વિચાર વિસ્તાર: હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં...

વિચાર વિસ્તાર: હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં; લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.

આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં; લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.

આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.

વિચાર વિસ્તાર

અહીં આપેલ પંક્તિ 'હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં; લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.

હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં; 
લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.

અર્થ :
જગતમાંથી પાપોને દૂર કરવાનો ઉત્તમ માર્ગ આ પંક્તિઓમાં દર્શાવવામાં આવ્યો છે.

સમજૂતી :
માણસમાં પાપ અને પુણ્યની વૃત્તિ સ્વાભાવિક રીતે રહેલી ; છે. તેથી આ પૃથ્વી પર આદિકાળથી પાપનું આચરણ થતું રહ્યું છે. પાપીઓને હણવાથી જગતમાંથી પાપ ઓછું થશે નહિ, પરંતુ બમણું થશે. પાપીઓને દંડવા માત્રથી પાપોનો સમૂળગો નાશ થતો નથી. પાપીઓની પાપ કરવાની વૃત્તિ સામે અડગ દિલના ગુપ્ત બળથી લડવું જોઈએ. એમ કરવાથી પાપીઓની પાપ કરવાની વૃત્તિ જતી રહેશે. આ ગુપ્ત બળ કયું? હૃદયની નિર્મળ સ્નેહવૃત્તિ એ ગુપ્ત બળ છે. સ્નેહથી પાપીઓમાં રહેલી પાપવૃત્તિને રચનાત્મક દિશામાં વાળી શકાય છે.

સારાંશ :
પાપીઓને ધિક્કારો નહિ, તેઓને વિશ્વાસમાં લઈ તેઓને પાપ કરતાં રોકો.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.

તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.