નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં નિબંધ લેખન એ માત્ર એક પ્રશ્ન નથી, પણ તમારી વૈચારિક સમૃદ્ધિ અને ભાષાકીય પકડ રજૂ કરવાની સુવર્ણ તક છે. નિબંધ વિભાગ કુલ 8 ગુણનો હોય છે અને તેની શબ્દ મર્યાદા 250 શબ્દોની છે. યાદ રાખજો, નિબંધ ગોખવાની વસ્તુ નથી, પરંતુ તે તમારી વાંચન પ્રક્રિયા અને સતત લેખન અભ્યાસનું પરિણામ છે.
Last 10 Year બોર્ડ માં પુછાયેલ ગુજરાતી નિબંધો | STD 10
છેલ્લા 10 વર્ષોના પેપર્સ માં પુછાયેલ ગુજરાતી નિબંધ નું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આપેલ નિબંધ મોસ્ટ IMP નિબંધ કહી શકાય:વર્ષ 2025 - માર્ચ પરીક્ષા :
વર્ષ 2025 - જુલાઈ પરીક્ષા :
વર્ષ 2024 - માર્ચ પરીક્ષા :
- આપણા ઘડવૈયા બાંધવ આપણે
- મારો યાદગાર પ્રવાસ
- દીકરી ઘરની દીવડી
વર્ષ 2023 - માર્ચ પરીક્ષા :
વર્ષ 2022 - માર્ચ પરીક્ષા :
વર્ષ 2021 - માર્ચ પરીક્ષા :
- હાય રે : કોરોના મહામારી
- ભાવી વિશ્વ યુદ્ધની ભયાનકતા
- પ્રદુષણ: એક સાર્વત્રિક સમસ્યા
વર્ષ 2020 - માર્ચ પરીક્ષા :
વર્ષ 2019 - માર્ચ પરીક્ષા :
વર્ષ 2018 - માર્ચ પરીક્ષા :
- દીકરી ઘરની દીવડી
- માતૃભાષાનું મહત્વ
- પ્રવાસનું મહત્વ
વર્ષ 2018 - જુલાઈ પરીક્ષા :
વર્ષ 2017 - માર્ચ પરીક્ષા :
- ભારતમાં હવે વ્યવસાયી શિક્ષણ જોઈએ
- જો મનુષ્ય પોતાનું ભાવી જાણતો હોત તો..
- આજ ની સ્ત્રીઓનું સમાજમાં સ્થાન
નિબંધનું માળખું: પ્રભાવશાળી નિબંધ લેખન માટેની રીત
નિબંધની સફળતા તેના સુયોજિત માળખામાં રહેલી છે. પેપર તપાસનાર પર પ્રથમ છાપ પાડવા માટે નીચે મુજબના ત્રણ સ્તંભો ધ્યાનમાં રાખો:- પ્રસ્તાવના (ભૂમિકા): નિબંધની શરૂઆત 'ચહેરા' જેવી હોય છે. તે સુંદર અક્ષરોમાં, કોઈ પંક્તિ કે અવતરણથી પ્રભાવશાળી રીતે કરવી જોઈએ.
- મધ્યભાગ (વિષયવસ્તુ): અહીં વિષયનું વિગતવાર વિશ્લેષણ કરો. મુદ્દાઓને તાર્કિક રીતે ગોઠવો અને વિચારોમાં સ્પષ્ટતા રાખો.
- ઉપસંહાર (નિષ્કર્ષ): આ આખા નિબંધનો અર્ક છે. અહીં તમારો મૌલિક અભિપ્રાય કે સંદેશ આપીને નિબંધને પૂર્ણ કરો.
એક સલાહ: નિબંધમાં 'જો અને તો' વાળા તર્કહીન વાક્યો ટાળો. લંબાઈ વધારવા માટે 'ગપ્પા' મારવાને બદલે મૌલિક વિચારો અને સચોટ શબ્દભંડોળનો ઉપયોગ કરો.
પરીક્ષામાં સફળતા માટે ખાસ ટિપ્સ
- મૌલિકતા: નિબંધ બેઠો કોપી કરવાને બદલે તમારા પોતાના વિચારો ઉમેરો. વાંચન વધારવાથી શબ્દભંડોળ આપોઆપ ખીલશે.
- ભાષાકીય શુદ્ધતા: જોડણી અને વિરામચિહ્નોનું ખાસ ધ્યાન રાખો. ભાષાકીય ભૂલો તમારા ગુણ કાપી શકે છે.
- પ્રેક્ટિસ: અઠવાડિયામાં ઓછામાં ઓછો એક નિબંધ લખવાનો મહાવરો રાખો. પરીક્ષા જેવી જ પરિસ્થિતિમાં સમય મર્યાદામાં લખતા શીખો.
આ માર્ગદર્શિકા તમને ગુજરાતીના પેપરમાં ઉત્તમ માર્કસ અપાવવા માટે સહાયરૂપ થશે તેવી આશા છે. તૈયારી શરૂ કરી દો અને શ્રેષ્ઠ પરિણામ મેળવો!
Conclusion:
આશા છે કે આ Last 10 Year બોર્ડ માં પુછાયેલ ગુજરાતી નિબંધ તમારી બોર્ડની પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ સાબિત થશે. સારા નિબંધ માટે શુદ્ધ ભાષા, સારા અક્ષરો અને વિષયવસ્તુની સ્પષ્ટતા ખૂબ જરૂરી છે. આ લિસ્ટ મુજબ પ્રેક્ટિસ શરૂ કરી દો અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
અહીં રજૂ કરવામાં આવેલ નિબંધોની યાદી માત્ર શૈક્ષણિક હેતુ અને પ્રેક્ટિસ માટે છે. આ એક સંભવિત લિસ્ટ છે. પરીક્ષામાં આમાંથી જ પ્રશ્નો આવશે તેવો દાવો અમે કરતા નથી. વિદ્યાર્થીઓએ સંપૂર્ણ અભ્યાસક્રમ ધ્યાનમાં રાખીને તૈયારી કરવી.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
![Last 10 Year બોર્ડ માં પુછાયેલ ગુજરાતી નિબંધ Last 10 Year બોર્ડ માં પુછાયેલ ગુજરાતી નિબંધ [ધોરણ 10]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi1jwovhc6GBTAlHZIMNyZ5FpAJ3Ah16qIwCndxJkts1P-5EThICJev0ubLv2ffnb1xGgWsj9nKBn0EU2V6nJaoBYCioWVjIVyr7_kMNksyFvTTKD5EModsyKwQHMz3Y4uXqEPuS53LgKxEQCUy3mZ4TtVtXE7XdnStQ9fVdV-ECK0ApVeO73Fa5ZODr6Y/s16000-rw/STD%2010%20Last%2010%20Year%20Board%20Essay%20Gujarati.webp)