વિચાર વિસ્તાર : વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય...

વિચાર વિસ્તાર : વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય; વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય

આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય; વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.

આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.

વિચાર વિસ્તાર - 1

અહીં આપેલ પંક્તિ 'વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય; વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.

વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય; વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય!

અર્થ : 
આ પંક્તિઓમાં કવિ કહે છે કે આફત આવી પડે ત્યારે વલખાં મારવાં ન જોઈએ. લાચાર થઈ વલખાં મારવાથી આપણી મુશ્કેલી દૂર થતી નથી. આફત આવી પડે ત્યારે મહેનત કરવી જોઈએ. મહેનત કરવાથી જ આફત દૂર થાય છે.

સમજૂતી : 
કેટલાક લોકો દુઃખ આવી પડે ત્યારે માથે હાથ રાખીને બેસી રહે છે. કેટલાક લોકો બીજાઓની આગળ દુઃખનાં રોદણાં રડે છે. પરંતુ તેમ કરવાથી તેઓ હાંસીપાત્ર બને છે. આપણે નિરાશ થયા વિના મહેનત શરૂ કરીએ તો દુઃખ દૂર થઈ જાય છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પરીક્ષામાં નિષ્ફળતા મળતાં, ધંધામાં ખોટ જતાં હતાશ થયા વિના ઉદ્યમ કરવો જોઈએ.

સારાંશ : 
આપને હમેશા મહેનત કરવી જોઈએ.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય; વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.