દુર્ગા માં ની આરતી | Durga Aarti Lyrics in Gujarati

દુર્ગા માં ની આરતી | Durga Aarti Lyrics in Gujarati

શું તમે ગુજરાતીમાં દુર્ગા માં ની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં દુર્ગા માં ની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Durga Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.

દુર્ગા માં ની આરતી | Durga Aarti in Gujarati

જય દુર્ગા માતા (આરતી)

જય દુર્ગા માતા, ૐ જય દુર્ગા માતા । 
આરતી ગાતા તમારી (૨), 
હૈયા હરખાતા... ૐ જય દુર્ગા માતા...

લાખો દીવડા ઝળહળ બળતા, દેખે તેજ તણો નહિ પાર, મૈયા તેજ તણો નહિ પાર । 
દિવ્ય અલૌકિક આભા (૨), 
વીજળીનો ચમકાર... ૐ જય દુર્ગા માતા...

મંગલકારી મૂર્તિ તમારી, મંદિરમાં શોભે, મૈયા મંદિરમાં શોભે । 
દર્શન કરવા તમારા (૨), 
મન સૌનું લોભે... ૐ જય દુર્ગા માતા...

ઢોલ નગારા શરણાઈ ને, ઝાલરનો ઝણકાર, મૈયા ઝાલરનો ઝણકાર । 
મીઠા સૂર મુરલીના (૨), 
કરતા એકાકાર... ૐ જય દુર્ગા માતા...

અનેક રૂપે એક જ તું છે, પરચા માં પૂરના, મૈયા પરચા માં પૂરના । 
મહિમા તમારો મોટો (૨), 
જગમાં જયજયકાર... ૐ જય દુર્ગા માતા...

સચરાચરમાં વાસ કરો છો, માતા મમતાળુ, મૈયા માતા મમતાળુ । 
સ્મરે વહેલા આવો (૨), 
કરવા રખવાળી... ૐ જય દુર્ગા માતા...

ભવસાગરમાં ભટકેલાને, પળમાં ઉગારે, મૈયા પળમાં ઉગારે । 
પાપી પાવન થાતા (૨), 
મા તારે દ્વારે... ૐ જય દુર્ગા માતા...

આદિ અનાદિ માત તુહી છે, વેદો વખાણતા, મૈયા વેદો વખાણતા । 
દેવો દાનવ માનવ (૨), 
ગુણ તારા ગાતા... ૐ જય દુર્ગા માતા...

અમી ભરેલી આંખોથી મા, અમૃત વરસાવો, મૈયા અમૃત વરસાવો । 
સૂના પડેલા જીવનમાં (૨), 
ખુશીઓ લહેરાવો... ૐ જય દુર્ગા માતા...

રમતા ફૂલડાં વીણી હું તો, ફૂલ ગજરો લાવ્યો, મૈયા ફૂલ ગજરો લાવ્યો । 
હૈયાના હેતથી મા (૨), 
તમને પહેરાવું... ૐ જય દુર્ગા માતા...

શ્વાસે શ્વાસે સ્મરણ કરતો, અતુલ તમારો દાસ, મૈયા અતુલ તમારો દાસ । 
ભક્તોને દર્શન આપો (૨), 
પૂર્ણ કરો આશ...

જય દુર્ગા માતા, ૐ જય દુર્ગા માતા । 
આરતી ગાતા તમારી, હૈયા હરખાતા... ૐ જય દુર્ગા માતા...

જય ઘોષ: બોલીએ દુર્ગા માત કી... જય!

દુર્ગા માં ની આરતી વિશે ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Durga Aarti in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

દુર્ગા માં ની આરતી ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી દુર્ગા માં ની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં દુર્ગા માં ની આરતી અને PDF એટલે કે Durga Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.