શું તમે ગુજરાતીમાં એક રૂપિયાની આત્મકથા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો એક રૂપિયાની આત્મકથા વિશે
ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Ek Rupiya ni atmakatha Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
એક રૂપિયાની આત્મકથા વિષય પર નિબંધ
અહીં ગુજરાતી એક રૂપિયાની ની આત્મકથા વિશે એક નિબંધ
રજુ કર્યો છે જે 100, 150 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ એક રૂપિયાની આત્મકથા વિશે નિબંધ ગુજરાતીમાં 100, 150 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
એક રૂપિયાની આત્મકથા વિશે ગુજરાતીમાં નિબંધ
બૅન્કમાં ગયા પછી જ મારી ખરી મુસાફરી શરૂ થઈ ગઈ. હું ઘણા લોકોના હાથમાંથી પસાર થયો. હું ઘણાં ઘર, દુકાન, ઑફિસ, મંદિર, ભિખારીની હથેળી અને નિશાળ વગેરે સ્થળો જોઈ આવ્યો છું. હું ઘણાંને મળ્યો છું. હું દેશનાં ઘણાં ગામડાં અને શહેરોમાં ફર્યો છું. હું શેઠને મળ્યો છું અને ચોરડાકુને પણ મળ્યો છું. બધાંએ મને ખૂબ સાચવ્યો છે. કોઈ બાળકને મળતાં હું ઘણો હરખાયો છું. મને જોઈને બાળકો પણ હરખાતાં હતાં. લોકો બધી વસ્તુઓની કિંમત મારા વડે જ નક્કી કરે છે.
ઘણી જગ્યાએ ફર્યો હોવા છતાં હું જરાય થાક્યો નથી. હા, મારા દેહને થોડો ઘસારો જરૂર પહોંચ્યો છે. હવે મારો ચળકાટ પહેલાંના જેવો રહ્યો નથી. મારો રણકાર પણ સહેજ બદલાઈ ગયો છે. પરિણામે લોકો હવે મારી તરફ થોડીક શંકાની નજરે પણ જુએ છે. લોકો મને સ્વીકારતાં પહેલાં હવે ચકાસી જુએ છે. પહેલા કરતાં મારાં માનપાન ઓછાં થઈ ગયાં છે. એક સમયે હું ટોસ ઉછાળવાની વિધિ માટે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રાહુલ દ્રવિડના હાથમાં પહોંચી ગયો હતો. એવો તો મારો વટ હતો!
હવે હું ફરી ફરીને કંટાળી ગયો છું. કોઈ મને ભઠ્ઠીમાં ગાળી નવું રૂપ આપે એની જ રાહ જોઈ રહ્યો છું.
એક રૂપિયાની આત્મકથા નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Ek Rupiya ni Atmakatha Nibandh in
Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
એક રૂપિયાની આત્મકથા નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી એક રૂપિયાની આત્મકથા ગુજરાતી નિબંધ નો વિડીઓ
જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં એક રૂપિયાની આત્મકથા વિશે નિબંધ એટલે કે Ek Rupiya ni Atmakatha Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય
તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને
અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે.
તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!