ચામુંડા માં ની આરતી | Chamunda Maa Aarti Lyrics in Gujarati

ચામુંડ માં ની આરતી | Chamunda Maa Aarti Lyrics in Gujarati

શું તમે ગુજરાતીમાં ચામુંડા માં ની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં ચામુંડા માં ની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Chamunda Maa Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.

ચામુંડા માં ની આરતી | Chamunda Maa Aarti in Gujarati

જય ચામુંડ માતા, ૐ જય ચામુંડ માતા,
આરતી ગાતા તમારી, હૈયા હરખાતા,
ૐ જય ચામુંડ માતા

લાખો દિવડા જળહળ બળતા,તેજ તણો નહીં પાર,
મૈયા તેજ તણો નહીં પાર,
દિવ્ય અલૌકિક આભા, વિજળીનો ચમકાર,
ૐ જય ચામુંડ માતા

મંગલકારી મુર્તિ તમારી, મંદિરમાં શોભે,
મૈયા મંદિરમાં શોભે,
દર્શન કરવા તમારા, મન સૌનુ લોભે,
ૐ જય ચામુંડ માતા

ઢોલ નગારા શરણાયુંને, ઝાલરનો ઝણકાર,
મૈયા ઝાલરનો ઝણકાર,
મીઠા સૂર મોરલીના, કરતા એકાકાર,
ૐ જય ચામુંડ માતા

અનેક રૂપે એક તમે છો, પરચા માઁ પુરનાર,
મૈયા પરચા માઁ પુરનાર,
મહીમા તમારો મોટો, જગમાં જય જયકાર,
ૐ જય ચામુંડ માતા

સચરાચરમાં વાસ કરો છો, માતા મમતાળી,
મૈયા માતા મમતાળી,
સમરે વેલા આવો, કરવા રખવાળી,
ૐ જય ચામુંડ માતા

ભવસાગરમાં ભટકેલાને, પલમાં માઁ તારે,
મૈયા પલમાં માઁ તારે,
પાપી પાવન થાતા, માઁ તારા ઘ્વારે,
ૐ જય ચામુંડ માતા

આદી અનાદી માત તમે છો, વેદોમાં વખણાતાં,
મૈયા વેદોમાં વખણાતાં,
દેવો,દાનવ,માનવ,ગુણ તારા ગાતા,
ૐ જય ચામુંડ માતા

અમી ભરેલી આંખોથી,માઁ અમૃત વરસાવો,
મૈયા અમૃત વરસાવો,
સુના પડેલા જીવનમાં ખુશીયો લહેરાવો,
ૐ જય ચામુંડ માતા

ફોરમતા ફુલડાનો હું તો, ફુલગજરો લાવું,
મૈયા ફુલગજરો લાવું,
હૈયાના હેતેથી માઁ તમને પહેરાવું,
ૐ જય ચામુંડ માતા

શ્વાસે શ્વાસે સમરણ કરતો, અતુલ તમારો દાસ,
મૈયા અતુલ તમારો દાસ,
ભક્તોને દર્શન આપો, પુરણ કરો માઁ આશ,
ૐ જય ચામુંડ માતા

જય ચામુંડ માતા, ૐ જય ચામુંડ માતા,
આરતી ગાતા તમારી, હૈયા હરખાતા,
ૐ જય ચામુંડ માતા, ૐ જય ચામુંડ માતા,
ૐ જય ચામુંડ માતા, ૐ જય ચામુંડ માતા,
ૐ જય ચામુંડ માતા.

બોલીએ ચામુંડ માતકી જય...

ચામુંડા માં ની આરતી વિશે ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Chamunda Maa Aarti in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

ચામુંડા માં ની આરતી ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ચામુંડા માં ની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ચામુંડા માં ની આરતી અને PDF એટલે કે Chamunda Maa Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.