સ્વામી વિવેકાનંદ ગુજરાતી નિબંધ | Swami Vivekananda Essay in Gujarati [PDF]

સ્વામી વિવેકાનંદ વિશે ગુજરાતીમાં નિબંધ | Swami Vivekananda Essay in Gujarati PDF

શું તમે ગુજરાતીમાં સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો સ્વામી વિવેકાનંદ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Swami Vivekananda Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ

અહીં ગુજરાતી સ્વામી વિવેકાનંદ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

સ્વામી વિવેકાનંદ વિશે ગુજરાતીમાં નિબંધ 

સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ. તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12 જાન્યુઆરી, 1863ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું.

નરેન્દ્રનાથ ખૂબ રૂપાળા હતા. ગોળ ભરાવદાર ચહેરો, મોટી તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર અને મધુર અવાજ એ તેમની ઓળખ. તેઓ ભગવામાં તેજસ્વી. તેમને વાંચનનો ખૂબ શોખ હતો. તેમની યાદશક્તિ પણ અદ્ભુત હતી. તેઓ એક વાર પુસ્તક વાંચતા અને તેમને બધું યાદ રહી જતું. તેઓ નીડર હતા. પોતે અનુભવ ન કરે ત્યાં સુધી તે કોઈ વાતને સાચી માનતા નહિ.

નરેન્દ્રનાથને એક જ ધૂન હતી : ‘મારે ઈશ્વરને જોવા છે.' તેઓ ગુરુની શોધમાં ઘણી વ્યક્તિઓને મળ્યા. પણ તેમને કોઈનાથી સંતોષ થયો નહિ. તે સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા. નરેન્દ્રનાથને તેમનામાં સાચા ગુરુનાં દર્શન થયાં. તે ત્રેવીસ વર્ષની ઉમરે ભગવાં વસ્ત્રો પહેરીને સંન્યાસી બની ગયા. સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને ‘વિવેકાનંદ’ નામ આપ્યું.

ત્રીસ વર્ષની ઉમરે સ્વામીજીએ અમેરિકામાં શિકાગો શહેરમાં ભરાયેલી ધર્મપરિષદમાં હાજરી આપી. તેમણે પોતાની વાણીથી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. તેઓ અમેરિકાથી પાછા આવ્યા ત્યારે લાખો લોકોએ તેમનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું.

સ્વામી વિવેકાનંદે ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી. આ સંસ્થા આજે પણ શિક્ષણ અને સેવાનાં કાર્યો કરે છે.

તેમણે યુવાનોને સૂત્ર આપ્યું : ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.' સ્વામી વિવેકાનંદ ઓગણચાલીસ વર્ષની નાની ઉંમરે અવસાન પામ્યા. તેઓ સાચા દેશભક્ત હતા.

સ્વામી વિવેકાનંદ નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Swami Vivekananda Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

સ્વામી વિવેકાનંદ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી સ્વામી વિવેકાનંદ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ એટલે કે Swami Vivekananda Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

 

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.