદ થયો.

પાકિસ્તાની ઘૂસણખોરો એપ્રિલ 1999 દરમિયાન કારગિલ વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. આપણી સરહદમાંથી તેમને પાછા હાંકી કાઢવા માટે લશ્કરી કાર્યવાહી કરવામાં આવી હતી. મને કારગિલ મોરચે તાત્કાલિક હાજર થવાનો હુકમ મળ્યો. તેથી હું કારગિલના મોરચે હાજર થઈ ગયો. અમે ઘૂસણખોરોને મારી હટાવવાના કામમાં લાગી ગયા. આખરે ઘૂસણખોરોને તગેડી મૂકવામાં અમે સફળતા મેળવી લીધી. પછી અમે દ્રાસ વિસ્તારમાં છુપાયેલા ઘૂસણખોરોનો નાશ કર્યો. આપણા દેશની જનતાએ અને દેશનેતાઓએ અમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

એક રાત્રે અમે અમારા તંબુમાં સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક એક બૉમ્બ વિસ્ફોટ થયો. અમે બધા ઘાયલ થઈ ગયા. અમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મારા બે સાથીદારોને ગંભીર ઈજા થઈ હતી. તેઓ બચી શક્યા નહિ. મારા એક પગને ગંભીર ઈજા થઈ હતી. તેથી નછૂટકે મારે મારો પગ કપાવી નાખવો પડ્યો.

હવે હું કદી યુદ્ધમોરચે જઈ શકીશ નહીં, આ વાતનું મને ઘણું જ દુ:ખ છે. હું મારા દેશવાસીઓને આ સંદેશો આપું છું કે માતૃભૂમિની રક્ષા કરવાથી બીજું મોટું કોઈ પુણ્યકાર્ય નથી. મારા જીવનની રોમાંચક વાતો સાંભળીને તમારામાં પણ દેશપ્રેમ જાગ્યો હશે. જયહિંદ.

Ek Sainik Ni Atmakatha Essay in Gujarati

જો હું સૈનિક હોઉં તો નિબંધ - 100 શબ્દો

મારો જન્મ બનાસકાંઠા જિલ્લાના એક ડુંગરાળ વિસ્તારમાં થયો હતો. હું ભણતો હતો, ત્યારે એક દિવસ મારી શાળામાં સૈનિકદિનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એમાં અમારા સાહેબે અમને સૈનિકનું મહત્ત્વ સમજાવ્યું હતું. તે જ દિવસે મેં સૈનિક બનવાનો નિર્ણય કરી લીધો હતો.

એક વાર મને જાણવા મળ્યું કે સૈનિકોની ભરતી થઈ રહી છે. હું પણ એ ભરતી કૅમ્પમાં પહોંચી ગયો. મારું શરીર ખડતલ અને કદાવર હતું; તેથી મારી પસંદગી થઈ ગઈ. પછી અમને સૈનિકશાળામાં આકરી તાલીમ આપવામાં આવી. તેનાથી મારામાં મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત અને હિંમત આવી ગયાં. થોડાક વખતમાં તો મને રાઇફલ, મશીનગન, તોપ, ટૅન્ક વગેરે શસ્રો ચલાવતાં પણ આવડી ગયું. હવે હું યુદ્ધના મોરચે જવા થનગની રહ્યો હતો.

પાકિસ્તાની ઘૂસણખોરો આપણા દેશના કારગીલ વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. તેમને પાછા તગેડી મૂકવા માટે લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અમારી બટાલિયનને કારગીલ મોરચે મોકલવામાં આવી. અમે ઘૂસણખોરોને મારી હટાવવાના કામમાં લાગી ગયા. ઘૂસણખોરોને તગેડી મૂકવામાં અમને ઘણી સફળતા મળી. અમે દ્રાસ વિસ્તારમાં છુપાયેલા ઘૂસણખોરોનો નાશ કરી દીધો હતો. અમે તેમનાં બધાં હથિયારો જપ્ત કરી લીધાં હતાં.

આપણા દેશના નેતાઓએ અને જનતાએ અમારા આ બહાદુરીભર્યા કામથી ખુશ થઈ અમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં.

પછી અમે બીજા સરહદી વિસ્તારમાં ગયા. ત્યાં પણ દુશ્મનોની સાથે અમારે ભારે સંઘર્ષ થયો. મે એકલે હાથે ચાર ઘૂસણખોરોને મારી નાખ્યા હતા. ત્યાં તો અચાનક મારા પગે દુશ્મનની મશીનગનમાંથી છૂટેલી એક ગોળી વાગી. ઘાયલ થવાથી હું ઢળી પડ્યો. મને તરત જ લશ્કરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. મારા ઘાયલ પગની ત્યાં ઉત્તમ સારવાર કરવામાં આવી. હવે તો મારો પગ સારો પણ થઈ ગયો છે. હું એકાદ મહિના પછી ફરીથી મારી ફરજ બજાવી શકીશ. હું માભોમની રક્ષા કરવા ઉત્સુક છું.

આપે મારી વાત ધ્યાનથી સાંભળી એનો મને આનંદ છે.

એક સૈનિકની આત્મકથા | જો હું સૈનિક હોઉં તો નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Ek Sainik Ni Atmakatha Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

એક સૈનિકની આત્મકથા નિબંધ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી એક સૈનિકની આત્મકથા નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જો હું સૈનિક હોઉં તો નિબંધ અથવા એક સૈનિકની આત્મકથા વિશે નિબંધ એટલે કે Ek Sainik Ni Atmakatha Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join