પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ ગુજરાતી [2024]

અમે આ આર્ટીકલમાં જો હું પ્રવાસનું જીવનઘડતરમાં સ્થાન ગુજરાતીમાં નિબંધ પ્રસ્તુત કર્યો છે

અમે આ આર્ટીકલમાં પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન વિશે એક સરસ ગુજરાતીમાં 200 શબ્દોમાં, 150 શબ્દોમાં અને 100 શબ્દોમાં અલગ અલગ નિબંધ પ્રસ્તુત કર્યો છે જે ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે અને તમને ગમશે.

 • પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ,
 • પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન ગુજરાતી,
 • પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન વિશે નિબંધ ગુજરાતીમાં,
 • Pravasnu Jivan Ghadtar ma Sthan Nibandh Gujarati
 • Pravasnu Jivan Ghadtar ma Sthan Essay in Gujarati

નીચે આપેલ પ્રવાસનું જીવનઘડતરમાં સ્થાન વિશે ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ ગુજરાતી :

 1. પ્રસ્તાવના
 2. પ્રવાસના વિવિધ ફાયદા
 3. પ્રત્યક્ષ જ્ઞાન , સૌદર્ય દૃષ્ટિનો વિકાસ 
 4. સામૂહિક જીવનનો અનુભવ 
 5. સાહસિક વૃત્તિનો વિકાસ
 6. ઉપસંહાર

પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન :

[મુદ્દાઓ : પ્રસ્તાવના – પ્રવાસના વિવિધ ફાયદા – પ્રત્યક્ષ જ્ઞાન , સૌદર્ય દૃષ્ટિનો વિકાસ – સામૂહિક જીવનનો અનુભવ – સાહસિક વૃત્તિનો વિકાસ – ઉપસંહાર] 

વિશાળ વાચન, ઊંડું મનન, સંતોનો સમાગમ વગેરે પરિબળો માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે, પ્રવાસ પણ માનવીનું જીવન ઘડનાર એક મહત્ત્વનું પરિબળ છે. કાકાસાહેબ કાલેલકરે ખરું જ કહ્યું છે, જેમ કુંભાર માટીને ઘાટ આપે છે, તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે. ’’ 

પ્રકૃતિ , શિલ્પ - સ્થાપત્ય, સમાજજીવન વગેરે વિશે અનેક પુસ્તકો દ્વારા ન મળે એટલું જ્ઞાન એક પ્રવાસ દ્વારા મળી શકે છે. જેમ માતાને માટે કહેવાય છે કે ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે '', તેમ પ્રવાસને માટે કહી શકાય કે ‘ એક પ્રવાસ સો પુસ્તકની ગરજ સારે ! ’’ વાસ્તવમાં , પ્રવાસથી મળતું જ્ઞાન પુસ્તકિયા જ્ઞાન જેવું શુષ્ક નથી હોતું, અનુભવથી રસાયેલું હોય છે. એ જ્ઞાન માનવીના જીવનમાં કદી ન ભૂંસાય એ રીતે અંકિત થઈ જાય છે.

પ્રકૃતિનાં સૌંદર્યધામોનો પ્રવાસ માનવીના જીવનને રસસભર બનાવે છે. અનુપમ પ્રાકૃતિક સૌંદર્યનું દર્શન આપણને ઊંડો , સાત્ત્વિક આનંદ આપે છે . ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ ઇતિહાસનાં પૃષ્ઠોને આપણાં મનઃચક્ષુ સામે ખુલ્લાં કરી દે છે . પ્રતાપગઢનો કિલ્લો જોઈને શિવાજીની વીરતાની જે જીવંત ઝાંખી થાય, તે ઇતિહાસનાં પ્રકરણો વાંચવાથી ભાગ્યે જ થઈ શકે. એ જ રીતે , ક્લાવિવેચનનાં પુસ્તકો વાંચવાથી જે લાસૂઝ ન વિકસે તે શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકળાની ઉત્તમ કૃતિઓનાં પ્રત્યક્ષ દર્શનથી વિકસી શકે છે. પ્રવાસ દ્વારા જ પ્રકૃતિ અને માનવીની ઉત્તમ રચનાઓનાં દર્શન થઈ શકે છે. આપણા જીવનના સર્વાંગી ઘડતર માટે તે જરૂરી છે.

પ્રવાસ દ્વારા થતા વિવિધરંગી અનુભવોથી જીવનની જે પાયાની કેળવણી મળે છે , તે વર્ષોના શૈક્ષણિક અભ્યાસથી મળી શકતી નથી . પ્રવાસમાં માનવી અનેક પ્રકારના લોકોના પરિચયમાં આવે છે , જુદા જુદા સમાજોની સંસ્કૃતિ અને સભ્યતાના સંપર્કમાં આવે છે . આથી વ્યાપક પ્રવાસો માનવીની જીવનદૃષ્ટિને વિશાળ બનાવે છે . શ્રી ઉમાશંકર જોશીએ ખરું જ કહ્યું છે : 

'' ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વતણી વિશાળતા,
પછવાડે અડવા થનારને ભરખે ઘર કેરી શૂન્યતા ! "

જીવનભર પોતાના સમાજના નાનકડા વર્તુળમાં જ ગોંધાઈ રહેનાર , ખરેખર , અનેક દૃષ્ટિએ દરિદ્ર રહી જાય છે.

પ્રવાસનું આધ્યાત્મિક મૂલ્ય પણ ઓછું નથી. પ્રવાસ માનવીને એ સનાતન સત્યની પ્રતીતિ કરાવે છે કે આ જગતમાં બધા મનુષ્યો મુસાફરો જ છે. કોઈ પોતાની સાથે કંઈ લઈ જતો નથી , પછી તે તાજમહાલ બંધાવનાર શાહજહાં હોય કે રાજ્યલાલસા માટે પાણીપતનું યુદ્ધ ખેલનાર બાબર કે અકબર હોય . આમ, પ્રવાસ માનવીની સાહસવૃત્તિને ઉત્તેજિત કરવાની સાથે, તેને નિરાસક્તિના પાઠ પણ શીખવી શકે છે. 

ખરેખર, પ્રવાસ એ માનવીના ઉમદા જીવનઘડતર માટેનું એક ઉત્તમ સાધન છે.

નીચે આપેલ પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન વિશે ગુજરાતીમાં 150  શબ્દોમાં નિબંધ ધોરણ 67 અને 8 માટે ઉપયોગી થશે.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.