આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે, નહિ કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.
આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર
અહીં આપેલ પંક્તિ 'ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે, નહિ કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.
ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે,
નહિ કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.
અર્થ : પ્રસ્તુત પંક્તિઓ કવિએ કમળનું ઉદાહરણ આપતાં કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઊગતું હોય પણ એ દેવને ચડાવાય છે. એ જ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે નહિ, પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ.
સમજૂતી :
સમજૂતી :
કમળ કાદવમાં ઊગે છે પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેને ઉચ્ચ સ્થાને લઈ જાય છે. તેને મંદિરમાં બિરાજેલા દેવને શિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં આવે છે. એ જ રીતે મનુષ્ય તેનામાં રહેલા સદ્ગણો વડે જ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર એનું જ્વલંત ઉદાહરણ છે. મનુષ્યનો જન્મ કેવા કુળમાં થવો તે તેના હાથની વાત નથી, પરંતુ સારા ગુણો કેળવવા તે મનુષ્યના હાથની વાત છે. તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને અનેક લોકો માટે આદરણીય બની શકે છે. આવા જ અર્થનો એક દુહો જાણીતો છે:
સારાંશ :
“जाति न पूछीए साधु की पूछ लीजिये ज्ञान,
मोल करो तलवार का, पडा रहन दो म्यान।”
સારાંશ :
આમ, આપણે કોઈ પણ વ્યક્તિના કુળને મહત્ત્વ ન આપતાં તેનામાં રહેલા સદ્ગણોને જ મહત્ત્વ આપીએ. આપણે પોતે પણ સારા ગુણો કેળવીએ.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે, નહિ કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણો વડે. વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- વિચાર વિસ્તાર : સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ...
- વિચાર વિસ્તાર : ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે...
- વિચાર વિસ્તાર : સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...
- વિચાર વિસ્તાર : કે હીન જન્મે નવ હીન માનવ; કે હીન કર્મે કરી હીન માનવ
- વિચાર વિસ્તાર : મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે...
- વિચાર વિસ્તાર : ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ...
- વિચાર વિસ્તાર : ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને...
- વિચાર વિસ્તાર : જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના...
- વિચાર વિસ્તાર : નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય...
- વિચાર વિસ્તાર : પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ...
- વિચાર વિસ્તાર : ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ...
- વિચાર વિસ્તાર : સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
- વિચાર વિસ્તાર : હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી...
- વિચાર વિસ્તાર : વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય...
- વિચાર વિસ્તાર: મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો
