શું તમે ગુજરાતીમાં યમુનાજી ની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં યમુનાજી ની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Yamunaji Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.
યમુનાજી ની આરતી | Yamunaji Aarti in Gujarati
જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના,
જોતા જનમ સુધાર્યો..(૨) ધન્ય ધન્ય શ્રી યમુના... માં જય જય..
સાવલડી સુરત માં, મુરત માધુરી, માં મુરત માધુરી (૨)
પ્રેમ સહીત પટરાણી..(૨), પરાક્રમે પુરા, .. માં જય જય..
ગહેવર વન ચાલ્યા માં ગંભીરે ઘેર્યા, માં ગંભીરે ઘેર્યા (૨)
ચૂંદડીએ ચટકાળા(૨), પહેર્યા ને લહેરયા .. માં જય જય..
ભુજ કંકણ રૂડા, માં ગુજરીયા ચૂડી (૨)
બાજુબંધ ને બેરખા (૨), પહોંચી રત્ન જડી.. માં જય જય..
ઝાંઝરને ઝમકે, માં વિછિયાને ઠમકે (૨)
નેપુરને નાદે માં (૨), ઘુઘરીને ઘમકે.. માં જય જય..
સોળે શણગાર સજ્યા, માં નકવેસર મોતી (૨)
આભરણમાં ઓપો છો (૨), દર્પણ મુખ જોતા.. માં જય જય..
તટ અંતર રૂડા, માં શોભિત જળ ભરીયા (૨)
મનવાંછિત મુરલીધર (૨), સુંદર વર વરિયા .. માં જય જય..
લાલ કમળ લપટ્યા, માં જોવાને ગ્યાતાં (૨)
કહે "માધવ" પરિક્રમા (૨), વ્રજની કરવાને ગ્યાતાં .. માં જય જય..
શ્રી યમુનાજીની આરતી, માં વિશ્રામ ઘાટે થાય (૨)
તેત્રીસ કરોડ દેવતા (૨), માં દર્શન કરવા જાય .. માં જય જય..
યમુનાજીની આરતી માં જે કોઈ ગાશે, માં જે ભાવે ગાશે,
તેના જનમ જનમના પાપો સઘળા દૂર થાશે.. માં જય જય..
જય જય શ્રી યમુના, માં જય જય શ્રી યમુના
જોતા જનમ સુધર્યો..(૨) ધન્ય ધન્ય શ્રી યમુના... માં જય જય..
યમુનાજી ની આરતી વિશે ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Yamunaji Aarti in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
યમુનાજી ની આરતી ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી યમુનાજી ની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં યમુનાજી ની આરતી અને PDF એટલે કે Yamunaji Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ પોસ્ટ પણ વાંચી શકો છો :
- સધી માં ની આરતી
- મોમાઈ માં ની આરતી
- ચામુંડા માં ની આરતી
- મોગલ માં ની આરતી
- હરસિધ્ધિ માં ની આરતી
- આનંદ મંગલ કરું આરતી
- સત્યનારાયણ ભગવાનની આરતી
- માતાજીની આરતી
- દુર્ગા માં ની આરતી
- જલારામ બાપાની આરતી
- તુલસી માતાની આરતી
- સ્વામી સમર્થ આરતી
- સાંવરિયા શેઠ ની આરતી
- યમુનાજી ની આરતી
- ગણેશજી ની આરતી
- રામદેવપીર ની આરતી | અલખધણી ની આરતી
- મેલડી માતાની આરતી
- અંબેમા ની આરતી
- બહુચર માં ની આરતી
- નર્મદા મૈયા મહા આરતી
