દીકરી વ્હાલ નો દરિયો નિબંધ | દીકરી ઘરનો દીવો નિબંધ ગુજરાતી

દીકરી વ્હાલ નો દરિયો નિબંધ | દીકરી ઘરનો દીવો નિબંધ ગુજરાતી

અમે આ આર્ટીકલમાં દીકરી વ્હાલ નો દરિયો નિબંધ / દીકરી ઘરનો દીવો નિબંધ વિશે એક સરસ ગુજરાતીમાં 500 શબ્દોમાં, 150 શબ્દોમાં અને 100 શબ્દોમાં અલગ અલગ નિબંધ પ્રસ્તુત કર્યો છે જે ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે અને તમને ગમશે.

નીચે આપેલ દીકરી વ્હાલ નો દરિયો નિબંધ વિશે ગુજરાતીમાં 500 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

દીકરી વ્હાલ નો દરિયો નિબંધ ગુજરાતી : 500 શબ્દોમાં

દીકરી વ્હાલ નો દરિયો નિબંધ

દીકરી એટલે ઈશ્વરે આપણ ને કરેલું કન્યાદાન.દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ , દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર ! એક લીલા પાન ની અપેક્ષા હોયપરંતુ આખી વસંત ઘરે લઇ આવે એનું નામ દીકરી.જેની એક મીઠી મુસ્કાનથી પિતાનો આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય એનું નામ દીકરી.દીકરી ના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હોતું.નસીબદાર વ્યક્તિના ધરે જ દીકરી જન્મ લે છે.એટલે જ તો દીકરી જન્મે ત્યારે ' લક્ષ્મીજી પધાર્યા ' એવું કહેવાય છે.જાણીતા લેખક ગુણવંત શાહે સરસ કહ્યું છે “ મોગરાની મહેંક , ગુલાબની એકઠી થાય ત્યારે પરિવારને દીકરી 261 ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં પ્રાપ્ત થાય છે ” દીકરી વિના માતૃત્વ - પિતૃત્વ નો અનુભવ અપૂર્ણ રહે છે.દીકરીના પગની પાયલના ઝનકાર સામે મંદિરની ધંટડીનો રણકાર પણ મંદ પડી જાય છે . 
ભવ્યતા આવે માન દીકરી એ બે પરિવારો ને પ્રકાશિત કરતી દીવડી છે.દીકરી વગરના ધરમાં એક અજબ પ્રકારનો ખાલીપો અનુભવાય છે.જે ઘરમાં દીકરી હોય તે ઘરમાં પ્રેમલાગણી અને વાત્સલયના ભાવની ભીનાશ સતત મહેસુસ થાય છે.દીકરી પોતાના સ્વજનોને સુખ આપવા માટે તે ગમે તેટલું દુ : ખ અને તકલીફ સહન કરી લેવા હંમેશા તૈયાર રહે છે.દીકરી પરિવારના દરેક સંબંધને ખુબ જ બારીકાઇ થી સાચવે છે.માતા - પિતા વચ્ચે કે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થાય કે મનદુઃખ થાય ત્યારે દીકરી મધ્યસ્થીનું કાર્ય કરીને સમાધાન કરાવે છે અને પરિવારને તૂટતો બચાવે છે.પિતા જ્યારે પોતાની જાતને દુઃખોથી ઘેરાયેલી મહેસુસ કરે ત્યારે દીકરી સાથે દિલ ખોલીને વાત કરે તો જાણે તેમને સમસ્યાઓ સાથે લડવા માટે અનંત શક્તિ મળી ગઈ હોય તેવું અનુભવે છે.પિતાના વિષાદગ્રસ્ત મન પર હળવું પીછું ફેરવીને હારી ગયેલા મનમાં નવ ચેતનાનો દોરીસંચાર કરવાની શક્તિ વિધાતાએ માત્ર દીકરીને આપી છે. 

પરિવારમાં પિતાને ખખડાવવાનો અબાધિત અધિકાર એકમાત્ર દીકરી પાસે જ હોય છે.પિતા જો સમયસર દવા ના લે પરેજી ના પાળે કે તબિયતની કાળજી ના રાખે તો દીકરી તેમના પર ક્રોધિત થઈ જાય છે.પિતાને પણ વ્હાલી દીકરીનો ઠપકો મીઠો મધુરો લાગે છે.વયોવૃદ્ધ પિતા પણ ઘડીભર માટે બાળક બનીને નતમતસ્કે દીકરીની વાત સાંભળે છે.તેના પરથી સમજાઈ જાય છે કે પિતા અને પુત્રી વચ્ચેનો સંબંધ કેટલો અનોખો અને ગહેરો હોય છે.જો એનો સાક્ષાત અનુભવ કરવો હોય તો દીકરીના બાપ બનવું પડે.દીકરી પોતે પિતાને ખખડાવે છે પરંતુ બીજી કોઈ વ્યક્તિ પિતા વિશે જરાપણ ખરાબ બોલે તો એ કદી સહન કરતી નથી અને ઢીંગલી જેવી લાગતી નાનકડી બાળકી પણ તુરંત રોદ્ર રૂપ ધારણ કરી લે છે . તે માને છે કે મારા પિતા હંમેશા સાચા અને સર્વશ્રેષ્ઠ છે.પિતા તેના માટે આદર્શ અને રોલ મોડલ હોય છે.એટલે જ એ પોતાના ભાવિ પતિમાં પણ પિતાની છાપ શોધતી હોય છે.

દીકરીને ‘ સવાઈ મા ’ કહેવામાં આવે છે.દીકરી પણ માતા ની જેમ જ પોતાના પિતાની દેખભાળ અને સાર સંભાળ લે છે.પુરુષ ના પાછલા જીવનમાં માતાની ખોટ પુત્રી ભરપાઇ કરે છે.મા દીકરાનો ટેકો લેવા પ્રેમ કરે છે જ્યારે દીકરી તો ટેકો બનવા પ્રેમ કરે છે.કહેવત છે કે ‘ મા વિના સૂનો સંસાર ’ તો તેની સાથે એ પણ સાચું છે કે‘દીકરી વિના અધૂરો સંસાર ’ 5 દીકરા નો બાપ દુખી જોવા મળશે પરંતુ 5 દીકરીઓ નો બાપ કયારેય પણ દુખી હોતો નથી એવું કહેવાય છે કે જો રાવણ ને એક દીકરી હોત તો તેણે સીતા નું હરણ ના કર્યું હોત અને જો દશરથને એક દીકરી હોત તો તેમનું પુત્ર વિયોગ માં મૃત્યુ ના થયું હોત.

દીકરીના લગ્ન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો. દીકરી મા - બાપનો શ્વાસ છે , જે લીધા વગર પણ ચાલતું નથી અને સમય આવ્યે છોડ્યા વગર ચાલતું નથી. દીકરી જન્મે છે ત્યારે જુદા પડવાની , દૂર થવાની એક ઝાંખી લકીર લઈને અવતરે છે . તે લકીર ક્રમશઃ વિસ્તરે છે, ફેલાય છે અને સ્પષ્ટ થતી જાય છે.ગઈકાલ સુધી રમકડાઓ ખરીદવા માટે રિસાઈ જતી અને બાર્બી ડોલ સાથે રમતી દીકરી ખબર પણ ના પડે તે રીતે ચૂપચાપ મોટી થતી રહે છે.ઘોડિયામાં ઝૂલતી દીકરી, હીંચકામાં હિંડોળા ખાવા લાગે છે અને ધીમે ધીમે તેને ધરનું આંગણું નાનું પડવા લાગે છે... અને એક દિવસ પંખી ની જેમ કાયમ માટે માળો છોડીને ઉડી જાય છે.દીકરી જાણતી હોય છે કે તેના લગ્નની કંકોત્રીમાં પોતાના નામની પાછળ લખાયેલું પિતાનું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની ઓળખ બતાવી રહ્યું છે હવે નામની પાછળ બદલાતા નામ ની સાથે તેનું જીવન પણ બદલાઇ જવાનું છે. 

કન્યા વિદાયની વસમી ઘડીએ પિતા તેના આપે છે.એ ક્ષણે પિતા બેચૈન થઈને જાણે સિંદુર આજે ધોળી આવ્યો છુ , તારી અને મારી હૈયા પર પથ્થર મૂકીને કાળજા કેરા કટકાને વિદાય મનોમન બોલી ઊઠે છે : " દીકરી તારા સૌભાગ્ય નું જુદાઈ નું વચન કોઈ ને દઈ આવ્યો છુ કાળજા કેરા કટકા ને વેગળી નથી કરી કયારેય તારી વિદાય ની આ વેળા , હૈયું કંપાવી જાય છે , શા માટે ભગવાને આ રીવાજ બનાવ્યો ? " દીકરી વિદાય પર કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલ માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ? 

દીકરી એટલે દીકરી ! દીકરી માટે કોઈપણ ઉપમા ઓછી પડે.દીકરી એટલે કાળજાનો કટકો... સંવેદનાનું સરોવર.... સ્નેહની સરવાણી... પ્રેમનું પારણું.... હેતનો હિંડોળો... ઊછળતો ઉલ્લાસ..હરખની હેલી.... વ્હાલની વર્ષા... ઝાલરનો ઝંકાર... ફૂલદાન ની ફોરમ.... અવનીનું અલંકાર..વિશ્વાસનું વહાણ.... શ્રદ્ધાનો સથવારો... પૃથ્વીનું પાનેતર... ધરતીનો ધબકાર.... સૃષ્ટિનો શણગાર. 

કથાકાર અશ્વિન જોશી કહે છે : ' દીકરી એ નથી સાપ નો ભારો એતો છે તૂલસીનો ક્યારો ... દીકરો જન્મે છે ત્યારે એને ખબર હોય છે કે એને ક્યા સ્મશાનમાં બળવાનું છે પરંતુ દીકરી એ જાણતી નથી કે તેને કયા ગામનું સ્મશાન નસીબ થશે " દીકરી નાની હશે ત્યાં સુધી જ કંઈક લેવા માટે જીદ કરે છે, મોટી થયા પછીતો એમ જ કહેશે " આની શુ જરૂર હતી. " એટલા માટેજ કહું છું તમારી ઢીંગલીને હર હમેશા ખુબ ખૂબ વહાલ કરો અને તેની દરેક ઈચ્છા પૂર્ણ કરો...

નીચે આપેલ દીદીકરી ઘરનો દીવો નિબંધ નિબંધ વિશે ગુજરાતીમાં 150  શબ્દોમાં નિબંધ ધોરણ 67 અને 8 માટે ઉપયોગી થશે.

દીકરી ઘરનો દીવો નિબંધ નિબંધ : ધોરણ 6 થી 10 

દીકરી વ્હાલ નો દરિયો નિબંધ દીકરી એટલે પ્રેમ , દયા , કરૂણામયી , વાત્સલ્યની મૂર્તિ , દિકરીમાં જન્મથી ભગવાને મમતા , કરૂણા છલોછલ ભરીને આપી છે . જે ઘરમાં દીકરીનો જન્મ થાય તે ઘર ઘણું પુણ્યશાળી કહેવાય . ભગવાને દિકરીને પૃથ્વી પર મોકલીને પોતાનું કામ સરળ કર્યુ . દિકરી પોતાના જીવન - કાળ દરમ્યાન ઘણી બઘી ભૂમિકા ભજવે છે . મા , દિકરી , કાકી , મામી , ફોઇ આમ અનેક ભૂમિકા એક દિકરી સારી રીતે નિભાવે છે . એ પોતાનું સર્વસ્વ ભૂલીને બીજા સાથે ભળી જાય છે . એ ત્યાગની મૂર્તિ છે . દિકરી જેટલો ત્યાગ કરે છે , તેટલો ત્યાગ બીજુ કોઇ કરી રીકતુ નથી .

પ્રાચીન સમયમાં દિકરી માટે શબ્દો વપરાતા કે દિકરી એ તો સાપનો ભારો , દિકરી પારકી થાપણ , દિકરી ઘરનો બોજો , દિકરીને પહેલાંના સમયમાં દુધપીતી કરવાનો રિવાજ હતો . દિકરી જન્મે એટલે એને દુધ ભરેલા વાસણમાં ડુબાડીને મારી નાખવામાં આવતી . દિકરીને આજના સમયમાં જે માન - સંમ્માન મળે છે . તે પહેલાના સમયમાં મળતુ ન હતુ . દિકરીને શિક્ષણનો અધિકાર ન હતો . હરવા - ફરવા પર પાબંઘી હતી . દિકરી એ ઘરનું આખુ કામ કરે છે . દિકરએ ઘણા બધા નિતી - નિયમો પાળવા પડે છે.

‘દિકરી ને ગાય દોરે ત્યાં જાય’ 

સંસ્કૃતમાં દિકરી માટે દોહિત્રી શબ્દ વપરાયો છે . દોહિત્રી એટલે ગાયને દોહનારી . જે ઘરમાં દિકરી હોય તે ઘરની દિકરી જ ગાયનું દુઘ કાઢે છે . દિકરીએ આખા ઘરની રોનક છે . ઘરમાં દિકરી જ એવી વ્યકિત છે ઘરના બધા સભ્યોનું કહયુ માને છે . માતા - પિતા જેમ કહે તેમ કરે છે . સૌથી વઘારે લાડકવાઇ દિકરી પિતાની હોય છે . દિકરીને ગાય સાથે સરખાવવામાં આવી છે. ગાય જેમ આપણે દોરીને લઇ જઇએ તેમ દિકરી પણ માતા - પિતા જયાં કહે ત્યાં લગ્ન કરવા માટે તૈયાર થઇ જાય છે. દિકરી ગાયની જેમ ડાહી મમતામયી હોય છે. 

જે ઘરમાં દિકરીનો જન્મ થાય તે ઘર નસીબવાળુ હોય છે . ભગવાન નસીબવાળા ઘરે દિકરીને જન્મ આપે છે . દિકરીના જન્મથી ઉત્સવ મનાવવો જોઇએ . દિકરી આખા ઘરમાં રમતી , કુદતી , કિલ્લોલ કરતી ઘરમાં રોનક ફેલાવે છે . દિકરી વિના ઘર સુનુ લાગે છે. દિકરી એ પિતાની લાડકવાયી હોય છે. અને દિકરો એ માતાનો લાડકવાયો હોય છે. 

દિકરીના જન્મથી સૌથી વધારે ખુશ પિતા હોય છે . નાનપણથી જ સૌથી વધારે દિકરીની કાળજી પિતા લે છે . દિકરી પણ પિતાની સૌથી વધારે કાળજી લે છે . પિતા દિકરી જેમ કહે તેમ કરે છે . દિકરી જયારે બીમાર પડે તો પિતા એની સૌથી વધારે કાળજી રાખે છે . દિકરી જયારે સાસરે જાય ત્યારે સૌથી વધુ દૂ : ખ પિતાને થાય છે . દિકરી પણ દુ:ખી હદયે સાસરે જાય છે. પણ એ સાસરે કે માતા - પિતાને ભૂલી જતી નથી. એ પહેલાં જેટલો જ પ્રેમ બધાને કરે છે. 

જે ઘરમાં સ્ત્રી ન હોય તે ઘર ઘર નથી . દિકરી એ ‘ મા ’ નું પ્રતિબિંઘ છે . હંમેશા મા દિકરીમાં પોતાની ઝાંખી જોતી હોય છે . દિકરી મા ને બધા કામમાં મદદ કરે છે . દિકરી મા ની બહેનપણી કહેવાય છે . દરેક વાત મા - દિકરી એક - બીજાને કરે છે . માતા - પિતાને દિકરી જન્મે ત્યારથી ખબર છે કે દિકરી મોટી થઇ સાસરે જવાની છે. એ તો પારકા ઘરની થાપણ છે . તો પણ મા - પિતા દિકરીને કાળજાના કટકાની જેમ ઉછેરે છે. દિકરીને ભણાવી ગણાવી પગભર કરે છે. એને ધામધુમથી સાસરે વળાવે છે.

જેમના ઘરે દીકરી હોય, તેમના જ ઘરે, ઝાંઝરનો અવાજ સંભળાય 
જેમના ઘરે દીકરી હોય, તેમના જ ઘરે, ઘરના આંગણે રંગોળી કરેલી દેખાય

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join