શ્રીમદ્ ભગવદ્ ગીતા- 'એક જીવન ગ્રંથ' વિષય પર ગુજરાતી નિબંધ
નીચે આપેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા- 'એક જીવન ગ્રંથ' વિશે નિબંધ ગુજરાતીમાં 300 શબ્દોમાં છે જે ધોરણ 6 થી 12 માટે ઉપયોગી થશે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા- 'એક જીવન ગ્રંથ'
ભગવદ્ ગીતા એ સંસ્કૃત ભાષામાં રચાયલો ગ્રંથ છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો આવેલા છે. ગીતાના મોટાભાગના શ્લોકો એ અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.
હિંદુ ધર્મના મુખ્ય બે આદિગ્રંથો છે. એક રામાયણ અને બીજો મહાભારત. જેમાં મહાભારતની રચના વેદવ્યાસે કરેલી છે. અને શ્રીમદ્ ભગવદ્ ગીતા એ મહાભારતનો જ એક ભાગ છે. મહાભારતમાં ગીતાજી એ ભીષ્મ પર્વમાં આવે છે.
મહાભારતના યુદ્ધમાં પહેલા દિવસે અર્જુન પોતાના સગાવહાલાંઓને જોઈને લડવાની ના પાડે છે. યુદ્ધ થયા બાદ આવનાર પરિણામોથી તે ડરી થઈ જાય છે. યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગે છે. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે, તેનું મોઢું સૂકાઇ જાય છે અને તે રથમાં બેસી જાય છે. ત્યારે અર્જુનના સારથી બનેલા શ્રીકૃષ્ણ ભગવાન તેને કર્મનો મહિમા સમજાવી ગીતારૂપી જ્ઞાન આપે છે. ત્યારે અર્જુન 'કરિષ્ય વચનં તવ' કહીને ઊભો થાય છે અને યુદ્ધ કરે છે. ભગવાને 'માગશર સુદ અગિયારસ' ના દિવસે અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હોવાથી, આ દિવસને 'ગીતાજયંતી' તરીકે ઉજવવામાં આવે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. ગીતાજી એ હિંદુઓનો ધર્મગ્રંથ તો છે જ પરંતુ સાથે-સાથે વિશ્વના તમામ લોકોને જીવન જીવવા માટે માર્ગદર્શન આપતો જીવનગ્રંથ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ અનુવાદ વોરેન હેસ્ટિંગ્સે કરાવ્યો હતો.
ગીતાજીનો સહારો લઈને ઘણા મહાપુરુષો પોતાનું સમગ્ર જીવન જીવી ગયા છે. ગાંધીજીએ ગીતામાંથી સત્ય અને અહિંસા માત્ર બે શબ્દો લઈને ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી. ભગતસિંહ 'નૈનમ્ છિદન્તિ શસ્ત્રાણિ' કહી ફાંસીએ ચઢી ગયા હતા. પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલેજીએ ગીતાના વિચારોને પાયામાં રાખીને લાખો લોકોનો 'સ્વાધ્યાય પરિવાર' ઊભો કર્યો. આ ઉપરાંત વિનોબા ભાવે, સ્વામી વિવેકાનંદ, સ્વામી સચ્ચિદાનંદ, લોકમાન્ય ટિળક જેવા મહાનુભાવોનાં જીવનમાં પણ ગીતાનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. વિદેશની વાત કરીએ તો ઓપનહેમર, એલ્બર્ટ સ્વાઈત્ઝર, આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને ઇમર્સન જેવા પાશ્ચાત્ય વિચારકો પણ ગીતાના વિચારોથી પ્રભાવિત હતા.
ગીતા એ જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય છે. ગીતા એ જ્ઞાનનો સાગર છે. આમ, ગીતા એ ભગવાને માણસને આપેલી અમૂલ્ય ભેટ છે એમ કહી શકાય.
નોધ: આ નિબંધ માત્ર એક ઉદાહરણ છે. તમે તમારી પોતાની કલ્પના અને શબ્દોનો ઉપયોગ કરીને એક અનોખો અને અર્થપૂર્ણ નિબંધ લખી શકો છો.
શ્રીમદ્ ભગવદ્ ગીતા- 'એક જીવન ગ્રંથ' નિબંધ ગુજરાતી PDF Download :
અહીં નીચે બટન પર ક્લિક કરી Srimad Bhagavad Gita Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
શ્રીમદ્ ભગવદ્ ગીતા- 'એક જીવન ગ્રંથ' નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી શ્રીમદ્ ભગવદ્ ગીતા- 'એક જીવન ગ્રંથ' નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા- 'એક જીવન ગ્રંથ' વિશે નિબંધ એટલે કે Srimad Bhagavad Gita Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
