પ્રકૃતિ એ જ પરમેશ્વર નિબંધ [2026]

પ્રકૃતિ એ જ પરમેશ્વર નિબંધ ગુજરાતી | Nature is God Essay in Gujarati

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો 
પ્રકૃતિ એ જ પરમેશ્વર વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Nature is God Nibandh ની PDF પણ Download કરી શકશો.

પ્રકૃતિ એ જ પરમેશ્વર વિષય પર ગુજરાતી નિબંધ

નીચે આપેલ પ્રકૃતિ એ જ પરમેશ્વર વિશે નિબંધ ગુજરાતીમાં 300 શબ્દોમાં છે જે ધોરણ થી 12 માટે ઉપયોગી થશે.

પ્રકૃતિ એ જ પરમેશ્વર

"જળતત્વમાં જીવન વિકસ્યું હવાએ પૂર્યા પ્રાણ, 
પૃથ્વી તત્વએ સિંચન સ્નેહથી કર્યું, નભ તત્વએ આપ્યો પ્રકાશ. 
અગ્નિ તત્વએ આલિંગન આપ્યું બન્યા પ્રકૃતિ માત."

ભારતીય સંસ્કૃતિ આદિકાળથી પ્રકૃતિની પૂજક રહી છે. આપણા વિવિધ ધર્મગ્રંથોના ધર્મ પુસ્તકોમાં પણ પ્રકૃતિના વિવિધ તત્વોનું પૂજન કરવાનો મહિમા બતાવેલો છે. પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા એટલે ઈશ્વરની પૂજા આરાધના. પ્રકૃતિ એ જ પરમેશ્વર આ નાનકડું વાક્ય ઘણા બધા શબ્દોના સારા રૂપ છે. પ્રકૃતિના તત્વોનું દર્શન કરતાં આપણને સૌને એવું થાય છે કે ઈશ્વર જેવો ઉદાર કોઈ હોય જ ન શકે. પ્રકૃતિના વિવિધ તત્વોનું સર્જન કર્યા બાદ તેમણે જીવાત્માનું સર્જન કર્યું મનુષ્યનું,પશુ પક્ષીઓનું, જીવજંતુઓનું સર્જન કર્યું. પરમાત્માએ આપણા સૌની ખુશી માટે સૂર્ય, ચંદ્ર,તારા, નક્ષત્રો, નદીઓ, પર્વતો, સમુદ્રો, સરોવરો, ખીણો, વાદળા, રણપ્રદેશો,વૃક્ષો એમ અનેક ઉપયોગી પ્રકૃતિના તત્વોનું સર્જન કર્યું છે. પરમાત્માએ આકાશને ટમટમતા તારલીયાઓથી શણગારી દીધું છે.

પરમાત્મા એ આપેલા આ પ્રકૃતિના તત્વો હરપલ આપણને સૌને કંઈકને કંઈક આપવાને માટે તત્પર છે. પ્રકૃતિના વિવિધ તત્વોને જરા અલગ રીતે સમજીએ. આજનો માનવી હરણફાળ પ્રગતિના પંથે વળી રહ્યો છે ત્યારે એક સિક્કાની બે બાજુ હોય છે તેમ પ્રગતિ અને વિકાસના ફાયદાની સાથે નુકસાની વેઠવાની પણ આપણે તૈયારી રાખવી જ પડે છે.વિવિધ સુખ સુવિધાઓ દ્વારા આપણે સગવડો વધારી છે. પરંતુ,સાથે સાથે આજના માનવીની માનસિક સ્થિતિ કથડી રહી છે. માણસ તણાવમાં જવા લાગ્યો છે તેમ છતાં તે પ્રકૃતિના ખોળે જવાને બદલે ટેકનોલોજીના ખોળે બેસી સ્વસ્થ થવાની કામના કરી રહ્યો છે. એક હિન્દી પ્રાર્થનાની પંક્તિ દ્વારા કુદરતની ઉદારતાના દર્શન થઈ રહ્યા છે: जिसने जीवन दिया जिसने दिया जिसने दी आत्मा वो है संसार में सब का परमात्मा। કુદરતે મનુષ્ય અને તમામ જેવા આત્માની સુખ સુવિધાઓ અને ભરણપોષણ માટેની અદભુત પોષણ કડી બનાવેલી છે જેને આપણે ક્યારેય પૂર્ણ રીતે સમજી શકીશું નહીં. પ્રકૃતિના વિવિધ તત્વો આપણને દુઃખ અને નિરાશા ને દૂર કરી ઉત્સાહપૂર્વક જીવન જીવવાની પ્રેરણા આપી રહ્યા છે.

આજનો માનવી દુઃખ અને તણાવમાં જીવી રહ્યો છે ત્યારે પરમાત્માએ તેના દુઃખ નિવારણ માટે પણ ખૂબ સુંદર રચના કરેલી છે.આપણે ફક્ત પ્રકૃતિના ખોળે વિહાર કરવાની જરૂર છે. આપણા સુખ કે દુઃખનું કારણ આપણે જ હોઈએ છીએ તેમ છતાં ઈશ્વરે આપણા દુઃખના નિવારણ માટે અને આપણી અંદર સુખની અનુભૂતિ થાય તે માટે પ્રકૃતિના વિવિધ તત્વો છે તેના દિવ્ય દર્શન માટેની વ્યવસ્થા કરી છે. આપણે તેના દ્વારા આપણા આનંદની અભિવ્યક્તિ કરી શકીએ છીએ ઈશ્વરનો આભાર માની શકીએ તેવા તત્વોની કુદરતે વ્યવસ્થા કરી છે.

ખડખડ વહેતા ઝરણાઓનો નાદ, ખુલ્લા પગે ઘાસ પર ચાલવાનો આનંદ,નદી- સરોવરમાં વિહાર કરવાનો આનંદ, જંગલમાં પક્ષીઓનો મીઠો કલર સાંભળવાનો આનંદ,સૂર્યોદય અને સૂર્યાસ્તનું દ્રશ્ય નિહાળવાનો આનંદ,દરિયા કિનારે ખુલ્લા પગે રેતીમાં ચાલવાનો આનંદ, ચંદ્રની શીતળ ચાંદનીમાં ખુદને ભીંજવવાનો આનંદ,વહેલી સવારે ખુશનુમા ઝાંકળમાં ઠંડી માણવાનો આનંદ, જ્યાં બેસી પરમેશ્વરનો ખરેખર આભાર માનવાનો મન થાય એવા સજ્જનો જેવા વૃક્ષો અને ફૂલોને મન ભરીને નીરખવાનો આનંદ જે સુખ આપે છે તે આધુનિક સુખ સગવડો કે ટેકનોલોજી ક્યારેય આપી શકે નહીં.

આકાશમાં ટમટમતા તારલીયાઓ દર્શનથી ખરેખર દુઃખને વિસરી જવાય છે પરંતુ આજનો માનવી પ્રકૃતિના તત્વો સાથે છેડછાડ કરીને કુદરતના આ વરદાનને શાપમાં બદલી રહ્યો છે. કવિ શ્રી ઉમાશંકર જોશીના શબ્દોમાં કહીએ તો “વિશાળ એ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો વનોની વનસ્પતિ છે.”

આપણે આપણા સ્વાર્થને લઈને આંધળા ન બનીએ.પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજાનો આદર્શ સેવીએ અને પરમાત્માની બનાવેલી ધરતી માતા કે જેના માનવી સહિત સૌ લાડકવાયા જીવોના રક્ષણ અને સંવર્ધન માટે સજાગ બનીએ. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના શબ્દોમાં કહીએ તો "વૃક્ષ વૃક્ષ વૃંદાવન છે અને પાંદડે પાંદડે પુરુષોત્તમ છે."

પ્રકૃતિ એ જ ખરેખર પરમેશ્વર છે, કુદરત છે, ઈશ્વર, અલ્લાહ ,ભગવાન જે કંઈ પણ કહીએ તે પ્રકૃતિ તત્વ જે છે.પ્રકૃતિનું જ રૂપ છે માટે પ્રકૃતિ એ જ પરમેશ્વર છે પ્રકૃતિ એ જ પરમેશ્વર છે.

"પ્રકૃતિ તારાં નવલાં નવલાં રૂપ, 
ફૂલ છોડ અને વૃક્ષમાં તું વિષ્ણુ સ્વરૂપ,
જલસ્થલ અને બ્રહ્માંડમાં તું શિવ રૂપ, 
કાયમ તુજને શત શત નમન હો તું જ બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ."

|| वन्दे प्रकृति मातरम् ||

-- લિ. ભોગાયતા મયુર ગિરીશભાઈ --

નોધ: આ નિબંધ માત્ર એક ઉદાહરણ છે. તમે તમારી પોતાની કલ્પના અને શબ્દોનો ઉપયોગ કરીને એક અનોખો અને અર્થપૂર્ણ નિબંધ લખી શકો છો.

પ્રકૃતિ એ જ પરમેશ્વર નિબંધ ગુજરાતી PDF Download :

અહીં નીચે બટન પર ક્લિક કરી Nature is God Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

પ્રકૃતિ એ જ પરમેશ્વર નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી પ્રકૃતિ એ જ પરમેશ્વર નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પ્રકૃતિ એ જ પરમેશ્વર વિશે નિબંધ એટલે કે Nature is God Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.