શું તમે ગુજરાતીમાં એક ફૂલની આત્મકથા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો એક ફૂલની આત્મકથા વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Flower Autobiography Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.એક ફૂલની આત્મકથા વિષય પર નિબંધ
અહીં ગુજરાતી એક ફૂલની આત્મકથા વિશે બે નિબંધ રજુ કર્યા છે
જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં
શબ્દોમાં છે.
નીચે આપેલ એક ફૂલની આત્મકથા વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
એક ફૂલની આત્મકથા વિષે ગુજરાતીમાં નિબંધ
- પ્રસ્તાવના
- જન્મ
- સુખદુ:ખની કથની
- ઉપસંહાર
"ઊગે તે આથમે, ખીલે તે કરમાય."
હું ગુલાબનું ફૂલ છું. મારો જન્મ ગાંધીનગરમાં ‘રોઝગાર્ડન’માં એક ગુલાબના છોડ પર થયો હતો. એ બગીચામાં મારા જેવાં બીજાં અનેક ફ્લો હતાં. અમે શરૂઆતમાં કળીના રૂપમાં હતાં. જ્યારે અમે ખીલ્યાં ત્યારે એમ લાગ્યું કે જાણે આખો બગીચો અમારી સાથે ખીલી ઊઠ્યો. અમારાં બધાંની મહેક ચારે બાજુએ પ્રસરવા લાગી. બગીચામાં ફરવા આવતા લોકો અમારાં રૂપરંગ અને મહેકથી પ્રસન્ન થતા. પતંગિયાં અને ભમરા અમારા રૂપરંગ અને સુગંધથી આકર્ષાઈને અમારી ઉપર ઊડ્યા કરતાં. કેટલીક બાળાઓ તો અમને ચૂંટી લેવા લલચાતી હતી પણ માળીની કડક દેખરેખને લીધે તેઓ તેમ કરી શકતી નહિ.
જે માળી અમારું રક્ષણ કરતો હતો તેણે જ નિર્દય થઈને એક દિવસ અમને છોડ પરથી ચૂંટી લીધાં અને એક વેપારીને વેચી દીધાં; વેપારી અમને બજારમાં લઈ ગયો. તેને એક વરરાજા માટે ફૂલોનો હાર બનાવવાનો હતો. તેણે અમને સૌને એક દોરામાં ગૂંથીને વરરાજા માટે ફ્લોનો સુંદર હાર બનાવ્યો.
પછી અમે વરરાજાના ગળાની શોભા બની ગયાં. વરરાજાને એક ખુલ્લી બગીમાં બેસાડીને વરઘોડો કાઢવામાં આવ્યો. સુંદર પોશાકમાં સજ્જ થયેલા જુવાનિયાઓ બૅન્ડના મધુર ધ્વનિના તાલે નાચતા હતા. વરરાજાના ફોટા પાડવામાં આવ્યા. અવારનવાર કૅમેરાનો ઝબકારો જોવાની અમને મજા આવી ગઈ. વરઘોડામાં આવેલા તમામ લોકો ટીકીટીકીને અમને જ જોઈ રહ્યા હતા. અમારા આનંદનો પાર ન હતો.
લગ્નવિધિ પૂરી થઈ. વરરાજા ઘેર આવ્યા. તેમણે ફૂલોનો હાર ગળામાંથી કાઢી એક ખીંટી પર લટકાવી દીધો. તેમની નાની બહેને મને ફૂલોના હારમાંથી કાઢી લીધું અને તેના માથાના વાળમાં ખોસી દીધું. એ છોકરી મારી સુંદરતા અને સુગંધથી રાજી રાજી થઈ ગઈ હતી. તે થોડી થોડી વારે મને તેના વાળમાં સરખું કરતી હતી. મને તેની સાથે રહેવાની ઘણી મજા પડી. મારા પાલક પિતા માળીએ મને બગીચામાંથી દૂર કર્યું, પણ ત્યારપછીની મારી જિંદગી આનંદ અને ઉલ્લાસમાં પસાર થઈ.
રાત પડી ત્યારે વરરાજાની બહેન ઊંઘી ગઈ. હું તેના વાળમાંથી છૂટું પડી ગયું અને ધીરે ધીરે કરમાવા લાગ્યું. મારી સુગંધ પણ ઓછી થતી ગઈ.
સવાર પડી. એક નોકર ઘરની સફાઈ કરવા લાગ્યો. તેણે મને કરમાયેલી સ્થિતિમાં જોયું એટલે ઉપાડીને કચરાપેટીમાં નાખી દીધું. બસ, ત્યારથી હું અહીં કચરાના ઢગલામાં પડ્યું રહીને મારા અંતિમ ક્ષણની રાહ જોઉં છું.
Flower Autobiography Essay in Gujarati
એક ફૂલની આત્મકથા નિબંધ - 100 શબ્દો
મારો જન્મ એક બગીચામાં થયો હતો. ત્યાં મારી સાથે મારા અસંખ્ય સાથીઓ હતા. બધાંનાં અલગ-અલગ રૂપરંગ હતાં. પ્રથમ કળીના રૂપમાં મારો જન્મ થયો હતો. જ્યારે મારો વિકાસ થયો ત્યારે લોકો મને ‘ફૂલ’ તરીકે ઓળખવા લાગ્યા. પવનની લહેર આવતી ત્યારે ડાળીની સાથે હીંચકા ખાવાનું મને બહુ ગમતું. અમારે લીધે બાગની શોભા ઘણી વધી ગઈ હતી. બાગમાં ફરવા આવતા લોકો મારાં રૂપરંગ અને સુગંધથી આકર્ષાતા. કેટલાક લોકો મને ચૂંટી લેવા તલપાપડ થતા, પણ માળીના ડરને લીધે કોઈ ચૂંટવાની હિંમત કરતું નહિ.એક સવારે માળીએ જ મને અને મારા સાથીઓને ચૂંટીને એક વેપારીને વેચી દીધાં. વેપારી અમને બજારમાં લઈ ગયો. એવામાં એક ભાઈ આવ્યા. તે બીજાં લો સાથે મને પણ ખરીદીને લઈ ગયા. એક સમારંભમાં શાળાની બાળાએ મારા વડે મહેમાનનું સ્વાગત કર્યું. તેથી મને આનંદ થયો
મને એક બાળાના હાથમાં મૂકીને મહેમાનશ્રી વિદાય થયા. બાળા મને જોઈને ખુશ થઈ ગઈ. તેણે મને તેના વાળમાં ખોસી દીધું. મને ઘણો આનંદ થયો. પણ મારો આનંદ લાંબો સમય ટક્યો નહિ. ધીરે ધીરે મારી પાંખડીઓ કરમાવા લાગી. મારું રૂપ ઓસરવા લાગ્યું. મારી સુવાસ પણ ઘટવા લાગી. રાતે તે બાળાએ મને તેના વાળમાંથી કાઢીને કચરાપેટીમાં ફેંકી દીધું.
મારી ભવ્યતા તો મેં ગુમાવી દીધી છે. પણ એનાં મીઠાં સંભારણાં મને સુખ આપી રહ્યાં છે. ફરી હું માટીમાં મળી જઈશ ને માટીમાંથી વળી ક્યારેક ફૂલ બનીશ.
એક ફૂલની આત્મકથા નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Fool ni atamkatha Nibandh in Gujarati ની ફ્રી pdf
Download કરી શકો છો.
એક ફૂલની આત્મકથા નિબંધ નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી એક ફૂલની આત્મકથા નિબંધ નો વિડીઓ
જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં એક ફૂલની આત્મકથા વિશે નિબંધ એટલે કે Flower Autobiography Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય
તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને
અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે.
તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :