આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મને ગમતું વૃક્ષ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે My Favorite Tree Nibandh ની PDF પણ Download કરી શકશો.
મને ગમતું વૃક્ષ વિષય પર ગુજરાતી નિબંધ
નીચે આપેલ મને ગમતું વૃક્ષ વિશે નિબંધ ગુજરાતીમાં 300 શબ્દોમાં છે જે ધોરણ 6 થી 12 માટે ઉપયોગી થશે.
મને ગમતું વૃક્ષ
આમ તો મને બધા જ વૃક્ષો ગમે છે, પણ સૌથી વધારે ગમતું વૃક્ષ એ વડ છે. વડને હિન્દીમાં 'બરગદ' અને અંગ્રેજીમાં 'બનયાન ટ્રી' તરીકે ઓળખવામાં આવે છે. વડ એ આવરી લેતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું વૃક્ષ છે. વડ એ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ પણ છે.
વડના થડનો ઘેરાવો ખૂબ મોટો હોય છે. તેનું થડ આપણી બાથમાં આવી શકતું નથી. વડની વડવાઈઓ છેક જમીન સુધી અડી જાય છે. વડના ફળને 'ટેટાં' કહે છે, તે લાલ રંગના લખોટી જેવા હોય છે. આ ફળ એ ઘણા પક્ષીઓનો મુખ્ય ખોરાક છે. વડની સાથે એક કહેવત જોડાયેલી છે જે આ મુજબ છે, "વડ એવા ટેટા ને બાપ તેવા બેટા."
વડનું ઝાડ એ ગામના પાદરે, ચોકમાં, તળાવની પાળે, મંદિરની બાજુમાં, નદીકિનારે વગેરે જગ્યાએ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઉનાળાના બળબળતા તાપમાં ઘણા મુસાફરો ઘેઘૂર અને ઘટાદાર વડલાને છાંયડે બે ઘડી થાક ખાવા રોકાય છે. વડની નીચે ગાય-ભેંસ જેવા પ્રાણીઓ પણ આરામ કરતા હોય છે જ્યારે પક્ષીઓ તો તેને પોતાનું ઘર જ સમજી લે છે. અમે સૌ મિત્રો પણ રજાના દિવસોમાં બપોરના સમયે અમારા ગામની ભાગોળે આવેલા વડની વડવાઈઓ પર લટકીને હિંચકા ખાઈએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ.
આપણા ભારત દેશમાં વડને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. સ્ત્રીઓ 'વટ સાવિત્રીનું વ્રત' કરીને વડની પૂજા કરે છે. વડના પાન પેટ પર બાંધવાથી ફાયદો થાય છે. સડેલા દાંતોમાં વડનું દૂધ મુકવાથી સતત થતો દુખાવો મટે છે. આમ, વડ એ અનેક રીતે ઉપયોગી હોવાથી મારું પ્રિય વૃક્ષ છે.
નોધ: આ નિબંધ માત્ર એક ઉદાહરણ છે. તમે તમારી પોતાની કલ્પના અને શબ્દોનો ઉપયોગ કરીને એક અનોખો અને અર્થપૂર્ણ નિબંધ લખી શકો છો.
મને ગમતું વૃક્ષ નિબંધ ગુજરાતી PDF Download :
અહીં નીચે બટન પર ક્લિક કરી My Favorite Tree Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
મને ગમતું વૃક્ષ નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી મને ગમતું વૃક્ષ નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મને ગમતું વૃક્ષ વિશે નિબંધ એટલે કે My Favorite Tree Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
