તમે ગુજરાતીમાં જૂની ગામડા ની કહેવતો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ જૂની ગામડા ની કહેવતો વિશે ગુજરાતી કહેવતો રજુ કરી છે અને છેલ્લે Gamda ni Kahevto Gujarati ની PDF પણ Download કરી શકશો.
જૂની ગામડા ની કહેવતો
અહીં ગુજરાતીમા ગામડા ની અનેક કહેવતો રજુ કરી છે જે નીચે આપેલ શબ્દોમાં છે.
કહેવત એટલે શું ?
કહેવત એટલે લોકજીવનના અનુભવમાંથી ઘડાયેલી સૂત્રાત્મક લોકોક્તિ. "કહેવત એટલે ડહાપણવાળા મનુષ્યોના વચનબાણ".જૂની ગામડા ની ગુજરાતીમાં કહેવતો
સમાન અર્થ ધરાવતી કહેવતો
એક અર્થ કે વિચાર પ્રગટ કરતી એકથી વધારે કહેવતો ગુજરાતી ભાષામાં જોવા મળે છે. જે નીચે પ્રમાણે છે.- અન્ન તેવો ઓડકાર - કરો તેવું પામો, વાવે તેવું લણે / કરણી તેવી ભરણી.
- લડે સિપાઈને જશ જમાદારને - રાંધે કોક ને જમે લોક / કમાય ટોપીવાળા ને ઉડાવે ધોતીવાળા / ખોદે ઉદર ને ભોગવે ભોરિંગ / વાવે કલજીને લણે લવજી / જમવામાં જગલો ને કૂટવામાં ભગલો / કીડી સાંચે ને તેતર ખાય.
- અધૂરો ઘડો વધારે છલકાય - ઢમઢોલ માહે પોલ / ખાલી ચણો વાગે ઘણો.
- રાંડયા પછીનું ડહાપણ શું કામનું ? - પાણી પીને ઘર શુ પૂછવું ? / અવસર ચૂક્યો શા કામનો ?
- વરની મા વરને વખાણે - મારા છગન મગન સોનાના, પોતાની માને ડાકણ કોણ કહે ? / આપણી રૂડી ને બીજાની બાપડી / પાડોશી પિત્તળના ને ગામના ગારાના.
- ભૂત મરે ને પલિત જાગે - બકરી કાઢતા ઊંટ પેસવું / સાપ કાઢતા ઘો પેઠી.
- પડી ટેવ તે ટળે નવ ટાળી - દોરડી બળે પણ વળ ન મૂકે / કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી,
- કાંકરે કાંકરે પાળ બંધાય - ટીપે ટીપે સરોવર ભરાય.
- ભાવતું હતું ને વૈદે કહ્યું - દોડવું હતું ને ઢાળ મળ્યો / રોતી હતીને પિયરિયાં મળ્યાં.
- ભસતા કૂતરાં કરડે નહીં - ગાજયા મેહ વરસે નહીં.
- બે હાથ વિના તાળી ન પડે. - ઝાઝા હાથ રળિયામણા.
- બોલે તેના બોર વેચાય - માગ્યા વિના માય ના પિરસે,
- ખાડો ખોદે તે પડે - હાથના કર્યા હૈયે વાગે.
- બળિયાના બે ભાગ - મારે તેની તલવાર.
- દાઝ્યા પર ડામ - પડયા પર પાટું.
- સોડ તેવો સાથરો - ચાદર પ્રમાણે પગ લંબાવવા,
- ઉલેચે અંધારું ન જાય - ડાંગ મારે પાણી જદું ન થાય.
- ભેંસ આગળ ભાગવત – અંધા આગળ આરસી.
- ઉજળું એટલુ દૂધ નહીં – પીળું એટલું સોનુ નહીં.
- વિશ્વાસે વહાણ ચાલે–વિશ્વાસ જીવનનો શ્વાસ છે
- બુદ્ધી આગળ બળ પાણી ભરે – કામ કળથી થાય બળથી નહીં.
- પારકી આશા સદા નિરાશા -
- જાત વિના ભાત ન પડે જાત મહેનત ઝિંદાબાદ. – આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય.
- થઈ ગુજરી સંભળાવવી – ગઈ તિથિ વાંચવી.
- સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ – માર બૂકાતું ને કર સીધું
- દાનત તેવી બરકત – ભાવના તેવી સિદ્ધિ
- ધીરજના ફળ મીઠાં – ઉતાવળે આંબા ન પાકે.
- વગ ત્યાં પગ – વાડ વિના વેલો ન ચડે.
- બાપ તેવા બેટા ને વડ એવા ટેટા – મા એવી દીકરી અને ઘડો એવી ઠીકરી.
- કરે ચાકરી તો પામે ભાખરી – કરે સેવા તો પામે મેવા.
- કરડે માંકડને માર ખાય ખાટલો – પાડાને વાંકે પખાલીને ડામ.
- કળથી થાય તે બળથી ન થાય – બુદ્ધિ આગળ બળ પાણી ભરે.
- ગામનો જોગી જોગટો પરગામનો સિદ્ધ – ઘરકી મુગી દાલ બરાબર..
- ગાંડાંના ગામ ન વસે – મુરખને માથે કાંઈ શિંગડાં ન હોય.
- ટકાની ડોશી ને ઢબુ મૂંડામણ – પાયલાની પાડી ને પૂળો ચરાઈ.
- ખારા જળનું માછલું મીઠા જળમાં મરે – છાણનો કીડો ઘીમાં મરે
- જાગ્યા ત્યાંથી સવાર – ભૂલ્યા ત્યાંથી ફેર ગણો.
- કશકા ખાંડે ચોખા ન મળે – પાણી વલોવ્યે માખણ ન નીકળે.
- પાપડી ભેગી ઈયળ બફાય – સૂકા ભેગુ લીલું બળે.
- જીવતાની ખોટ મૂએ જાય – પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય.
- જે ન કરે વૈદ તે કરે દૈવ – દવા ન કરે તે દુઆ કરે.
- જેવો રાજા તેવી પ્રજા – જેવો શેઠ તેવો વાણોતર.
- બોલ્યુ વાયરે જાય, લખ્યુ લેખે થાય – લખાણું તે વંચાણું.
- સંગ તેવો રંગ – સોબત તેવી અસર.
- ભાગ્યશાળીને ભૂત રળે – ભળતામાં વધારે ભળે.
- નીતી હોય તે જાણે - ઘાયલની ગત ઘાયલ જાશે.
- ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો – બે ઘરનો પરોણો ભૂખે મરે.
- રામ રાખે તેને કોણ ચાખે ? – અલ્લા યાર તો બેઠા પાર.
- એક કાંકરે બે પક્ષી મારવાં – એક પંથ ને દો કાજ.
- ઘરનાં છોકરા ઘંટી ચાટેને ઉપાધ્યાયને આટો – ઘર બાળી તીરથ કરવું.
- નામ મોટા ને દર્શન ખોટાં – મોટા એટલા ખોટા.
- રૂપે રૂડા ને કર્મે કૂંડા – રૂપે રૂડી કર્મે ભૂંડી.
- જીવતો નર ભદ્રા પામે – શિર સલામત તો પઘડિયા બહોત.
- હસે તેનુ ઘર વસે – હસ્યા તેનાં વસ્યાં અને રોયાં તેણે ખોયા.
- સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો – સો સુનારનો એક લુહારનો.
- સબસે બડી ગ્રૂપ – ન બોલ્યામાં નવ ગુણ.
- સઈની સાંજ અને મોચીનું વહાણું – અગત્સ્યના વાયદા.
- વખત તેવાં વાજાં – વખતના ગીત વખતે ગવાય.
- લોભે લક્ષણ જાય – અતિલોભ પાપનું મૂળ.
- લીલા વનના સૂડા ઘણા – મધુ હોય ત્યાં માખી ભર્મ.
- ઊંઘ ન જુએ સાથરો અને ભૂખ ન જુએ ભાખરો – કાળના કોદરાય ભાવે.
- મર કહેવાથી કોઈ મરતું નથી – બિલાડીના કહેવાથી શીકાં ન તૂટે.
- મફત કા ચંદન ઘસ બે લાલજી – મફતનાં મરી કોને તીખાં લાગે ?
- બાંધે પોટલે વેપાર થાય નહીં – બોલે તેનાં બોર વેચાય.
- પ્રભુ પાધરા તો વેરી આંધળા – રામ રાખે તેને કોણ ચાખે ?
વિરોધી અર્થ આપતી કહેવતો
કેટલીક વાર એક જ વાત પર બે વિરોધી અર્થ આપતી કહેવતો પણ જોવા મળે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે બધી કહેવતોમાં સનાતન સત્ય કે વૈજ્ઞાનિક તથ્ય હોતું નથી; કેટલીક કહેવતો વ્યવહારુ ડહાપણ પર આધારિત હોય છે.વિરોધી અર્થ આપતી કહેવતોનાં કેટલાંક ઉદાહરણો જુઓ :
- આપ ભલા તો જગ ભલા – ભલાઈ કરતાં ભૂત વળગે
- ઘરડાં ગાડાં વાળે – સાઠી બુદ્ધિ નાઠી
- ઝાઝા હાથ રળિયામણા – ઝાઝાં મળ્યાં તે ખાવા ટળ્યાં, ઝાઝી સુયાણીએ વેતર વંઠે
- નમ્યું તે ભગવાનને ગમ્યું – નીચી બોરડી સૌ કોઈ ઝૂડે, દગલબાજ બમણું નમે
- બળિયાના બે ભાગ — બુદ્ધિ આગળ બળ પાણી ભરે -
- માગ્યા કરતાં મરવું ભલું – માગ્યા વિના મા પણ ન પીરસે
- વિશ્વાસે વહાણ ચાલે –સગા બાપનો પણ વિશ્વાસ નહિ
- સબ સે બડી ચૂપ – બોલે તેનાં બોર વેચાય
- હોય સાન તો જગમાં માન – સત્તા આગળ સાન નકામી
- પંચ બોલે તે પરમેશ્વર – ગામને મોઢે ગળણું ના બંધાય.
- ઘરડાં વિના ગાડાં ના વળે – સાઠે બુદ્ધિ નાઠે.
- બોલે તેના બોર વેચાય – ન બોલ્યામાં નવ ગુણ.
- ઉતાવળે આંબા ન પાકે – શ્વાસ લઈને સો ગાઉ જવાય.
- દુઃખનું ઓસડ દહાડા – દુઃખ અને દુશ્મન ઊગતા ડામવા.
- ઘીરજના ફળ મીઠાં – કલ કરો સો આજ કરો, આજ કરો સો અબ
- એક હાથે તાળી ના પડે – ઝાઝી સુયાણીએ વેતર વંઠે.
- નમે તે સૌને ગમે – નીચી બોરડી સૌ ખંખેરે.
- વસુ વિના નર પશુ – પૈસાને કૂતરાંય સૂઘતાં નથી.
- વાડ વિના વેલો ન ચડે – આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. -
- માગ્યા કરતાં મરવું ભલું – માગ્યા વિના મા પણ ન પીરસે
- હોય સાન તો જગમાં માન – સત્તા આગળ સાન નકામી.
- વિશ્વાસે વહાન્ન ચાલે – વિશ્વાસ સગા બાપનોય નહિ,
- ટીપે ટીપે સરોવર ભરાય – ટીપે ટીપે સરોવર ખાલી પણ થાય
- આશા અમર છે – પારકી આશા સદા નિરાશા.
- કડવું ઓસડ મા જ પાય – પારકી મા જ કાન વીંધે.
- ઝાઝી કીડીઓ સાપ તાણે – ઝાઝાં ગૂમડે ઝાઝી પીડા
- પારકે ભાણે મોટો લાડુ – પારકી આશા સદા નિરાશ
- જર ચાહ્ય સો કર - ધાર્યું ધણીનું થાય
- ચેતતો નર સદા સુખી – બહુ ડાયા બહુ ખરડાય
- ખાધું ખભે આવે – ભૂખ્યુ એને કાઈ ન દુખ્યું
- અણી ચૂકયો સો વર્ષ જીવે – દોરી સાહેબના હાથમાં
- ખુનનો બદલો ફાંસી – બદલો લેવો ઈશ્વરનું કામ
- ઓળખાણ મોટી ખાણ – ઓળખીતો સિપાઈ હેડમાં પૂરે
- અક્કર્મીનો પડિયો કાણો – ભાગ્યશાળીને ભૂત રળે
- બાપ એવા બેટા, વડ એવા ટેટા – દીવા નીચે અંધારુ
- દયા ધર્મનું મૂળ છે – દયા ડાકણને ખાય.
- હોય સાન તો જગમાં માન - સતા આગળ સાન નકામી
- રાખે શરમ એનું ફૂટે કરમ – જેણે મૂકી લાજુ એને નાનુ સરખું રાજ.
- બુદ્ધિ આગળ બળ પાણી ભરે – બળિયાના બે ભાગ, મારે તેની તલવાર.
- ઝાઝા હાથ રળિયામણા – ઝાઝા મળ્યા ને ખાવામાંથી ટળ્યાં, ઝાઝાં ગૂમડે ઝાઝી વેદના.
- ફરે તે ચરે બાંધ્યુ ભૂખે મરે – દેશ ફરો, પરદેશ ફરો ભાગ્ય વિનાનો કૂદકો ભરો.
મહત્વની કહેવત અને તેના અર્થ
- છોરું કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય – સંતાન કદાચ માબાપ પ્રત્યેની પોતાની ફરજ ભૂલી જાય, પણ માબાપ ક્યરેય પોતાની ફરજ ભૂલતાં નથી.
- પારકી આશા સદા નિરાશા - પારકા ઉપર આધાર રાખનારને અંતે સહન જ કરવું પડે છે. કોઈ કામ અન્ય વ્યક્તિ કરી આપશે એવી આશા મોટેભાગે નિરાશા જ પ્રગટાવે છે.
- આપ સમાન બલ નહિ, મેઘ સમાન જલ નહિ – આવડત, પુરુષાર્થ, ખંત, ધીરજ, કુનેહ – જેવા ગુણો એ આપણું આપબળ છે. આપબળ દ્વારા દરેક કાર્ય સારી રીતે સંપન્ન કરી શકીએ પરંતુ જો અન્ય એ કાર્ય કરે તો એ કામ સારી રીતે પાર પડતું નથી.
- વાડ થઈને ચીભડાં ગળે – રક્ષક જ ભક્ષક બને.
- મોરનાં ઈંડાને ચીતરવાં ન પડે – હોશિયાર માતાપિતાના સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય.
- ઉતાવળે આંબા ન પાકે – ઉતાવળથી સારું કામ થાય નહિ.
- સંપ ત્યાં જંપ – સંપ રાખવાથી સુખ શાંતિ મળે.
- અધૂરો ઘડો છલકાય ઘણો – જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે.
- કૂવામાં હોય તો હવાડામાં આવે – મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વગર રહે નહિ. -
- સાપને ઘેર પરોણો સાપ – સમાન ગુણસ્વભાવ હોય તો એકબીજા સાથેના વ્યવહારમાં અનુકૂળતા રહે.
- ઝાઝા હાથ રળિયામણા – ઘણાં માણસો સાથે મળીને કામ કરે તો એ કામ ઝડપી અને સારું થાય.
- એક સાંધે ત્યાં તેર તૂટે – એક કામ કરવા જતાં બીજાં દસ કામ બગડે.
- પારકી મા જ કાન વીંધે – લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે.
- ગરજવાનને અક્કલ ન હોય – સ્વાર્થી માણસ પોતાનો સ્વાર્થ સાધવા સારાનરસાનો વિચાર ન કરે.
- નાચવું નહી ને આંગણું વાંકું – કામ ન આવડતુ હોય કે કામમાંથી છટકવું હોય ત્યારે બહાના કાઢવામાં આવે.
- ખાલી ચણો વાગે ઘણો – જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ (ડોળ) કરે.
- સાપ ગયાને લિસોટા રહ્યાં – સમય ગયો, પણ રૂઢિરિવાજ એમ જ રહ્યા.
- ઘ૨ ફૂટ્યું ઘર જાય - ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.
- ગજા વગરનું ગધેડું ને વીરમગામનું ભ! - તાકાત બદ્ધારનું કોઈ કામ કરવું.
- ધરમ કરતા ધાડ પડી – સારું કરવા જતાં નુકસાન થયું.
- નવી ગિલ્લી નવો દાવ – નિરાશા ખંખેરી ફરીથી ઉદ્યમ કરવા તૈયાર થવું./ નવી શરૂઆત કરવી.
- વાવે તેવું લણે – માણસ જેવું વાવે છે તેવું ફળ પ્રાપ્ત કરે છે.
- ઠગ વિદ્યા ઠાઠે નહિ – ડ્રગની વિદ્યા ટકે નહિ કે સફળ ન થાય.
- કરે તેવું પામે – માણસ જેવું કામ કરે છે તેવું ફળ મેળવે છે.
- બાડો ખોદે તે પડે – ખોટા કાર્યો કરનારને તેનું ખોટું ફળ બદારૂપે મળે છે,
- પાણીમાં રહેવું ને મગર સાથે વેર રાખવું – જેના હાથ નીચે રહેતા હોઈ તેની સાથે વેર બાંધવું ઠીક નહિ.
- ચમડી ટૂટે પણ દમડી ના છૂટે – અત્યંત લોભી હોય તેવી વ્યક્તિ પોતાને ગમે તેટલું નુક્સાન થાય તોપણ પૈસા ખર્ચવા તૈયાર થતી નથી.
- વખણાયેલી ખીચડી દાંતે વળગે – ઘણી વાર વખાણીએ તે જ વસ્તુ કે વ્યક્તિ ખરાબ નીવડે.
- મા તે મા બીજા વગડાના વા – માની સરખામણી અન્ય સાથે થઈ ન શકે.
- બોલે તેના બોર વેચાય – કહ્યા વિના કોઈ કામ થાય નહીં.
- મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે – વખત આવ્યે ખરેખર શું છે તેની ખબર પડી જવી.
- દશેરાએ ઘોડ નો દોડવું – ખરે સમયે ઉપયોગમાં ન લાગવું.
- ખાયા સો ખાયા, ખિલાયા સો પાયા – ખાધું તે ખાધું, ખવરાવ્યું તે પામ્યા – પ્રાપ્ત કર્યું (જાત ઉપયોગ ન કરતાં બીજાને ખવરાવીને રાજી થવા માટેનો બહુ સરળ પ્રયોગ.)
- પાકે ઘડે કાંઠા ન ચડે – જે કામ કરવાનું હોય એ યોગ્ય સમયે ન કરતાં સમય વીતી ગયા પછી કરવામાં આવે તો એ પ્રયત્ન વ્યર્થ નીવડે.
- જનસેવામાં જ પ્રભુસેવા – માનવીની સેવા એ જ સાચી પ્રભુભક્તિ
- દરદ કરતાં દવા વધુ અનિષ્ટ – રોગ કે પીડા કરતાં તેનું ઔષધિ કે તેનો ઉપચાર વધારે કષ્ટદાયક હોય,
- હૈયે તેવું હોઠે – મનમાં હોય તે બહાર આવવું.
- અન્ન અને દાંતને વેર – ખાવાના સાંસા હોવા.
- તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે ? – સંકટ આવી પડે ત્યારે ઉપાય શોધવાથી શું વળે ?
- ભસતાં કૂતરાં કરડે નહીં – જે કૂતરાં ભસતાં હોય તે કરડતા નથી.
- પિયરમાં પેઠેલી છોકરી ને ડુંગરે ચઢેલો ભીલ કદીય કોઈનું ન માને – પોતાના માતાપિતાને ત્યાં ગયેલી છોકરી સર્વરીતે સ્વતંત્ર વાતાવરણમાં વસે છે. કોઈની અયોગ્ય વાત સાંખી શકતી નથી. એવી જ રીતે ભીલને માટે ડુંગર
- પર રખડપટ્ટી કરવી રમત વાત હોય છે. તે ડુંગર પર ચઢે તો સંપૂર્ણ રીતે આઝાદ હોય તેમ વર્તે છે.
- ડુંગરા રૂઠયા ત્યાં શરણું કોનું શોધે ? – ડુંગરા રૂઠે, ઉજ્જડ થઈ જાય તો કોઈ પણ પ્રાણી, પશુ, પક્ષી, માનવો- બધાંને હાનિ પહોંચે. સૌ
- આભ ફાટયા પછી થીંગડાં કયાં છે ? – ચારે તરફથી આફતો આવી હોય ત્યારે તેને નિવારવાના ઉપાયો વ્યર્થ જ જાય છે. નિરાધાર થઈ જાય.
- ભાવતુ હતું ને વૈદ્યે કહ્યું – મનમાં ઈચ્છા હોય તેવું મળી જાય.
- સો આંધળામાં કાણો રાજા - સાવ ન હોય તેના કરતાં થોડું હોવુ પણ સારું
- અત્તરના છાટણા હોય, એના વારા ન હોય – જે તે ચીજ જરૂરી જેટલી જ વાપરવી
- વાઢ કાન ને આવ્ય સાન – અનુભવે બધું સમજાય.
- કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ - સાવ ઉજ્જડ, જ્યાં ઝાડપાન જોવા ન મળે.
- આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે – થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે.
જૂની ગામડા ની કહેવતો ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Gamda ni Kahevto in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
ગામડા ની કહેવતો ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગામડા ની ગુજરાતી કહેવતો નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જૂની ગામડા ની કહેવતો એટલે કે Gamda ni Kahevat in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!