મહાત્મા ગાંધી વિશે ગુજરાતીમાં નિબંધ | Mahatma Gandhi Essay in Gujarati

મહાત્મા ગાંધી વિશે ગુજરાતીમાં  નિબંધ | Mahatma Gandhi Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં મહાત્મા ગાંધી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મહાત્મા ગાંધી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે મહાત્મા ગાંધી  Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

મહાત્મા ગાંધી વિશે નિબંધ

અહીં ગુજરાતી મહાત્મા ગાંધી વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ મહાત્મા ગાંધી વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

મહાત્મા ગાંધી વિશે ગુજરાતીમાં  નિબંધ 

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. તેમની માતાનું નામ પૂતળીબાઈ હતું. બાળપણમાં તેમણે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી. તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ. તે દિવસથી તેમણે સાચું બોલવાનો અને મા-બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો હતો. ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બૅરિસ્ટર બન્યા.

ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમણે ગોરાઓ દ્વારા હિંદીઓને થતો અન્યાય નજરોનજર જોયો. તેમને પોતાને પણ ત્યાં ચાલતા રંગભેદનો કડવો અનુભવ થયો. તેમણે તે અન્યાય દૂર કરાવવા માટે અહિંસક લડત ઉપાડી. તેમાં તેમને સફળતા મળી.

ત્યારપછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા. ભારતમાં તે વખતે અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમનાં શસ્ત્રો હતાં. દેશની જનતા અને અનેક દેશનેતાઓએ તેમને તન, મન અને ધનથી સાથ આપ્યો. અંગ્રેજોએ તેમને ઘણી વાર જેલમાં પૂર્યા, પણ તેઓ હિંમત હાર્યા નહિ. છેવટે સૌના પ્રયત્નોથી ભારતને 1947માં આઝાદી મળી.

ગાંધીજીએ અમદાવાદમાં પહેલાં કોચરબમાં અને પછી સાબરમતી નદીને કિનારે આશ્રમની સ્થાપના કરી. તેઓ સાદાઈથી રહેતા, ગમે તેટલું કામ હોય છતાં તેઓ સવાર-સાંજ પ્રાર્થના કરતા. તેમની પ્રાર્થનાસભામાં અનેક લોકો આવતા. તેમને ‘વૈષ્ણવજન તો તેને રે ક્હીએ' એ કવિ નરસિંહ મહેતાનું ભજન અતિપ્રિય હતું. તેઓ દરરોજ રેંટિયો કાંતતા. તેમણે પોતાની આત્મકથા લખી છે, જે ‘સત્યના પ્રયોગો’ નામે જાણીતી છે. તેમનાં પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમણે પણ ગાંધીજીને ઘણો સહકાર આપ્યો હતો.

30 જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીજી દિલ્લીમાં પ્રાર્થનાસભામાં જતા હતા ત્યારે નાથુરામ ગોડસે નામના એક યુવાને તેમને ગોળીઓથી વીંધી નાખ્યા. આથી વિશ્વભરના લોકોને ભારે આઘાત લાગ્યો. તેમની સમાધિ દિલ્લીમાં આવેલી છે. તે ‘રાજઘાટ’ તરીકે ઓળખાય છે.

દેશવાસીઓ ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે આજે પણ યાદ કરે છે.

મહાત્મા ગાંધી નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Mahatma Gandhi Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

મહાત્મા ગાંધી નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી મહાત્મા ગાંધી ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મહાત્મા ગાંધી વિશે નિબંધ એટલે કે Mahatma Gandhi Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join