વર્ષાઋતુ (ચોમાસુ) વિશે ગુજરાતી નિબંધ | Varsharutu Nibandh in Gujarati

વર્ષાઋતુ (ચોમાસુ) વિશે ગુજરાતી નિબંધ | Varsha Ritu Nibandh in Gujarati

શું તમે ગુજરાતીમાં વર્ષાઋતુ (ચોમાસુ) વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો વર્ષાઋતુ (ચોમાસુ) વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Varsharutu Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

વર્ષાઋતુ (ચોમાસુ) / ઋતુઓની રાણી વર્ષા / વર્ષાનો વૈભવ વિશે નિબંધ

અહીં ગુજરાતી વર્ષાઋતુ (ચોમાસુ) વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ વર્ષાઋતુ (ચોમાસુ) / ઋતુઓની રાણી વર્ષા / વર્ષાનો વૈભવ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

વર્ષાઋતુ વિશે ગુજરાતીમાં નિબંધ 

વર્ષાઋતુ/ઋતુઓની રાણી વર્ષા/વર્ષાનો વૈભવ
  1. પ્રસ્તાવના 
  2. વરસાદનું દશ્ય 
  3. વર્ષાના આગમન પછીનું વાતાવરણ 
  4. વર્ષાઋતુમાં આવતા તહેવારો 
  5. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ 
  6. બીમારી 
  7. ઉપસંહાર
ગ્રીષ્મ આકરા તાપની ઋતુ છે. સૂર્યની પ્રચંડ ગરમીથી સમગ્ર જીવસૃષ્ટિ ત્રાસી જાય છે. લગભગ બધાં જળાશયો સુકાઈ જાય છે. ધરતી સૂકી ભઠ્ઠ અને વેરાન થઈ ગયેલી દેખાય છે. પશુ, પક્ષી, માનવ અને વનસ્પતિ ચાતકડોળે વર્ષાના આગમનને ઝંખતાં હોય છે. અચાનક વર્ષાનું આગમન થાય છે અને ગ્રીષ્મૠતુ ધીરે ધીરે વિદાય લે છે.

વર્ષાના આગમન પૂર્વે આકાશમાં ઘનઘોર વાદળાં ચડી આવે છે. વીજળીના ચમકારા, વાદળના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની ભવ્ય સવારી આવી પહોંચે છે. વરસાદ વરસવા માંડે કે સર્વત્ર આનંદનું મોજું ફરી વળે છે. બાળકો વરસાદના પાણીમાં છબછબિયાં કરે છે. મોર કળા કરે છે, નાચે છે અને એના ટહુકાથી સીમને ગજવી નાખે છે. કોયલની કૂક વાતાવરણને આહ્લાદક બનાવી મૂકે છે. દેડકાં ‘ડ્રાંઉં’.. ‘ડ્રાંઉં’.. કરીને વર્ષાનું સ્વાગત કરે છે. ભીની માટીની સુવાસ આપણને તરબતર કરી દે છે. વરસતા વરસાદમાં બહાર જવાનું

હોય ત્યારે લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને જાય છે. પવન સાથે વરસાદ હોય ત્યારે કેટલાકની છત્રી ‘કાગડો’ થઈ જાય છે. વરસાદમાં નાહવાની બધાંને ખૂબ મઝા આવે છે. ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે. જળાશયોની પાણીની સપાટીમાં વધારો થવા લાગે છે.

ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે. તેઓ ખેતરમાં બી વાવે છે કે ધરુ રોપે છે. થોડા દિવસો પછી ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે. ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું સુંદર દૃશ્ય રચાય છે. ખેતરોમાં હરિયાળો પાક લહેરાય છે.

વર્ષા એટલે અવનવા તહેવારોની ઋતુ. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશચતુર્થી, સંવત્સરી અને નવરાત્રિ આ ઋતુમાં આવતા મુખ્ય તહેવારો છે. પંદરમી ઑગસ્ટ અને ગાંધીજયંતી જેવા રાષ્ટ્રીય તહેવારો પણ આ ઋતુમાં જ આવે છે. આ બધા તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઊજવવામાં આવે છે.

વર્ષાઋતુમાં કોઈ વાર અતિવૃષ્ટિ થાય છે. નદીઓમાં ભયંકર પૂર આવે છે. ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે. જાનમાલનું ભારે નુકસાન થાય છે. વર્ષાનું આ રૌદ્ર સ્વરૂપ છે. વર્ષાઋતુમાં કોઈ વાર બિલકુલ વરસાદ ન પડે કે બહુ ઓછો વરસાદ પડે તો ખેતરોમાં અનાજ પાકતું નથી, ઘાસચારો થતો નથી. પાણીની ભયંકર તંગી પડે છે. તેને ‘દુષ્કાળ' કહે છે.

વર્ષાઋતુમાં વરસાદ પડવાથી ચારે બાજુ કાદવકીચડ થઈ જાય છે. માખી અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તેથી લોકોની માંદગીનું પ્રમાણ પણ વધી જાય છે.

વર્ષાઋતુમાં અનાજ પાકે છે. ઘાસચારો થાય છે અને જળાશયોમાં પાણીની આવક થાય છે. તેનાથી મનુષ્યો અને પશુપંખીઓનું પોષણ થાય છે. એટલે વર્ષાઋતુનાં જેટલાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. કવિઓ તેનાં ગુણગાન ગાતાં કાવ્યો લખે છે. કવિઓએ વર્ષાઋતુને ‘ઋતુઓની રાણી' કહીને આવકારી છે.

વર્ષાઋતુ (ચોમાસુ) નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Varsha Ritu Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

વર્ષાઋતુ (ચોમાસુ) નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી વર્ષાઋતુ (ચોમાસુ) ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વર્ષાઋતુ (ચોમાસુ) વિશે નિબંધ એટલે કે Varsha Ritu Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.