રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનો એક પવિત્ર તહેવાર છે, જે ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના સંબંધને ઉજવે છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.
આ રક્ષાબંધન તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં રક્ષાબંધન ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.
રક્ષાબંધનની શુભકામના સંદેશ અને શાયરી
"રક્ષાબંધન" શબ્દનો અર્થ છે 'રક્ષાનું બંધન'. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને શ્રદ્ધાના પ્રતીક તરીકે રાખડી બાંધે છે. આ રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ તે બહેનના પ્રેમ, સ્નેહ અને ભાઈ માટેની શુભકામનાઓનું પ્રતીક છે.
રાખડી બાંધતી વખતે બહેન પોતાના ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તેના બદલામાં, ભાઈ પોતાની બહેનની હંમેશા રક્ષા કરવાનું અને દરેક પરિસ્થિતિમાં તેને સાથ આપવાનું વચન આપે છે. આ દિવસે ભાઈ પોતાની બહેનને ભેટ પણ આપે છે, જે તેના પ્રેમ અને સન્માનનું પ્રતીક છે.
રક્ષાબંધન ની શુભેચ્છાઓ [Raksha Bandhan Wishes and Quotes]
રક્ષાબંધન ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.!
સર્વ લાડકી બહેનો ને રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છાઓ.
येन बंधनो बलीराजा दानवेन्द्रो महाबलः। तेन त्वम्भिबध्नामि रक्षे मा चल मा चल ॥ ભાઈ-બહેનના મધુર સબંધનું પ્રતિક, મીઠી યાદોની પ્રતીતિ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છાઓ.
ભાઈ - બહેન વચ્ચેના સ્નેહ, પ્રેમ અને વિશ્વાસના પવિત્ર પર્વ રક્ષાબંધન ની આપ સર્વેને હાર્દિક શુભેચ્છાઓ...!
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિનો ઉત્સવ એટલે રક્ષાબંધન.
રક્ષાબંધન પર્વ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ..!
ભાઈ - બહેન વચ્ચેના સ્નેહ, પ્રેમ અને વિશ્વાસના પવિત્ર પર્વ રક્ષાબંધન ની આપ સર્વેને હાર્દિક શુભેચ્છાઓ...! #Rakshabandhan
ભાઈ-બહેનના અસીમ સ્નેહ અને અતૂટ વિશ્વાસને સમર્પિત રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છાઓ...! Happy Raksha Bandhan
રક્ષાબંધન પર્વ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
"રક્ષાબંધન" ની હાર્દિક શુભેચ્છાઓ🪔
ભાઈ - બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક અને મીઠી યાદોની પ્રતીતિ એટલે રક્ષાબંધન ના શુભ દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામના....😊😍🥳
આપ સૌને રક્ષાબંધન ના પાવન પર્વ ની હાર્દિક શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ
ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પાવન પર્વ રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભકામના.
આપણા તહેવારો એ આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. એક રાખડીમાં એટલે બધી લાગણી સમાયેલી છે.. એક રાખડીમાં કેટલી બધી શક્તિ સમાયેલી છે. રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છાઓ.
રાખડીનું બંધન પરસ્પર વચનોનું બંધન છે. રાખડીનું બંધન એ કદીયે ના ખૂટે તેવા સ્નેહનું બંધન છે. સૌ બહેનોના સુખમય-મંગલમય જીવન માટે પ્રાર્થના કરું છું. રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છાઓ. #RakshaBandhan
“સ્નેહનું બંધન, પ્રકૃતિનું જતન” આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર બહેનની સાથે મળીને માતાના નામે એક વૃક્ષ વાવીએ. રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છાઓ.
"ભાઈ બહેનના પ્રેમને વંદન, આ સંબંધ તો જાણે કે ચંદન, બંને રક્ષા કરે એકમેકની, તેથી જ તો છે રક્ષાબંધન" રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છાઓ.
ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ ના પર્વ રક્ષાબંધન ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
#શુભ_રક્ષાબંધન ભાઈ-બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક એવા રક્ષાબંધન તહેવાર ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...!
રક્ષાબંધન એટલે ભાઈ બહેન ના પવિત્ર બંધન નો તહેવાર, આજના પવિત્ર દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
"હેતના હિલોળે લાગણીની નૌકામાં તરતો એક સંબધ એટલે પ્રેમનો પર્યાય રક્ષાબંધન" રક્ષાબંધન ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.!
રક્ષાબંધન ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.!
રક્ષાબંધન નો પર્વ ભાઈ - બહેન ના પ્રેમ, સ્નેહ અને વચનબદ્ધતા નું પ્રતિક છે. આપ સૌને રક્ષાબંધન ના પાવન પર્વ ની હાર્દિક શુભેચ્છાઓ..!
રક્ષાબંધન તહેવાર માટે 10 ટૂંકા અને સુંદર શુભકામના સંદેશ
અહીં રક્ષાબંધન તહેવાર માટે 10 ટૂંકા અને સુંદર શુભકામના સંદેશ આપેલા છે:- દુનિયાની દરેક ખુશી તારા જીવનમાં આવે, હેપી રક્ષાબંધન ભાઈ!
- મારા વ્હાલા ભાઈને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ.
- ભાઈ-બહેનનો પ્રેમ અતૂટ રહે, એવી શુભકામનાઓ સાથે રક્ષાબંધન મુબારક.
- સંબંધોનો આ પવિત્ર તહેવાર તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવે.
- રાખડીના આ પવિત્ર દોરાથી બંધાયેલો આપણો પ્રેમ સદા અમર રહે.
- મારા જીવનના હીરો અને બેસ્ટ ફ્રેન્ડ, તમને રક્ષાબંધનની શુભકામનાઓ.
- તારા જેવો ભાઈ મળ્યો એ મારું નસીબ છે. હેપી રક્ષાબંધન!
- ભગવાન કરે આપણો પ્રેમ સદા વધતો રહે, રક્ષાબંધન મુબારક.
- આ રાખડી તારી રક્ષા કરે અને આપણો સંબંધ સદા મજબૂત રહે.
- ભાઈ-બહેનના પ્રેમનો આ તહેવાર આપણા જીવનમાં ખુશીઓ ભરી દે.
રક્ષાબંધન તહેવાર માટે 10 ટૂંકી અને સુંદર શાયરી
અહીં રક્ષાબંધન તહેવાર માટે 10 ટૂંકી અને સુંદર શાયરી આપેલી છે:સૂરજની જેમ ચમકતો રહે તારો સિતારો,
ખુશીઓથી ભરેલો રહે આખો સંસાર તારો.
રક્ષાબંધનની શુભકામનાઓ, મારા વ્હાલા ભાઈ.
આ રાખડી નથી,
પ્રેમનો એક તાંતણો છે,
જે બહેન-ભાઈના સંબંધને જોડે છે.
દુઃખમાં સાથ આપે અને સુખમાં હસાવે,
એવો વ્હાલો મારો ભાઈ મને હરદમ ગમે.
હેપી રક્ષાબંધન!
તારા કાંડે બાંધેલી આ રાખડી,
સદા તારી રક્ષા કરે અને સુખ લાવે.
પૂનમનો ચાંદ ચમકે,
અને સંબંધો ચમકે,
રક્ષાબંધનનો આ તહેવાર આપણા પ્રેમનો સાક્ષી બને.
ભાઈ તું છે તો દુનિયા લાગે છે સુંદર,
તારા પ્રેમમાં કોઈ કમી નથી.
રક્ષાબંધન ની શુભકામનાઓ!
ભાઈ-બહેનનો પ્રેમ છે પવિત્ર,
આ સંબંધની કોઈ જોડ નથી.
ભગવાન કરે આપણો પ્રેમ સદા વધતો રહે,
રાખડીનો આ તહેવાર આપણા જીવનમાં ખુશીઓ ભરી દે.
જેના માટે શબ્દો પણ ઓછા પડે,
એવો મારો ભાઈ મને બહુ ગમે.
હેપી રક્ષાબંધન!
દુનિયાની બધી ખુશીઓ તારા પગમાં આવે,
ભાઈ-બહેનનો સંબંધ સદા મજબૂત રહે.
રક્ષાબંધન ની શુભકામનાઓ!
રક્ષાબંધન પર સ્ટેટસ માટે ફોટો [Raksha Bandhan Quotes & Photos]
રક્ષાબંધન ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Raksha Bandhan Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
Conclusion:
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :