શું તમે ગુજરાતીમાં હરસિધ્ધિ માં ની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં હરસિધ્ધિ માં ની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Harsiddhi Maa Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.
હરસિધ્ધિ માં ની આરતી | Harsiddhi Maa Aarti in Gujarati
જય હરસિધ્ધી માતા, ૐ જય હરસિધ્ધી માતા,
આરતી ગાતા તમારી, હૈયા હરખાતા,
ૐ જય હરસિધ્ધી માતા
લાખો દિવડા જળહળ બળતા,તેજ તણો નહીં પાર,
મૈયા તેજ તણો નહીં પાર,
દિવ્ય અલૌકિક આભા, વિજળીનો ચમકાર,
ૐ જય હરસિધ્ધી માતા
મંગલકારી મુર્તિ તમારી, મંદિરમાં શોભે,
મૈયા મંદિરમાં શોભે,
દર્શન કરવા તમારા, મન સૌનુ લોભે,
ૐ જય હરસિધ્ધી માતા
ઢોલ નગારા શરણાયુંને, ઝાલરનો ઝણકાર,
મૈયા ઝાલરનો ઝણકાર,
મીઠા સૂર મોરલીના, કરતા એકાકાર,
ૐ જય હરસિધ્ધી માતા
અનેક રૂપે એક તમે છો, પરચા માઁ પુરનાર,
મૈયા પરચા માઁ પુરનાર,
મહીમા તમારો મોટો, જગમાં જય જયકાર,
ૐ જય હરસિધ્ધી માતા
સચરાચરમાં વાસ કરો છો, માતા મમતાળી,
મૈયા માતા મમતાળી,
સમરે વેલા આવો, કરવા રખવાળી,
ૐ જય હરસિધ્ધી માતા
ભવસાગરમાં ભટકેલાને, પલમાં માઁ તારે,
મૈયા પલમાં માઁ તારે,
પાપી પાવન થાતા, માઁ તારા ઘ્વારે,
ૐ જય હરસિધ્ધી માતા
આદી અનાદી માત તમે છો, વેદોમાં વખણાતાં,
મૈયા વેદોમાં વખણાતાં,
દેવો,દાનવ,માનવ,ગુણ તારા ગાતા,
ૐ જય હરસિધ્ધી માતા
અમી ભરેલી આંખોથી,માઁ અમૃત વરસાવો,
મૈયા અમૃત વરસાવો,
સુના પડેલા જીવનમાં ખુશીયો લહેરાવો,
ૐ જય હરસિધ્ધી માતા
ફોરમતા ફુલડાનો હું તો, ફુલગજરો લાવું,
મૈયા ફુલગજરો લાવું,
હૈયાના હેતેથી માઁ તમને પહેરાવું,
ૐ જય હરસિધ્ધી માતા
શ્વાસે શ્વાસે સમરણ કરતો, અતુલ તમારો દાસ,
મૈયા અતુલ તમારો દાસ,
ભક્તોને દર્શન આપો, પુરણ કરો માઁ આશ,
ૐ જય હરસિધ્ધી માતા
જય હરસિધ્ધી માતા, ૐ જય હરસિધ્ધી માતા,
આરતી ગાતા તમારી, હૈયા હરખાતા,
ૐ જય હરસિધ્ધી માતા, ૐ જય હરસિધ્ધી માતા,
ૐ જય હરસિધ્ધી માતા, ૐ જય હરસિધ્ધી માતા,
ૐ જય હરસિધ્ધી માતા.
બોલીએ હરસિધ્ધી માતકી જય...
હરસિધ્ધિ માં ની આરતી વિશે ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Harsiddhi Maa Aarti in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
હરસિધ્ધિ માં ની આરતી ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી હરસિધ્ધિ માં ની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં હરસિધ્ધિ માં ની આરતી અને PDF એટલે કે Harsiddhi Maa Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ પોસ્ટ પણ વાંચી શકો છો :
- સધી માં ની આરતી
- મોમાઈ માં ની આરતી
- ચામુંડા માં ની આરતી
- મોગલ માં ની આરતી
- હરસિધ્ધિ માં ની આરતી
- આનંદ મંગલ કરું આરતી
- સત્યનારાયણ ભગવાનની આરતી
- માતાજીની આરતી
- દુર્ગા માં ની આરતી
- જલારામ બાપાની આરતી
- તુલસી માતાની આરતી
- સ્વામી સમર્થ આરતી
- સાંવરિયા શેઠ ની આરતી
- યમુનાજી ની આરતી
- ગણેશજી ની આરતી
- રામદેવપીર ની આરતી | અલખધણી ની આરતી
- મેલડી માતાની આરતી
- અંબેમા ની આરતી
- બહુચર માં ની આરતી
- નર્મદા મૈયા મહા આરતી
