ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર | Gujarati Suvichar for School [PDF]

ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર | Gujarati Suvichar for School

શું તમે ગુજરાતીમાં સુવિચાર શાળા માટે શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ ગુજરાતી સુવિચાર શાળા માટે રજુ કર્યા છે અને છેલ્લે Suvichar for School in Gujarati ની PDF પણ Download કરી શકશો.

ગુજરાતી સુવિચાર શાળા માટે

અહીં ગુજરાતીમા નાના સુવિચાર શાળા માટે રજુ કર્યા છે જે નીચે આપેલ છે.

નાના સુવિચાર ગુજરાતીમાં

  • શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.
  • શાળા એ ગ્રંથાલય અને રમતગમતનું મંદિર છે.
  • શિક્ષણ એ આત્માનું ખોરાક છે.
  • શિક્ષક એ વિદ્યાર્થીનો માર્ગદર્શક છે.
  • વિદ્યા એ શક્તિ છે.
  • જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે.
  • શિક્ષણ એ સમાજનો આધાર છે.
  • શિક્ષણ એ વિકાસનું શસ્ત્ર છે.
  • શિક્ષણ એ શાંતિનું સાધન છે.
  • શિક્ષણ એ ઉત્સાહ અને પ્રેરણાનો સ્ત્રોત છે.
  • શાળા એ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનું કેન્દ્ર છે.
  • શિક્ષણ એ સમાજનું આધુનિકીકરણ છે.
  • શિક્ષણ એ ગરીબીનો નાશ કરવાનું એક માધ્યમ છે.
  • શિક્ષણ એ સંસ્કૃતિ અને ધર્મનું જતન કરે છે.
  • શિક્ષણ એ સમાજનું સુધારણા કરે છે.
  • શિક્ષણ એ સમાજનું સંકલન કરે છે.
  • શિક્ષણ એ સમાજનું સંરક્ષણ કરે છે.
  • શિક્ષણ એ સંશોધન અને નવીનતાનું ઘર છે.
  • શિક્ષણ એ વ્યક્તિગત અને સામાજિક વિકાસનું મહત્વનું સાધન છે.
ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર | Gujarati Suvichar for School

  • શિક્ષણ એ વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
  • શિક્ષણ એ વિશ્વને એક સ્થળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
  • શિક્ષણ એ આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
  • આજનું કામ આજે જ કરો.
  • સકારાત્મક વિચારોથી સફળતા નીકળે છે.
  • જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ.
  • શીખવાનું ક્યારેય બંધ ન કરવું જોઈએ.
  • સમયનું મૂલ્ય જાણો.
  • સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે.
  • પ્રેમ એ જીવનનું સૌથી મોટું આભાર્ય છે.
  • સહકાર એ સફળતાનો પાયો છે.
  • દાન એ ભગવાનનું ધર્મ છે.
  • અહિંસા એ સૌથી મોટું બળ છે.
  • સત્ય એ જીવનનો પાયો છે.
  • ભગવાનમાં વિશ્વાસ રાખો.
  • મનની શાંતિ એ જીવનનું સૌથી મોટું સુખ છે.
  • સમસ્યાઓને પડકાર તરીકે જુઓ.
  • જીવનમાં સફળ થવા માટે મહેનત અને સખત પરિશ્રમ જરૂરી છે.
  • ખુશી એ જીવનનું સૌથી મોટું સંપત્તિ છે.
  • સમયનો સારો ઉપયોગ કરો.
  • જીવનને સરળતાથી લો.
  • ખુશી તમારી પાસે છે, તમે તેને શોધવા માટે બહાર જોઈ રહ્યા છો.
  • સમસ્યાઓને ભૂલી જાઓ, સમાધાનો શોધો.
  • જીવન એક અનુભવ છે, તેને માણો.
  • બીજાઓને જે રીતે ઈચ્છો છો તે રીતે તમારી સાથે વર્તવા દો.
  • પ્રેમ કરો અને પ્રેમ પામો.
  • સ્વીકારો અને છોડી દો.
  • આજે જ શરૂઆત કરો.
  • તમારી જાતને પ્રેમ કરો.
  • કૃતજ્ઞ રહો.
  • સંશોધન કરો અને જાણો.
  • પરિપૂર્ણ ન હોવાથી ડરશો નહીં.
  • તમારા સપનાને પૂર્ણ કરો.
  • જવાબદારી લો.
  • આત્મવિશ્વાસ રાખો.
  • સમય જાય છે, પરંતુ સમય મૂલ્યવાન છે.
  • જીવનમાં સફળ થવા માટે શીખો અને વિકસો.
  • જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો.
  • જીવનમાં સફળ થવા માટે ખુશ રહો.
ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર | Gujarati Suvichar for School

  1. હમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતા પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોચાય છે.
  2. જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે.
  3. જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે.
  4. પરિણામની જે પરવા કરતો નથી એવા માણસ ને બધા કર્તવ્યો એકસરખા લાગે છે.
  5. બકરીની જેમ સો વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું વધુ બહેતર છે.
  6. સાચી કેળવણી તો તે છે કે જે માનવી પોતાના પગ પર ઊભો રહેતા શીખવે.
  7. જે સ્વાર્થી માણસ પોતાની જ પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેને નરકમાં પણ સ્થાન નથી.
  8. અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે.
  9. દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી.
  10. શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
  11. ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.
  12. બંધ હોઠમાં કેદ ચમકતા સફેદ મોટી જેવા દાત સાથેના ચઢેલા ચહેરા કરતા પીળા દાંત બતાવતું મુગ્ધ હાસ્ય વધુ સારૂ.
  13. કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.
  14. હજાર માઈલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાંની શરૂ થાય છે.
  15. આજના સુર્યને આવતીકાલના વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા.
  16. ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.
  17. મારો જન્મ મારા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે.
  18. ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ, પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ. 
  19. શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.
  20. તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે.
  21. મારૂ એ સાચું નહિ પણ સાચું એજ મારૂ – આ સિદ્ધાંત જીવનમાં અપનાવાથી સુખી થવાય છે.
  22. ૩ દાન કેટલું આપ્યું તે મહત્વનું નથી, દાન ક્યાં માર્ગે વપરાયું તે મહત્વનું છે. 
  23. કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે.
  24. ક્ષમા આપવી એ ઉતમ છે, પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ.
  25. શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે ,જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે.
  26. તરસ્યા ને પાણી પાવું, ભુખ્યાને રોટલો આપવો, અંધને રસ્તો બતાવવો – એ ઉત્કૃષ્ટ કર્મદાન છે.
  27. જે ઘરમાં પાચ થી દસ સારા પુસ્તકો ન હોય ત્યાં દિકરી આપતા વિચાર કરજો.
  28. શિક્ષક અર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ.
  29. પ્રબળ આત્મવિશ્વાસ જ મહાનાકાર્યોનો જનક છે.
  30. વધારે પડતા કાર્યનો બોજો નહિ, પરંતુ અનિયમિતતા જ માણસને મારી નાખે છે.
  31. સફળ માતા-પિતા એ જગતની સર્વશ્રેષ્ઠ ડીગ્રી છે.
  32. બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે, સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર.
  33. ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોરવચન – આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ ધર્મ.
  34. જો એક વાર બોલતા પહેલા બે વાર વિચારશો તો તમે સારૂ બોલશો.
  35. આપણે સમયનું ધ્યાન નથી રાખતા, તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો.
  36. તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે.
  37. અમીર હોવા છતાં જેની ધનલાલસા ઓછી નથી થઇ, તે સૌથી વધુ ગરીબ છે.
  38. તમે આળસને માત્ર “આજ” આપશો, તો તે તમારી “કાલ” પણ ચોરી જશે.
  39. જાત ને બદલશો તો આખું જગત બદલાઈ જશે.
  40. જોખમ તો દરેક કામમાં છે, પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે.
  41. સાચું બોલવાનો એક ફાયદો એ છે કે પછી આપને શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.
  42. હું સુખી છુ એનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. – આઇન્સ્ટાઇન
  43. જિંદગીનો સૌથી નકામો દિવસ એ છે કે જે દિવસે આપણે હાસ્ય ના હોઈએ.- ચાર્લી ચેપ્લીન
  44. જયારે દરેક વસ્તુ તમને સહેલાયથી મળવા લાગે ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો.
  45.  જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો, કારણકે તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાખશે. 
  46. જીવનની મુશ્કેલ પળ એ છે કે જયારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલુ રાખો.
  47. જો આપને પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે.
  48. પુસ્તકનું મુલ્ય રત્ન કરતાય અધિક છે, રત્ન બહારની ચમક બતાવે છે. જયારે પુસ્તક અંતઃકરણને ઉજજવળ કરે છે. – ગાંધીજી
  49. ધન કરતા જ્ઞાન એટલા માટે ઉતમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જયારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે.
  50. કોઈ એક ઉંચા આસન પર બેસવાથી કઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તે ગરૂડ કહેવાય નહિ.
ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર | Gujarati Suvichar for School

ગુજરાતી શુભસુવિચાર શાળામાં લખી શકાય તેવા સુવિચાર

  1. જગતને જોવા માટે આંખ હોવી અનિવાર્ય છે, પણ શું જોવા જેવું છે ને શું નથી એના માટે દ્રષ્ટિ જોઈએ.
  2. જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તો તેની ચિંતામાં પડવા કરતા કિતાબના કોરા પાના સારા લખાય તેની ચિંતા કરો. જાગ્યા ત્યાર થી સવાર.
  3. સાહેબ કહે એ સાચું નહિ પણ સાચું કહે એ સાહેબ.
  4. પુરુષાર્થ વિનાની સંપતિ, આત્મા વિનાનો આનંદ, માનવતા વિનાનું વિજ્ઞાન, સંસ્કાર વિનાનું જ્ઞાન, સિદ્ધાંત વિનાનું રાજકારણ, નૈતિકતા વિનાનો વેપાર અને ત્યાગ વિનાની પૂજા. આ સાત મહાપાપ છે. – ગાંધીજી
  5. આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો, પછી આખી જિંદગી ક્યારેય તમારે કામ કરવું પડશે નહિ.
  6. મને આ વાત માં વિશ્વાસ છે – તમારા કામથી તમારી ઓળખ ઊભી થાય છે, ઓળખથી તમને સન્માન મળે છે, અને સન્માનથી તમને શક્તિ મળે છે.- નારાયણ મૂર્તિ
  7. પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે. – મધર ટેરેસા
  8. ગુસ્સાની એક ક્ષણ સાંભળી શકશો, તો પસ્તાવાના સો વર્ષ થી બચી જશો.
  9. ખેતરે પહોચો સૌથી પહેલા,ખાટલે પહોચો સૌથી છેલ્લા.
  10. જે કઈક પૂછે છે એ પાંચેક મીનીટ માટે મૂરખ સાબિત થઇ શકે, જે કશું પૂછતો નથી એ આખી જિંદગી મૂરખ રહે છે.
  11. તમારું કોઈ કામ કોઈ જાણે નહિ એવું ઇચ્છતા હો તો એ કામ કરો જ નહિ.
  12. પોતાની જવાબદારીમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
  13. જે માણસ કોઈનુંય કશું સંભાળતો નથી એનું ઈશ્વર પણ કઈ સાંભાળતો નથી. 64. સાદાઈ,સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઇ શકશે.
  14. સંતતિ અને સંપતિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.
  15. તમારી હાજરીથી જે લોકો કાપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.
  16. બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો એટલા મીઠા ફળ ભવિષ્યમાં મળશે.
  17. દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઇચ્છતા હોઈએ તેવાજ અંદર થી પણ રહીએ.
  18. પગ લપસવાથી થયેલા ઘા રૂઝાય જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
  19. માણસ જો પોતાના મન થી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહિ.
  20. સાચા-ખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ.
  21. હે પ્રભુ હું જે ઈચ્છું એ નહિ, પણ જે યોગ્ય હોય તેજ થાજો.
  22. કામ આજે જ કરો આવતી કાલે તો એ કામ ને કાટ ચડી જશે.
  23. વ્યવહારુ માણસ એ ગણાય જે દરેક સમસ્યામાંથી પોતાની તક શોધી લે.
  24. આ દુનિયામાં આપણું કઈ જ નથી સિવાય કે સમય.
  25. ગૂંચ પડી છે તો ઉકેલી નાખો,ગાંઠ પડી છે તો છોડી નાખો,ભૂલ થઇ હોય તો સુધારી લો.
  26. કામ કરવાનો વિચાર આવતાજ જેને, થાક લાગવા માંડે છે એ માણસ ખરો આળસુ.
  27. જેની પાસે ઓછું ધન છે તે ગરીબ નથી પણ જેની ઇચ્છાઓ અતૃપ્ત છે તેજ ખરેખરો ગરીબ છે.
  28. દૂર રહીને પણ જે દિલ માં રહે એ આપણો ખરો સ્વજન.
  29. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.
  30. માણસ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.
  31. જે મળે તે ગમે એનું નામ સુખ.
ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર | Gujarati Suvichar for School

  1. માણસ એટલે સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક.
  2. સપના સાચા પાડવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે.
  3. જે માતા-પિતા પોતાના બાળકોને લાડકા ઉછેરે છે, તેઓ તેનું ભવિષ્ય બગાડે છે.
  4. રાતે ઘસઘસાટ ઊંઘવા માટે નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકેય નથી.
  5. શાણપણ એટલે વિવેક મર્યાદાને પાણી ચડાવેલું જ્ઞાન.
  6. શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બન્ને વાંચે છે.
  7. જે તમારા દોષ દેખાડે તેને દાટેલું ધન દેખાડનારો સમજો.
  8. જે બીજાને જાણે તે શિક્ષિત પણ પોતાને ઓળખે તે બુદ્ધિમાન.
  9. સફળ થવું હોય તો બે જ રસ્તા છે, ગમતું કામ કરો યા કામને ગમતું કરો.
  10. આવડત હમેશા નમ્રતાના વસ્ત્રો માં જ શોભે.
  11. ખુવાર થવાની તૈયારી હોય તો જ ખુમારી રાખજો.
  12. ફૂલ વગર પણ મધ બનાવનારી મધમાખીનું નામ આશા છે.
  13. મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન છે.
  14. જેને ક્યારેય થાક ન લાગે એનું નામ સફળતા.
  15. આવેલ તક ને ઝડપી લો એમાં જ તમારું ભાગ્ય છે.
  16. તમે ક્ષણને બગાડો એ તમારું ભાગ્ય બગાડશે.
  17. જગતમાં ચીજ માત્રની કિમત આંકી શકાય છે, સમયની નહિ.
  18. પ્રસન્નતા સૌને પ્રિય છે ખિન્નતા નહિ,
  19. પ્રમાદી માણસ કાર્યશક્તિ ખોઈ બેસે છે.
  20. પડવું એ પતન નથી, પડ્યા રહેવું એ પતન છે.
  21. સિદ્ધિના આનંદ કરતા લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે.
  22. પોતાનો જન્મજાત સ્વભાવ અને પૂર્વગ્રહ ભૂલીને શિક્ષણની સાધના કરવી એનું નામ ખરી સંસ્કૃતિ.
  23. મોઢા પર કડવી વાત સંભળાવી દે અને પીઠ પાછળ ખરા દિલથી વખાણ કરે તેનું નામ સાચો મિત્ર.
  24. વેરમાં હમેશા વાંધો હોય છે, જયારે સ્નેહમાં કે પ્રેમમાં હમેશા સાંધો હોય છે.
  25. હે પ્રભુ આખા જગતને સુધારજે અને સુધારવાની શરૂઆત પ્લીઝ મારાથી કરજે.
  26. આજના સુરજને આવતીકાલના વાદળા પાછળ સંતાડી દે એનું નામ ચિંતા.
  27. સફળતાના દ્વાર ખોલવા હોય ત્યારે મુસીબતના દરવાજે ટકોરા તો મારવા જ પડે.
  28. વિજયી માણસ જે માટીમાંથી બન્યો છે એનું નામ સાહસ છે.
  29. જિંદગી ખુલ્લી કિતાબ છે એનો અર્થ એ નહિ કે મનફાવે ત્યારે પાના ફાડી નાખવા.
  30. બાળક પાસે જે એક સચોટ બ્રહ્માસ્ત્ર છે, એનું નામ છે હાસ્ય.
  31. કામથી મો ફેરવી લેવું, ગમો – અણગમો જાહેર કરવો એ કાયરતાની નિશાની છે.
  32. પુસ્તક એટલે સમયના સાગરમાં ઊભી કરવામાં આવેલી દીવાદાંડી.
  33. જેની પાસે માં ના સ્તર સુધી જઈને સમજાવવાની શક્તિ છે એ માસ્તર.

ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર | Gujarati Suvichar for School


સુવિચાર શાળા માટે ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Gujarati Suvichar for School in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

ગુજરાતી સુવિચાર શાળા માટે નો વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી સુવિચાર શાળા માટે નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી સુવિચાર શાળા માટે એટલે કે Suvichar for School in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join