શું તમે ગુજરાતીમાં શાળા વિશે 10 વાક્યો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો શાળા વિશે ગુજરાતીમાં 10 વાક્યો રજુ કર્યો છે અને છેલ્લે School Vishe 10 Vakyo in Gujarati ની PDF પણ Download કરી શકશો.
શાળા વિશે દસ વાક્યો
અહીં ગુજરાતી શાળા વિશે દસ વાક્યો રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.
નીચે આપેલ શાળા વિશે 10 વાક્યો ગુજરાતીમાં ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે.
શાળા વિશે ગુજરાતીમાં 10 વાક્ય
- શાળાને બાળકો માટે વિદ્યાનું અને સંસ્કારોનું પવિત્ર મંદિર માનવામાં આવે છે.
- હું દરરોજ સવારે નિયમિત સમયે તૈયાર થઈને, યુનિફોર્મ પહેરીને શાળાએ જાઉં છું.
- શાળામાં અમને શિક્ષકો ખૂબ જ પ્રેમથી ભણાવે છે અને નવું જ્ઞાન આપે છે.
- મારી શાળામાં ભણવા માટે મોટા વર્ગખંડો અને રમવા માટે એક વિશાળ મેદાન છે.
- અમે શાળામાં નવા વિષયો શીખીએ છીએ, ચિત્રો દોરીએ છીએ અને રમતો રમીએ છીએ.
- શાળાની શરૂઆત હંમેશા સામુહિક પ્રાર્થના સભાથી કરવામાં આવે છે.
- મારી શાળામાં એક મોટું પુસ્તકાલય છે, જ્યાં અમે વિવિધ પુસ્તકો વાંચવા જઈએ છીએ.
- રિસેસના સમયે બધા મિત્રો સાથે મળીને નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.
- શાળામાં અમે માત્ર પુસ્તકનું જ્ઞાન જ નહીં, પણ શિસ્ત અને વિવેક પણ શીખીએ છીએ.
- મને મારી શાળા ખૂબ જ ગમે છે અને હું ત્યાં હોંશે હોંશે જાઉં છું.
શાળા વિશે ગુજરાતીમાં 10 વાક્ય ગુજરાતીમાં
- મારી શાળાનું મકાન ખૂબ જ મોટું અને સુંદર છે.
- અમે બધા વિદ્યાર્થીઓ નિયમિત ગણવેશ પહેરીને શાળાએ જઈએ છીએ.
- અમારા શિક્ષકો અમને ખૂબ જ રસ પડે તેમ ભણાવે છે.
- શાળાના મેદાનમાં મિત્રો સાથે રમવાની અમને બહુ મજા પડે છે.
- દરરોજ સવારે અમે બધા ભેગા મળીને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.
- અમે અમારા વર્ગખંડ અને શાળાને હંમેશા સ્વચ્છ રાખીએ છીએ.
- શાળાના પુસ્તકાલયમાં બેસીને અમે વાર્તાના પુસ્તકો વાંચીએ છીએ.
- અમારી શાળામાં રાષ્ટ્રીય તહેવારો અને ઉત્સવોની ઉજવણી થાય છે.
- શાળામાં અમે શિસ્તનું પાલન કરીએ છીએ અને હળીમળીને રહીએ છીએ.
- શાળા અમારું બીજું ઘર છે જ્યાં અમારું જીવન ઘડતર થાય છે.
શાળા વિશે 10 વાક્યો ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી 10 Lines on School in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
શાળા વિશે 10 વાક્યો ગુજરાતી વિડીયો
અહીં નીચે બટન પર ક્લિક કરી શાળા વિશે 10 વાક્યોનો વિડીઓ જોઈ શકો છો.
Conclusion
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શાળા વિશે 10 વાક્યો એટલે કે 10 Lines on School in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.
છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ મા મેસેજ કરી શકો છો. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
