અ થી શરૂ થતા શબ્દો ગુજરાતી [with PDF]

અ થી શરૂ થતા શબ્દો ગુજરાતી [with PDF]

આજે આપણે એક મજાની શબ્દોની રમત રમીશું! શું તમને ખબર છે કે આપણી ભાષામાં કેટલા બધા શબ્દો છે? આપણે આજે એવા શબ્દો શોધીશું જે '' અક્ષરથી શરૂ થાય છે. 


શબ્દો એ આપણા વિચારોના મિત્રો છે. તે આપણને આપણી લાગણીઓને સમજાવવામાં મદદ કરે છે. ચાલો આજે આપણે 'અ' અક્ષરથી શરૂ થતા વિવિધ પ્રકારના શબ્દો શોધીએ અને તેમના અર્થો સમજીએ.

અ થી શરૂ થતા શબ્દો ગુજરાતીમાં

નીચે આપેલ અ થી શરૂ થતા શબ્દો ગુજરાતીમાં આપેલ છે જે જે ગુજરાતી ભાષા શીખતા તમામ લોકો ને અને નાના બાળકોને મદદરૂપ થશે.

અ થી શરૂ થતા શબ્દો ગુજરાતી લીસ્ટ

  1. અખબાર 
  2. અનાજ 
  3. અવાજ 
  4. અગાસી 
  5. અનનસ 
  6. અજગર 
  7. અરીસો 
  8. અથાણું 
  9. અગરબત્તી 
  10. અડદ 
  11. અભ્યાસ 
  12. અનુભવ 
  13. અલગ 
  14. અંદર 
  15. અત્યારે 
  16. અમે
  17. અને 
  18. અહીં 
  19. અસર 
  20. અચાનક 
  21.  અગ્નિ 
  22. અંજીર 
  23. અંધારું 
  24. અજવાળું 
  25. અંબર 
  26. અરણ્ય 
  27. અશ્લેષા
  28.  અચલ 
  29. અવનિ
  30. અંબુજ
  31. અદભુત
  32. અનોખું
  33. અઘરું
  34. અસલ
  35. અમર
  36. અડગ
  37. અમીર
  38. અજાણ
  39. અધીરું
  40. અભિમાન
  41. અસંતોષ
  42. અશક્ત
  43. અઢળક
  44. અધૂરું
  45. અનંત
  46. અપાર
  47. અખંડ
  48. અચૂક
  49. અગત્યનું
  50. અપવિત્ર

વધારે અ થી શરૂ થતા ગુજરાતી શબ્દો

  • અક્ષર
  • અંક
  • અર્થ
  • અલંકાર
  • અનુવાદ
  • અંત
  • અંતર
  • અંદાજ
  • અફવા
  • અવસર
  • અતિથિ
  • અધ્યાપક
  • અધિકાર
  • અદાલત
  • અપરાધ
  • અપમાન
  • અપેક્ષા
  • અન્યાય
  • અભાવ
  • અણબનાવ
  • અડધું
  • અઠવાડિયું
  • અગિયાર
  • અઢાર
  • અઠ્ઠાવન
  • અડસઠ
  • અઠ્ઠાસી
  • અસત્ય
  • અહિંસા
  • અંધશ્રદ્ધા
  • અંગ
  • અંગૂઠો
  • અંગરક્ષક
  • અનાથ
  • અન્ન
  • અવરોધ
  • અવગણના
  • અવલોકન
  • અનુમાન
  • અનુમતિ
  • અનુકૂળ
  • અનુક્રમણિકા
  • અભિનય
  • અભિનંદન
  •  અભિપ્રાય
  • અરજી
  • અરસપરસ
  • અલાયદું
  • અસ્થિર
  • અસ્તિત્વ

શબ્દો ને વાક્યો માં વાંચન કરીએ.

  1. અમે દરરોજ સવારે અખબાર વાંચીએ છીએ. 
  2. ખેડૂતો ખેતરમાં અનાજ પકવે છે. 
  3. તમારો અવાજ ખૂબ જ મધુર છે. 
  4. બાળકો અગાસી પર રમી રહ્યા છે. 
  5. મને અનનસ ખાવું ખૂબ ગમે છે. 
  6. અરીસામાં જોઈને વાળ ઓળાવો. 
  7. અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. 
  8. આ કેરીનું અથાણું ખૂબ સ્વાદિષ્ટ છે. 
  9. મંદિરમાં અગરબત્તીની સુગંધ આવે છે.
  10. અગ્નિ અંધારાને દૂર કરે છે.
  11. આ ચિત્ર ખૂબ જ અદભુત અને અનોખું છે.
  12. મહેનત વગર સફળ થવું અઘરું છે. 
  13. સત્ય હંમેશા અડગ હોય છે. 
  14. અતિથિનું સન્માન કરવું આપણી સંસ્કૃતિ છે. 
  15. માણસે ક્યારેય અભિમાન રાખવું જોઈએ નહીં. 
  16. તમારા અક્ષર ખૂબ સુંદર છે. 
  17. અધ્યાપક વર્ગખંડમાં ભણાવી રહ્યા છે.
  18. અદાલતમાં હંમેશા ન્યાય મળે છે.
  19. અઠવાડિયામાં સાત દિવસ હોય છે. 
  20. ગાંધીજી અહિંસાના પૂજારી હતા. 
  21. સફળતા માટે તમને હાર્દિક અભિનંદન
  22. કોઈપણ કામ શરૂ કરતા પહેલા વડીલોની અનુમતિ લેવી જોઈએ. 
  23. આત્મા અમર છે. 
  24. મારી પાસે અઢળક પુસ્તકો છે. 
  25. અચાનક વરસાદ શરૂ થઈ ગયો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં અ થી શરૂ થતા શબ્દો ગુજરાતી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.