ફરી બનવા ચાહું હું, પ્રભુ! બાળ નાનું નિબંધ

ફરી બનવા ચાહું હું, પ્રભુ! બાળ નાનું નિબંધ | Fri Banava Chahu Hu Prabhu Nanu Bal Essay in Gujarati
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ફરી બનવા ચાહું હું, પ્રભુ! બાળ નાનું વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Fri Banava Chahu Hu Prabhu Nanu Bal Nibandh ની PDF પણ Download કરી શકશો.

ફરી બનવા ચાહું હું, પ્રભુ! બાળ નાનું નિબંધ

જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એવો વિચાર આવે છે કે, "કાશ! હું ફરીથી બાળક બની શકું." બાળપણ એ જીવનનો સુવર્ણકાળ છે. જ્યારે આપણે નાના હોઈએ છીએ, ત્યારે મોટા થવાની ઉતાવળ હોય છે, પણ મોટા થયા પછી સમજાય છે કે સાચું સુખ તો બાળપણમાં જ હતું. તેથી જ મારું મન વારંવાર પ્રભુને પ્રાર્થના કરે છે કે, "હે પ્રભુ! મને ફરી નાનું બાળક બનાવી દે."

જો હું ફરી બાળક બની જાવ, તો મારે જીવનની કોઈ ચિંતા ન રહે. સવારે વહેલા ઊઠીને ઓફિસ કે કામ પર જવાની દોડધામ ન હોય. બસ, ખાવું, પીવું અને રમવું—એ જ મારી દિનચર્યા હોય. મારે ફરીથી વરસાદના પાણીમાં છબછબિયાં કરવા છે અને કાગળની હોડી તરાવવી છે. ધૂળમાં રમવું છે અને મિત્રો સાથે શેરીઓમાં દોડાદોડી કરવી છે.

બાળપણમાં જે મિત્રતા હોય છે, તેવી મોટા થયા પછી મળતી નથી. ત્યારે કોઈ મિત્ર સાથે ઝઘડો થાય તો પાંચ મિનિટમાં "કિટ્ટા" અને પછી તરત "બુચ્ચા" થઈ જતું. મનમાં કોઈ વેરભાવ ન હતો. મોટા થયા પછી લોકો મોઢા પર હસે છે પણ મનમાં ઈર્ષ્યા રાખે છે. મારે એ દંભી દુનિયા છોડીને ફરીથી એ નિર્દોષ દુનિયામાં જવું છે જ્યાં સાચો પ્રેમ હોય.

સૌથી વધુ યાદ મને મારી 'મા' ના ખોળાની આવે છે. મોટા થયા પછી ગાદલાં ભલે પોચા હોય, પણ 'મા' ના ખોળામાં જે શાંતિ અને ઊંઘ મળતી હતી, તે હવે નથી મળતી. બાળક બનીને મારે ફરીથી એ જ વહાલ પામવું છે. ત્યારે પડતા તો વાગતું હતું, પણ 'મા' ની એક ફૂંકથી બધું દર્દ ગાયબ થઈ જતું હતું. હવે મનના ઘા કોઈ મટાડી શકતું નથી.

મોટા થવાની સાથે ખભા પર જવાબદારીઓનો બોજ વધી ગયો છે. પૈસા કમાવવાની ચિંતા અને ભવિષ્યનું ટેન્શન માણસને શાંતિથી જીવવા દેતું નથી. બાળક પાસે સંપત્તિ નથી હોતી, પણ ખુશ રહેવા માટે એક નાનું રમકડું કે ફુગ્ગો પણ પૂરતો હોય છે. મારે એ સાદું અને સરળ જીવન ફરી જીવવું છે.

મને ખબર છે કે વીતી ગયેલો સમય પાછો આવતો નથી. કુદરતનો નિયમ છે કે સમય હંમેશા આગળ વધે છે. છતાં, મારી પ્રભુને એક જ પ્રાર્થના છે કે ભલે મારું શરીર મોટું રહે, પણ મારું મન હંમેશા બાળક જેવું નિર્દોષ રાખજે. હું ભલે ફરી બાળક ન બની શકું, પણ બાળપણની એ યાદો હંમેશા મારા હૃદયમાં જીવંત રહેશે.

નોધ: આ નિબંધ માત્ર એક ઉદાહરણ છે. તમે તમારી પોતાની કલ્પના અને શબ્દોનો ઉપયોગ કરીને એક અનોખો અને અર્થપૂર્ણ નિબંધ લખી શકો છો.

ફરી બનવા ચાહું હું, પ્રભુ! બાળ નાનું નિબંધ ગુજરાતી PDF Download :

અહીં નીચે બટન પર ક્લિક કરી Fri Banava Chahu Hu Prabhu Nanu Bal Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.