શું તમે ગુજરાતીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે
ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Subhas Chandra Bose Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ
અહીં ગુજરાતી નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે એક નિબંધ
રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ગુજરાતીમાં નિબંધ
સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકમાં એક સામાન્ય પરિવારમાં 23 જાન્યુઆરી, 1887ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાદેવી હતું. તેમના પિતા શિસ્તના આગ્રહી હતા. તેમની માતા ખૂબ પ્રેમાળ અને ધાર્મિક હતાં. સુભાષચંદ્રને પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવસેવાના પાઠ શીખવા મળ્યા હતા.
સુભાષચંદ્ર પર સ્વામી વિવેકાનંદની ઊંડી અસર પડી હતી. તેઓ માનવસેવાને પ્રભુસેવા માનતા. સુભાષચંદ્રને અંગ્રેજોની કેટલીક બાબતો ગમતી. તેઓ કહેતા : “ચુસ્ત શિસ્ત, સમયપાલન, કામ કરવાની ધગશ વગેરે ઘણુંબધું આપણે ગોરી પ્રજા પાસેથી શીખવા જેવું છે.''
સુભાષબાબુએ ઇંગ્લૅન્ડ જઈ સારા નંબરે આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કરી હતી. તે ઊંચા હોદ્દાની સરકારી નોકરી મેળવીને ઘણી સારી કમાણી કરી શકે તેમ હતા. આમ છતાં, તે દેશની આઝાદી માટેની લડતમાં જોડાયા. તેઓ આદર્શ દેશભક્ત હતા.
સુભાષબાબુએ માતૃભૂમિની આઝાદી માટે શસ્ત્રોના ઉપયોગ દ્વારા ક્રાન્તિનો રાહુ પસંદ કર્યો. અંગ્રેજ સરકારે તેમને જેલમાં પૂર્યા. ત્યાં તેમને ક્ષય રોગ લાગુ પડ્યો. તેથી અંગ્રેજ સરકારે તેમને નજરકેદ હેઠળ રાખ્યા. સુભાષબાબુ વેશ બદલીને નજરકેદમાંથી છટકી ગયા તથા અનેક મુસીબતો વેઠી જર્મની પહોંચ્યા અને ત્યાંથી જાપાન ગયા. ત્યાં તેમણે ‘આઝાદ હિંદ ફોજ'ની રચના કરી અને ‘ચલો દિલ્લી’નું એલાન આપ્યું. તેઓ વિજયકૂચ કરતા કરતા આગળ વધી રહ્યા હતા ત્યારે કુદરતી પ્રકોપ થયો. મુશળધાર વરસાદ તૂટી પડ્યો. તેમને મળતો દારૂગોળો અને ખોરાકનો પુરવઠો પણ ખૂટી પડ્યો. તેમણે તેમની ફોજને પાછા ફરવાનો આદેશ આપ્યો. તે યુદ્ધના કામે વિમાન માર્ગે મંચુરિયા જવા નીકળ્યા હતા. તે વખતે એક વિમાની અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું.
આજે પણ દેશવાસીઓ આદર સાથે આ વીર પુરુષને યાદ કરે છે. તેમનું સૂત્ર ‘ચલો દિલ્લી’ આપણને સદાય યાદ રહેશે.
સુભાષચંદ્ર બોઝ નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Subhas Chandra Bose Nibandh in Gujarati ની
ફ્રી pdf Download કરી શકો છો.
નેતાજી સુભાષચંદ્ર બોઝ નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી નેતાજી સુભાષચંદ્ર બોઝ ગુજરાતી નિબંધ નો
વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ એટલે કે Subhas Chandra Bose Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય
તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને
અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે.
તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.