શું તમે ગુજરાતીમાં જન્માષ્ટમી નિબંધ (Janmashtami Nibandh) વિશે નિબંધ શોધી
રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો જન્માષ્ટમી વિશે
ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Janmashtami nibandh ની PDF પણ Download કરી શકશો.
જન્માષ્ટમી નિબંધ ગુજરાતી
અહીં ગુજરાતી જન્માષ્ટમી નિબંધ વિશે ત્રણ નિબંધ રજુ કાર્ય છે
જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં
શબ્દોમાં છે.
નીચે આપેલ જન્માષ્ટમી વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
જન્માષ્ટમી નિબંધ ગુજરાતીમાં
શ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જનમદિવસને
જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ) તિથિ
જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને
કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
જન્માષ્ટમી હિંદુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે. આ તહેવાર
રક્ષાબંધનના આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય
ઉજવણી કરે છે. લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો
દિવસ ઉપવાસ પર રહે છે અને જુદી - જુદી વાનગીઓ નો ભોગ કે 56 ભોગ લગાવે
છે. દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. લોકો
કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે.
જન્માષ્મીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જનમ થયો હતો. તેથી રાત્રે
12 વાગ્યે મંદિરમાં અને ઘરોમાં પણ લોકો શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને
આરતી કરીને ઉજવણી કરે છે. આ દિવસે શહેરના રસ્તાઓ પર મટકી ફોડ
પ્રતિયોગિતા પણ રાખવામાં આવે છે . તેનું એક ખૂબ સરસ દ્રશ્ય મુંબઈમાં
જોવા મળે છે. આખો દિવસ "ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજબાલા"
ના ગીત ગૂંજાય છે. ભારે સંખ્યામાં લોકો આ મટકીફોડનો આનંદ ઉઠાવે છે.
મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઈનામો પણ રાખવામાં આવે છે. ફૂટેલી માટલીની
ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે.
શ્રીકૃષ્ણ માતા દેવકી અને વાસુદેવના પુત્ર છે. જેનો જન્મ મથુરામાં
રાત્રે 12 વાગ્યે કારાગૃહમાં થયો હતો. કૃષ્ણ દેવકીની આઠમી સંતાન હતી
જેને કંસ મારી નાખવાનો હતો એ ડરથી વાસુદેવ શ્રીકૃષ્ણને યમુના નદી પાર
કરીને કૃષ્ણને બાબા નંદરાય અને યશોદા પાસે મૂકી આવ્યા હતા. જે કથા
પ્રચલિત છે.
Janmashtami Essay in Gujarati
જન્માષ્ટમી નિબંધ - 100 શબ્દો
જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે.
જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની
રાતે મથુરાની જેલમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ
દેવકી. ‘દેવકીનું આઠમું સંતાન કંસનો નાશ કરશે' એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે
વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યાં હતાં. મધરાતે શ્રીકૃષ્ણનો જન્મ થયો. પછી
વસુદેવ શ્રીકૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘેર
મૂકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા. તેથી શ્રીકૃષ્ણના
જન્મદિવસને ‘ગોકુળઅષ્ટમી’ પણ કહે છે.
જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઊજવાય છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે.
મંદિરોને શણગારવામાં આવે છે . ત્યાં રાતે ભજનકીર્તન થાય છે . રાતના બાર વાગે
કૃષ્ણજન્મ થતાં લોકો નાચે છે, કૂદે છે, ગુલાલ ઉડાડે છે અને ગાય છે :
‘‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી.’’
પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે. લોકો પારણામાં ઝૂલતા કનૈયાનાં દર્શન કરે છે.
કેટલાંક સ્થળે મેળા ભરાય છે . લોકો હોશથી મેળામાં જાય છે અને ત્યાં આનંદ કરે
છે. મહારમાં ઠેરઠેર ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે
છે.
કૃષ્ણન ગોપીઓ અને ગાયો ખૂબ પ્રિય હતાં. તેમણે મથુરાના રાજા કંસનો વધ કરીને
તેમનાં માતાપિતા તેમજ અનેક રાજાઓને કંસની કેદમાંથી છોડાવ્યા હતા. તેમણે
કાળીનાગને નાથ્યો હતો. તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનનો રથ હાંક્યો હતો
અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો, આ ઉપદેશ ‘ગીતા’ નામના
પુસ્તકમાં સચવાયેલો છે. ગીતા હિંદુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે.
આપણે ગીતાનો ઉપદેશ વાંચીએ અને તેને આપણા જીવનમાં ઉતારીએ.
જન્માષ્ટમી નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Janmashtami Nibandh in Gujarati ની
ફ્રી pdf Download કરી શકો છો.
જન્માષ્ટમી નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી જન્માષ્ટમી નિબંધ નો વિડીઓ જોઈ
શકો છો.
FAQ :
Q. જન્માષ્ટમી વર્ષ 2023 માં કઈ તારીખે ઉજવવામાં આવશે?
A. જન્માષ્ટમી તહેવાર તારીખ 7 સપ્ટેમ્બર 2023, ગુરુવાર
ના રોજ ઉજવવામાં આવશે.
Q. જન્માષ્ટમી ઉજવવા પાછળનો હેતુ શું છે?
A. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ
આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો. એટલે દર વર્ષે શ્રાવણ વદ આથમ ના
દિવશે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.
Q. ભગવાન કૃષ્ણના કેટલા નામ છે?
A. ભગવાન કૃષ્ણના 108 નામ છે.
Q. ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ ક્યાં આવેલું છે?
A. ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ મથુરામાં આવેલું છે.Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જન્માષ્ટમી વિશે નિબંધ એટલે કે Janmashtami Essay in Gujarati વિશે
સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય
તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને
અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી
છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!