શું તમે ગુજરાતીમાં દીકરી ઘરની દીવડી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો દીકરી ઘરની દીવડી વિશે ગુજરાતી
નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Dikari Ghar ni Divdi Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
દીકરી ઘરની દીવડી વિશે નિબંધ
અહીં ગુજરાતી દીકરી ઘરની દીવડી વિશે એક નિબંધ રજુ કર્યો છે
જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ દીકરી ઘરની દીવડી વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
દીકરી ઘરની દીવડી વિશે ગુજરાતીમાં નિબંધ
દીકરી એટલે પ્રેમ, દયા, કરૂણામયી, વાત્સલ્યની મૂર્તિ, દિકરીમાં જન્મથી ભગવાને મમતા, કરૂણા છલોછલ ભરીને આપી છે. જે ઘરમાં દીકરીનો જન્મ થાય તે ઘર ઘણું પુણ્યશાળી કહેવાય. ભગવાને દિકરીને પૃથ્વી પર મોકલીને પોતાનું કામ સરળ કર્યુ. દિકરી પોતાના જીવન - કાળ દરમ્યાન ઘણી બઘી ભૂમિકા ભજવે છે. મા, દિકરી, કાકી, મામી, ફોઇ આમ અનેક ભૂમિકા એક દિકરી સારી રીતે નિભાવે છે. એ પોતાનું સર્વસ્વ ભૂલીને બીજા સાથે ભળી જાય છે. એ ત્યાગની મૂર્તિ છે. દિકરી જેટલો ત્યાગ કરે છે, તેટલો ત્યાગ બીજુ કોઇ કરી રીકતુ નથી.
પ્રાચીન સમયમાં દિકરી માટે શબ્દો વપરાતા કે દિકરી એ તો સાપનો ભારો, દિકરી પારકી થાપણ, દિકરી ઘરનો બોજો, દિકરીને પહેલાંના સમયમાં દુધપીતી કરવાનો રિવાજ હતો. દિકરી જન્મે એટલે એને દુધ ભરેલા વાસણમાં ડુબાડીને મારી નાખવામાં આવતી . દિકરીને આજના સમયમાં જે માન - સંમ્માન મળે છે . તે પહેલાના સમયમાં મળતુ ન હતુ. દિકરીને શિક્ષણનો અધિકાર ન હતો . હરવા - ફરવા પર પાબંઘી હતી. દિકરી એ ઘરનું આખુ કામ કરે છે. દિકરએ ઘણા બધા નિતી - નિયમો પાળવા પડે છે.
"દિકરી ને ગાય દોરે ત્યાં જાય"
સંસ્કૃતમાં દિકરી માટે દોહિત્રી શબ્દ વપરાયો છે. દોહિત્રી એટલે ગાયને દોહનારી. જે ઘરમાં દિકરી હોય તે ઘરની દિકરી જ ગાયનું દુઘ કાઢે છે. દિકરીએ આખા ઘરની રોનક છે. ઘરમાં દિકરી જ એવી વ્યકિત છે ઘરના બધા સભ્યોનું કહયુ માને છે. માતા - પિતા જેમ કહે તેમ કરે છે. સૌથી વઘારે લાડકવાઇ દિકરી પિતાની હોય છે . દિકરીને ગાય સાથે સરખાવવામાં આવી છે. ગાય જેમ આપણે દોરીને લઇ જઇએ તેમ દિકરી પણ માતા - પિતા જયાં કહે ત્યાં લગ્ન કરવા માટે તૈયાર થઇ જાય છે. દિકરી ગાયની જેમ ડાહી મમતામયી હોય છે.
જે ઘરમાં દિકરીનો જન્મ થાય તે ઘર નસીબવાળુ હોય છે. ભગવાન નસીબવાળા ઘરે દિકરીને જન્મ આપે છે. દિકરીના જન્મથી ઉત્સવ મનાવવો જોઇએ . દિકરી આખા ઘરમાં રમતી, કુદતી, કિલ્લોલ કરતી ઘરમાં રોનક ફેલાવે છે . દિકરી વિના ઘર સુનુ લાગે છે. દિકરી એ પિતાની લાડકવાયી હોય છે. અને દિકરો એ માતાનો લાડકવાયો હોય છે.
દિકરીના જન્મથી સૌથી વધારે ખુશ પિતા હોય છે. નાનપણથી જ સૌથી વધારે દિકરીની કાળજી પિતા લે છે . દિકરી પણ પિતાની સૌથી વધારે કાળજી લે છે. પિતા દિકરી જેમ કહે તેમ કરે છે. દિકરી જયારે બીમાર પડે તો પિતા એની સૌથી વધારે કાળજી રાખે છે. દિકરી જયારે સાસરે જાય ત્યારે સૌથી વધુ દૂ:ખ પિતાને થાય છે . દિકરી પણ દુ:ખી હદયે સાસરે જાય છે. પણ એ સાસરે કે માતા - પિતાને ભૂલી જતી નથી. એ પહેલાં જેટલો જ પ્રેમ બધાને કરે છે.
જે ઘરમાં સ્ત્રી ન હોય તે ઘર ઘર નથી. દિકરી એ ‘મા’ નું પ્રતિબિંઘ છે. હંમેશા મા દિકરીમાં પોતાની ઝાંખી જોતી હોય છે . દિકરી મા ને બધા કામમાં મદદ કરે છે. દિકરી મા ની બહેનપણી કહેવાય છે. દરેક વાત મા-દિકરી એક- બીજાને કરે છે. માતા-પિતાને દિકરી જન્મે ત્યારથી ખબર છે કે દિકરી મોટી થઇ સાસરે જવાની છે. એ તો પારકા ઘરની થાપણ છે . તો પણ મા - પિતા દિકરીને કાળજાના કટકાની જેમ ઉછેરે છે. દિકરીને ભણાવી ગણાવી પગભર કરે છે. એને ધામધુમથી સાસરે વળાવે છે.
જેમના ઘરે દીકરી હોય, તેમના જ ઘરે, ઝાંઝરનો અવાજ સંભળાય
જેમના ઘરે દીકરી હોય, તેમના જ ઘરે, ઘરના આંગણે રંગોળી કરેલી દેખાય
દીકરી ઘરની દીવડી નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Dikari Ghar ni Divdi Nibandh in
Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
દીકરી ઘરની દીવડી નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી દીકરી ઘરની દીવડી ગુજરાતી નિબંધ નો વિડીઓ
જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં દીકરી ઘરની દીવડી વિશે નિબંધ એટલે કે Dikari Ghar ni Divdi Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય
તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને
અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે.
તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :