ચાડીયા વિશે નિબંધ
ચાડિયાની બનાવટ ખૂબ જ સાદી અને ઓછી ખર્ચાળ હોય છે. સામાન્ય રીતે ખેડૂત બે લાકડાના ડંડાઓને સરવાળા (+) આકારમાં બાંધીને તેનું માળખું તૈયાર કરે છે. ત્યારબાદ તેના પર પોતાના જૂના અને ફાટેલા શર્ટ કે ઝભ્ભો પહેરાવવામાં આવે છે, જેથી તે દૂરથી માણસ જેવો દેખાય. તેના માથાના ભાગે તૂટેલું માટલું અથવા ઘાસનો ડૂચો મૂકવામાં આવે છે. માટલા પર ચૂના કે કોલસાથી આંખ, નાક અને મોઢું દોરવામાં આવે છે, જેથી તે દેખાવમાં થોડો ડરામણો લાગે. ઘણીવાર તેના હાથમાં લાકડી પણ પકડાવવામાં આવે છે.
ચાડિયાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતરમાં આવતાં પક્ષીઓ અને પ્રાણીઓને ડરાવવાનો છે. જ્યારે ખેતરમાં પાક લહેરાતો હોય ત્યારે દાણા ચણવા માટે પક્ષીઓના ટોળાં આવે છે. પરંતુ ખેતરમાં ઊભેલા ચાડિયાને જોઈને પક્ષીઓને એવો ભાસ થાય છે કે ત્યાં કોઈ માણસ ઊભો છે, તેથી તેઓ ડરીને પાકથી દૂર રહે છે. આ જ રીતે નીલગાય કે અન્ય રખડતાં પશુઓ પણ ચાડિયાને જોઈને ખેતરમાં પ્રવેશતાં અચકાય છે. આમ, ખેડૂતની ગેરહાજરીમાં પણ ચાડિયો ખેતરની સતત ચોકી કરે છે.
ભલે ચાડિયામાં જીવ નથી હોતો, પરંતુ ખેડૂતના જીવનમાં તેનું સ્થાન જીવંત વ્યક્તિ જેવું જ છે. તે ટાઢ, તડકો અને મુશળધાર વરસાદ સહન કરીને અડીખમ ઊભો રહે છે. તે ખેડૂતના પરસેવાની કમાણી સમાન પાકનું નિસ્વાર્થ ભાવે રક્ષણ કરે છે. આધુનિક સમયમાં ખેતીમાં ઘણા બદલાવો આવ્યા છે, છતાં આજે પણ ખેતરોમાં ચાડિયો તો જોવા મળે જ છે. ટૂંકમાં કહીએ તો, ચાડિયો એટલે ‘ખેતરનો વગર પગારનો વફાદાર ચોકીદાર’.
નોધ: આ નિબંધ માત્ર એક ઉદાહરણ છે. તમે તમારી પોતાની કલ્પના અને શબ્દોનો ઉપયોગ કરીને એક અનોખો અને અર્થપૂર્ણ નિબંધ લખી શકો છો.
ચાડીયા નિબંધ ગુજરાતી PDF Download :
અહીં નીચે બટન પર ક્લિક કરી Chadiyo Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
