આ આર્ટીકલમાં અમે સરસ મજાનો આપણા ઘડવૈયા બાંધવ આપણે વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Apna Ghadvaiya Bandhav Apane Nibandh ની PDF પણ Download કરી શકશો.
આપણા ઘડવૈયા બાંધવ આપણે વિષય પર ગુજરાતી નિબંધ
નીચે આપેલ આપણા ઘડવૈયા બાંધવ આપણે વિશે નિબંધ ગુજરાતીમાં 300 શબ્દોમાં છે જે ધોરણ 6 થી 12 માટે ઉપયોગી થશે.
આપણા ઘડવૈયા બાંધવ આપણે
વિચારશક્તિ અને વ્યક્તિત્વનું ઘડતર: માણસ એટલે અગાધ શક્તિનો ભંડાર. આ શક્તિના પ્રવાહને જેવું સ્વરૂપ આપવામાં આવે તેવું પરિણામ મળી શકે છે. માણસની મહત્વકાંક્ષા, વિચારશક્તિ અને ઇચ્છાશક્તિ તેને મહાન કે વામણો, પામર કે પરમેશ્વર બનાવી શકે છે. માણસ એની જાતને જેવી રીતે મઠારવી હોય એમ મઠારી શકે છે. તે પથ્થરમાંથી પણ પૂજ્ય બની શકે! એટલે જ કવિ હિતેન આનંદપરા ખૂબ સુંદર કહે છે:
"એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે,
જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે"
જો આ શક્તિને હકારાત્મક માર્ગે વાળીએ, તો માણસ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. કવિ રાજેન્દ્ર શાહના શબ્દોમાં કહીએ તો:
"આપણે આવળ બાવળ બોરડી,
કેસરઘોળ્યા ગલના ગોટા જી;
હલકાં તો પારેવાંની પાંખથી,
મ્હાદેવથીયે પણ મોટાજી,
આપણા ઘડવૈયા બાંધવ ! આપણે."
સ્વાવલંબન અને પુરુષાર્થનો મહિમા: માણસને મહાન બનાવે છે તેના ઉચ્ચ વિચારો અને તેનો પુરુષાર્થ. નબળા વિચારો નબળા બનાવે છે અને પુરુષાર્થ વિનાનું પ્રારબ્ધ પાંગળું હોય છે. 'પારકી આશ સદા નિરાશ' એ ન્યાયે જે બીજાના ભરોસે બેસી રહે છે તે ક્યારેય સફળ થતો નથી. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં જાતે વાંચ્યા વિના કે ખેડૂત ખેતરમાં પરસેવો પાડ્યા વિના સફળતા મેળવી શકતા નથી. મોતી એના જ હાથમાં આવે છે, જે મરજીવા બનીને ઊંડા સમુદ્રમાં ડૂબકી લગાવે છે; બાકી કાંઠે બેસી રહેનારને તો માત્ર છીપલાં જ મળે. રાજેન્દ્ર શાહ આ માટે સચોટ વાત કહે છે:
"કોઈ તો રચે છે વેળુ છીપથી,
કોઈ તો જળને હિલ્લોળ જી;
મરજીવો ઊતરે મ્હેરામણે,
માથા સાટે મોતી-મોલ જી."
ઇતિહાસ સાક્ષી છે કે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, ધીરુભાઈ અંબાણી અને અબ્રાહમ લિંકન જેવા મહાનુભાવોએ કોઈની મદદની રાહ જોયા વગર, પોતાની જાતને કસીને જ પોતાનું નસીબ બદલ્યું હતું.
સમયની કદર અને આત્મવિશ્વાસ: સમયની નિયમિતતા માણસના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. સમય કોઈની રાહ જોતો નથી. જાગતાની પાડી અને સૂતેલાનો પાડો! જે ભાગ્યના ભરોસે બેસી રહે છે, તે કાયમી બેઠો જ રહે છે.
"બેઠેલાનું બેઠું રહે વિમાસણે, વેળા જુએ નહિ વાટ જી;
ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી, વેડે તેને આવે હાથ જી."
માણસની વિચારશક્તિ અને ઇચ્છાશક્તિ સાથે તેનો આત્મવિશ્વાસ એ તેની અંદર રહેલો સૌથી મોટો ખજાનો છે. દરેકની અંદર એક પારસમણિ છુપાયેલો છે, પણ તેનો યોગ્ય સમયે ઉપયોગ કરતા આવડવું જોઈએ. ન વાપરે તેના કરમ ફૂટેલા:
"પંડની પેટીમાં પારસ છે પડ્યો, ફૂટલાં ફૂટે છે કરંમ જી.
વાવરી જાણે તે બડભાગિયો, ઝળહળ એના રે ભવંન જી."
ઉપસંહાર: ટૂંકમાં કહીએ તો, ઈશ્વરે આપણને જીવનરૂપી કોરો કાગળ આપ્યો છે. માણસ પોતાની વિચારશક્તિ, પુરુષાર્થ અને આત્મવિશ્વાસથી પોતાના વ્યક્તિત્વને યોગ્ય ઘાટ આપીને જીવતરનાં મધુરાં ફળ ચાખી શકે છે. "સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય" આ મંત્રને આત્મસાત કરીને નસીબ કે પરિસ્થિતિનો વાંક કાઢવાને બદલે આપણે જાતે જ આપણા જીવનના શિલ્પકાર બનવું જોઈએ, કારણ કે સાચા અર્થમાં 'આપણા ઘડવૈયા બાંધવ આપણે' જ છીએ.
નોધ: આ નિબંધ માત્ર એક ઉદાહરણ છે. તમે તમારી પોતાની કલ્પના અને શબ્દોનો ઉપયોગ કરીને એક અનોખો અને અર્થપૂર્ણ નિબંધ લખી શકો છો.
આપણા ઘડવૈયા બાંધવ આપણે નિબંધ ગુજરાતી PDF Download :
અહીં નીચે બટન પર ક્લિક કરી Apna Ghadvaiya Bandhav Apane Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
આપણા ઘડવૈયા બાંધવ આપણે નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી આપણા ઘડવૈયા બાંધવ આપણે નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં આપણા ઘડવૈયા બાંધવ આપણે વિશે નિબંધ એટલે કે Apna Ghadvaiya Bandhav Apane Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
