શરદ પૂર્ણિમા નિબંધ ગુજરાતી | Sharad Purnima Nibandh Gujarati [2024]

શરદ પૂર્ણિમા નિબંધ ગુજરાતી | Sharad Purnima Nibandh Gujarati

શું તમે ગુજરાતીમાં શરદ પૂર્ણિમા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો શરદ પૂર્ણિમા વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Sharad Purnima  Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

શરદ પૂર્ણિમા વિષય પર નિબંધ

અહીં ગુજરાતી શરદ પૂર્ણિમા વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ શરદ પૂર્ણિમા વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

શરદ પૂર્ણિમા વિશે ગુજરાતીમાં  નિબંધ 

શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આથી લોકો લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે. આ પૂનમ ને એટલે માણેકઠારી પૂર્ણિમા કહે છે. શરદ પૂનમની રાત્રે ચન્દ્ર સામે જોતા દોરો પરોવવાની ક્રિયા કરવામાં આવે તો આંખો નિરોગી બને છે. આંખનું તેજ વધે છે. તેવી માન્યતા છે. મહાકાવ્ય રામાયણના સર્જક મહર્ષિ વાલ્મીકી જયંતિ તરીકે ઉજવાય છે.

પ્રેમ મુદિત મનસે કહો શ્રી રામ રામ રામ પાપ કરે દુઃખ મિટે લેકે રામ નામ ।। (તુલસીદાસ)

શરદ પૂર્ણિમા એ યૌવનનો થનગણટના છે ગમે તેવી ઋતુ છે. ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતિક, શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં આવે છે કે શરદ પૂનમની રાત્રે સાથે મહારાસ રમ્યા હતા. શરદ પૂનમને ઘણા રાસ પૂનમ કહે છે. વ્રજ એટલે રાસ લીલાનું વૈકુંઠ રાસ ગરબા આજે પણ રમાય છે. શરદ પૂનમે પ્રભુએ વાંસળીના સૂર છેડયા હતા. ઠાકોરની આ તેનું આજે પણ ભગવદીયોને વૃંદાવનમાં સંભળાય છે. જે પ્રભુનો આશ્રય રાખે તેને ઠાકોરજી વાંસળી સંભળાવે છે. વ્રજ એટલે વેણું, ઘેનું અને રેણું ગોપીઓનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ વર્ણવી ગોપી ને પ્રેમની ધ્વજ કહેવામાં આવે છે. ગોપીઓ રાસ માં જવાની અને પ્રભુ મિલનની એટલી ઉત્કંઠા હતી કે આંખે લગાવવાનું કાજલ ગાલે લગાવ્યું કેવો ગોપી પ્રેમ ?

ઇશ્વરને મળવાની આવી ભાવના હોય તો જીવનમાં પૂનમ ઉગે. ગોપી ગીત એ ભારતનું અને કૃષ્ણ- પ્રેમનું સર્વોત્તમ ગીતા છે. શરદની રાત શ્રેષ્ઠ રાત્રિ ગણાય છે. પ્રભુએ રાસ ખેલ્યો એ શ્રેષ્ઠતાનું પ્રતિક છે.

શરદે દુધ પૌઆ ખાવાનો રિવાજ છે. વરસાદની વિદાય શરદનું આગમન એક અનુસંધાન છે. આયુર્વેદના શાસ્ત્ર મુજબ શરીરમાં જે પિત્તનો પ્રકોપ થયો હોય તે આ દુધ પૌઆ ખાવાથી નાશ પામે છે. દૂધ પિત્તનું દુશ્મન છે. ચંદ્રના કિરણો દુધ, પૌઆમાં ભળવાથી દમના દર્દીને ફાયદો કરે છે. આપણું કેલેન્ડર ચંદ્રના પંચાંગ મુજબ ચાલે છે.

શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમાં સ્કંધમાં અધ્યાય ૨૯ થી ૩૩ રાસ પંચાદયાયી ના શ્લોકો છે. ભગવાન શ્રી કૃષ્ણરસ મય છે.

ભગવાન શ્રી કૃષ્ણે પૂનમ નો મહિમા યુધિષ્ઠિરને સમજાવતા કહ્યું હતું કે શરદ પૂર્ણિમા' ની રાત્રી મને ખુબ ગમે છે. પૂનમે કરેલું દાન, યાત્રા, દર્શન પ્રભુને ઘરેલો નૈવૈદ્ય ખુબ પુણ્ય આપે છે. પૂનમ નો મહિમા ફાગણ પૂનમ હોલિકા પર્વ રાજા રણછોડને મળવાનું પર્વ ચૈત્રી પુનમ મહાવીર હનુમાનનું પર્વ જેઠ પૂનમ વટસાવિત્રી પર્વ અવાડ પૂનમ ગુઢ પુર્ણિમાનું પર્વ શ્રાવણ પૂનમ રક્ષાબંધનનું પર્વ ભાદરવા પૂનમ પિતૃને શ્રધ્ધાંજલિનું પર્વઆસો માસ શરદ પૂનમ કુદરતની કવિતાનું સૌંદર્ય એટલે શરદ પૂનમ

આમ શરદ પૂનમ કવિઓને ખૂબ ગમે છે. ઠાકોરજીના ચાહકોને ખુબ ગમતી આ પૂનમ છે. શરદ પૂનમની આ પૂનમ છે. શરદ પૂનમની રાત દિવ્ય રાત્રિ છે.

રાજા રણછોડ રાયને આ દિવસે દિવ્ય મુકુટ ડાકોરમાં ધરાવાય છે. આ મુકુટોત્સવ દિવ્ય છે.

શરદ પૂર્ણિમા નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Sharad Purnima Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

શરદ પૂર્ણિમા નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી શરદ પૂર્ણિમા ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શરદ પૂર્ણિમા વિશે નિબંધ એટલે કે Sharad Purnima  Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

 

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.