ગાંધી જયંતી નિબંધ ગુજરાતી | Gandhi Jayanti Essay in Gujarati [2024]

ગાંધી જયંતી નિબંધ ગુજરાતી | Gandhi Jayanti Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં ગાંધી જયંતી વિશે નિબંધ શોધી રહ્યાં છો? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ગાંધી જયંતી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Gandhi Jayanti Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

ગાંધી જયંતી વિષય પર નિબંધ

અહીં ગુજરાતી ગાંધી જયંતી વિશે બે નિબંધ રજુ કર્યા છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ ગાંધી જયંતી વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

ગાંધી જયંતી વિશે ગુજરાતીમાં નિબંધ 

  1. પ્રસ્તાવના
  2. ગાંધીજીનું જીવન અને કાર્ય 
  3. ગાંધીજયંતીની ઉજવણી
  4. ઉપસંહાર
આપણે વર્ષ દરમિયાન અનેક સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીએ છીએ. ગાંધીજયંતી આપણો રાષ્ટ્રીય તહેવાર છે.

ગાંધીજયંતીનો તહેવાર દર વર્ષે બીજી ઑક્ટોબરના દિવસે ઊજવાય છે. ગાંધીજયંતી એટલે ગાંધીજીનો જન્મદિવસ. ઈ. સ. 1869ના ઑક્ટોબરની બીજી તારીખે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા પોરબંદરમાં થયો હતો. ગાંધીજી બાળપણમાં એક સામાન્ય બાળક હતા. સામાન્ય બાળકોની જેમ | તેમનાથી પણ અનેક ભૂલો થઈ હતી, પરંતુ તેમનામાં હંમેશાં સાચું બોલવાનો ગુણ હતો. તથા ‘મારાથી આ ભૂલ થઈ ગઈ છે', એની જાણ થયા પછી તેઓ તે ભૂલ ફરીથી ક્યારેય કરતા નહોતા. આ મહાન ગુણને લીધે જ તે જીવનમાં થતી ભૂલો સુધારી શક્યા અને મહાન બન્યા. તેઓ વિલાયત જઈને વકીલાતનું ભણ્યા. તેઓ દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં સત્યાગ્રહનો માર્ગ અપનાવી અંગ્રેજો દ્વારા અપનાવાયેલી રંગભેદની નીતિને લીધે થતા અન્યાયો તેમણે દૂર કરાવ્યા. ઈ. સ. 1915માં તેઓ ભારત આવ્યા. ભારતના લોકો અંગ્રેજોની ગુલામીમાં અનેક યાતનાઓ ભોગવી રહ્યા હતા. ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે ભારતને આઝાદ કરવા અંગ્રેજો સામે લડત ચલાવી. લાંબા સંઘર્ષને અંતે ઈ. સ. 1947ની પંદરમી ઑગસ્ટે આપણો દેશ આઝાદ થયો. ગાંધીજી ‘રાષ્ટ્રપિતા' તરીકે દેશના કરોડો લોકોના હૃદયમાં સ્થાન પામ્યા.

ગાંધીજીનું અંગત જીવન પણ પ્રેરણાદાયી હતું. તે સાદાઈથી રહેતા. સવાર- સાંજ ફરવા જતા અને પ્રાર્થના કરતા. તે દરરોજ રેંટિયો કાંતતા. તે ઘણી ઓછી વસ્તુઓથી ચલાવી લેતા. લોકોનું દુઃખ જોઈ તેમનું હૈયું દ્રવી ઊઠતું. તેઓ કર્મયોગી હતા, એક સંત હતા. તેથી જ ‘મહાત્મા' તરીકે ઓળખાયા.

ગાંધીજયંતીના દિવસે ઠેર ઠેર સમૂહપ્રાર્થના અને સમૂહકાંતણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ગાંધીજીની સમાધિ દિલ્લીમાં આવેલી છે. તે ‘રાજઘાટ’ તરીકે ઓળખાય છે. આ દિવસે દેશનેતાઓ ગાંધીજીની સમાધિ પર જઈ ત્યાં ફૂલો ચડાવે છે. ત્યાં ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શાળાઓમાં સફાઈ કાર્યક્રમ રાખવામાં આવે છે. પ્રાર્થનાસભામાં ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ ...' ગવાય છે. ગાંધીજીનાં જીવન અને કાર્યો વિશે વક્તવ્યો આપવામાં આવે છે. કેટલાંક સ્થળે ગાંધી સાહિત્યનું પ્રદર્શન પણ યોજવામાં આવે છે.

ગાંધીજી 20મી સદીની શ્રેષ્ઠ પ્રતિભા છે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ તેમજ સત્ય, અહિંસા, સાદાઈ અને સેવાના ગુણોને આપણા જીવનમાં ઉતારીએ.

Gandhi Jayanti Essay in Gujarati

ગાંધીજયંતી નિબંધ - 100 શબ્દો

દર વર્ષે બીજી ઑક્ટોબરે ગાંધીજયંતી આવે છે.

2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો. તે આઝાદીની લડતના નેતા હતા. તેમણે અંગ્રેજો સામે અહિંસક આંદોલન કર્યું હતું. તેમણે દાંડીકૂચ કરી કાનૂનભંગની લડત ચલાવી હતી. તેમનાં આંદોલનોન પરિણામે 1947ની પંદરમી ઑગસ્ટે આપણો દેશ આઝાદ થયો.

ગાંધીજી સાદાઈથી રહેતા. એક ટૂંકી પોતડી પહેરતા. સવાર-સાંજ પ્રાર્થના કરતા. તે દરરોજ રેટિયો કાંતતા. ઊંચનીચના ભેદભાવોમાં તે માનતા નહોતા. સ્વદેશીના તે હિમાયતી હતા.

ગાંધીજયંતીના દિવસે ઠેરઠેર પ્રાર્થનાસભાઓ યોજાય છે. ગાંધીજીના જીવનના પ્રસંગોને યાદ કરવામાં આવે છે. ઠેરઠેર કાંતણના અને સફાઈના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીની સમાધિ છે. આ દિવસે દેશનેતાઓ તેના પર ફૂલો ચડાવે છે. આપણે ગાંધીજીના મહાન ગુણોને આપણા જીવનમાં ઉતારીએ.

ગાંધી જયંતી નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Gandhi Jayanti Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

ગાંધી જયંતી નિબંધ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ગાંધી જયંતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ગાંધી જયંતી વિશે નિબંધ એટલે કે Gandhi Jayanti Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.